SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ | ‘નહિ તો. ગોપરાજ ! શું કરશો ?’ મથુરાના યાદવોનો ગર્વ કંસદેવ જેવો જ હતો. એ આમ કરવું કે તેમ કરવું એવું કંઈ કહેવા માગતા નહોતા. તેઓ ફક્ત વાંધા કાઢવામાં કુશળ હતા. શું કરીશું, એમ ?” ને બલરામનું હળ ઊંચું થયું. એ હવામાં ઊછળ્યું. ને પછી હાથમાં આવીને ચક્કર ચક્કર વીંઝાયું. વિરોધ કરનારાઓ ત્યાં ને ત્યાં ઢળી પડ્યા ! બલરામ સામે અત્યારે જોવું પણ મુશ્કેલ હતું. એમણે પડકાર કર્યો : ‘સાવધાનીથી સૂચના પ્રમાણે આગળ વધી જાઓ, નાની કાંકરી ઘડો ફોડી નાખે! ઘડાને ફૂટવાનો સમય પાકી ગયો છે. હિંમત ન હારશો, હિંમતભેરની એક કાંકરી જ બસ છે.” ને બલરામની સેના તરત જુદા જુદા ભાગમાં વહેંચાઈ ગઈ. આકાશમાં અંધારું વધુ ઘૂંટાઈ રહ્યું હતું. શિબિરોમાં થોડાએક સંત્રીઓ સિવાય બધાં ભરઊંઘમાં પડ્યાં હતાં; ને જેઓ જાગતા હતા, તેઓ પણ ઝોલે ચડયા હતા. તેઓનો દઢ વિશ્વાસ હતો કે ચક્રવર્તી મહારાજ જરાસંધની સેના સાથે અડપલું કરનાર દુનિયામાં હજી પાક્વો બાકી છે. આકાશમાં નીરવ શાંતિ હતી, એક છેડે ચંદ્રકળા ખીલવાની તૈયારીમાં હતી. ત્યાં મધરાતના શીળા સમીરોને ભેદતો શંખેશ્વર હવામાં ગુંજી રહ્યો. પૂર્વ દિશામાં કંઈક હલચલ જેવું લાગ્યું. જાનવરો દોડતાં હોય, ગાયો ભૂરાંટી થઈ હોય ને સાંઢ ડણકતા હોય એવા અવાજો આવ્યા. થોડી વારમાં તો એમના શિંગડે શિબિર આખી ઊચકાણી ! ‘આ ગોપલોકોની ફાટ બહુ વધી છે. બધે મથુરા ભાળી લાગે છે, કે જ્યારે ત્યારે ઢોરોને ગમે ત્યાં હાંકી મૂકે છે !' મગધના સપ્રસિદ્ધ યોદ્ધાએ ટીકા કરી. અને જેવો એ ઢોરોને ભગાડવા ભાલો લઈને ધાયો કે પાછળથી લોઢાના મુખવાળું સાંબેલું એના પર ઝીંકાયું ! યોદ્ધો જમીન પર અને એની ખોપરીનાં કાછલાં જુદાં ! મગધની સેનામાંથી તરત જ મરણપોક જેવી હાક ઊઠી, ‘દુશ્મનો આવ્યા છે. એણે પૂર્વ પાંખ પર હલ્લો કર્યો છે !' ને છાવણીમાંથી રણશિંગાનો નાદ ગાજ્યો. સૂતેલા યોદ્ધાઓ જે હાથમાં આવ્યું તે લઈને પૂર્વ પાંખ ભણી દોડ્યા. ઝોકે ચડેલા મંત્રીઓ સમજ્યા વગર જ્યાં ત્યાં દોડવા લાગ્યા ! સહુએ માન્યું કે થોડાંક ઢોર ને થોડાક આહીરો સાથે આ ધીંગાણું થયું છે, પણ ત્યાં તો થોડી વારમાં જ રીતસરનું યુદ્ધ જામી ગયું. “અરે ! બાજ ચકલાંને ચૂંથે એમ ચૂંથી નાખીએ !' એવા પોકારો સાથે જરાસંધી યોદ્ધાઓ પૂર્વ પાંખ ભણી ઝૂકી ગયા. ત્યાં ભયંકર યુદ્ધ જામી ગયું. થોડી વારમાં ઉપરાઉપરી બે શંખસ્વરો, હવામાં લહેરાઈ રહ્યા, અને એની પાછળ ત્રણ શંખસ્વરો ગાજ્યા. પૂર્વ પાંખ પર મરણિયો ધસારો ચાલતો હતો, અને મગધના સૈનિકો આહીરોના દળ પર હમણાં જ કાબૂ મેળવી લેશે, અને આ સામનો થોડી વારમાં જ શમી જશે એમ લાગતું હતું. પણ ત્યાં તો પશ્ચિમ પાંખ પરથી અને ઉત્તર પાંખ તરફથી મારો મારોના પોકારો આવ્યા. જરાસંધની જબરદસ્ત સેના પણ ઘડીભર શેહ ખાઈ ગઈ : ક્યાં જવું ને ક્યાં લડવું ? અને લડવું તે આ ઢોર સામે ? અને મરવું તો આ ગોવાળિયાઓને હાથે? અને તે પણ આવા દગાથી ? શું ક્ષત્રિયોને સમરાંગણનું મોત પણ નહિ મળે ? જગાડો મહારાજ જરાસંધને! પાડો પોકાર એમના દરવાજે ! ને સેનાપતિએ દોડીને મોટા રેશમી શિબિરમાં સુવર્ણ પલંગમાં પોઢેલા મહારાજને હાંફળાફાંફળા જ ગાડ્યા ! ‘જાગો, જાગો જગજીવને !' મહારાજા જરાસંધ અર્ધ ઊંઘમાં ને અર્ધ જાગૃતિમાં શિબિરમાં રાખેલ વાતાયનોમાંથી બહાર જોયું. ચારેતરફ ઘોર અંધારું હતું. એ અંધારામાં ક્યાંક ક્યાંક આગની જ્વાળાઓ ઝગવા માંડી હતી, ભયંકર પોકારોથી છાવણી ગાજી રહી હતી. મહારાજ જરાસંધે પળ વારમાં કળી લીધું કે પોતાની સેના હિંમત હારીને નાસભાગ કરી રહી છે. પલંગમાંથી સફાળા ઊઠયા, પણ ત્યાં તો શિબિરના ખીલાઓ ખેડવા લાગ્યા. દ્વારપાલે અંદર આવીને કહ્યું, ‘મહારાજ ! ભયંકર સાંઢ શિબિરના ખીલે માથાં ભટકાવી રહ્યા છે !' ‘ કોઈ ચિંતા નહિ. લાવો મારી તલવાર ! હું કોણ ?' બીજો દ્વારપાલ દોડતો આવ્યો. એણે કહ્યું, ‘મહારાજ ! આપણા સેનાપતિ છૂમંતર થઈ ગયા છે ! સેનાને હુકમ આપનાર કોઈ નથી !' | ‘કોઈની શી જરૂર છે ? જરાસંધ હજી જીવતો છે. પણ કોણ છે આ હુમલાખોરો ?” મહારાજ જરાસંધે અકળાઈને કહ્યું. ‘એ તે ઢોર છે ? ગોપ છે ? કે કોણ છે ? - કંઈ કળાતું નથી !' ‘વારુ ! હમણાં જે હશે તે કળાઈ જશે. લાવો, મારી ગદા !' જરાસંધે જરા પણ મૂંઝાયા વગર કહ્યું. બલરામ અને જરાસંધ 1 79. 78 D પ્રેમાવતાર
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy