SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ‘શબ્દ, રૂપ, રસ, સ્પર્શ ને ગંધ વગેરે પાંચ વિષયોરૂપી રસો એ વૃક્ષોમાંથી પેદા થાય છે.* સર્પને ગુરુ બનાવવો. સર્પ કદી પોતાનું ઘર બનાવતો નથી; એ જ્યાં ત્યાં ઉપ-આશ્રયો શોધી લે છે, અને બાણ બનાવનાર લુહાર બાવીસમો ગુરુ કે જેની પાસેથી વરઘોડો આખો પસાર થઈ ગયો પણ તપાવેલ લોઢાને ટીપવામાં એ એટલો બધો મગ્ન હતો કે તેને કશો ખ્યાલ આવ્યો નહિ. આત્મા વિશે મનને લુહારની જેમ એકાગ્ર કરવું જોઈએ.” વાહ ગુરુ ! આ તો તમે જીવનગીત રચી રહ્યા છો. હવે દત્તાત્રેયના ૨૪ ગુરુઓમાં બે બાકી રહ્યા છે. આપ એ બેનાં વર્ણન કરો !! ‘કરોળિયો ત્રેવીસમો ગુરુ બન્યો. કરોળિયો પોતાની લાળથી આખું જગત આવરી લે છે, ને પાછું પોતાની જાળ સમેટી લઈને જાણે કશુંય નહોતું તેવું કરી દે છે. આ સંસારની વચ્ચે પરમાત્માનું એવું સમજવું. આ વિસ્તાર કંઈ નથી. માત્ર બાહ્ય જ સર્વસ્વ છે.’ | ‘ચોવીસમો ગુરુ ભમરીએ દરમાં મૂકેલો કીડો છે. રાગ, દ્વેશ કે ભ્રમરનું ભયથી ચિંતવન કરતો કીડો જેમ ભ્રમરૂપ થઈ જાય છે, તેમ પરમાત્માનું ગમે તે ભાવે ચિંતન કરતો, આત્મા પરમાત્મા બની જાય છે. શ્રીકૃષ્ણ થોભ્યા. ઉદ્ધવજીનું મન સૂર્યોદયે ખીલેલા કમળ જેવું પ્રફુલ્લ બન્યું હતું. શ્રીકૃષ્ણ જાણે પોતાના ઉપદેશનો ઉપસંહાર કરતા હોય તેમ બોલ્યા, ‘ઉદ્ધવજી સંયોપમાં જાણી લો કે ‘દેહ માયાના ગુણોથી રચાયેલો છે. “એમાં રત હોવાથી માણસને સંસાર પ્રાપ્ત થયો છે. “આત્મજ્ઞાનરૂપી અગ્નિથી બધું પાવન થાય છે. આત્મા એક જ છે. ‘આત્મામાં અનેકપણાનો ભાસ એ જ પરતંત્રતા. જીવને અવિદ્યાને લીધે બંધ થાય છે. ‘જીવને જ્ઞાનને લીધે મોક્ષ થાય છે. હે ઉદ્ધવજી ! તમે મારા પરમ મિત્ર છો, વળી શુદ્ધ અંત:કરણવાળા છો, તેથી તમને આ પરમ રહસ્ય કહું છું. આ જગતરૂપી વૃક્ષોનાં બી પુણ્ય તથા પાપ છે. એ વૃક્ષોનાં મુળ અગણિત વાસનાઓ છે. ‘સુખ ને દુ:ખ વૃક્ષોનાં ફળો છે. 436 | પ્રેમાવતાર ‘જગતરૂપી વૃક્ષોનાં દુ:ખરૂપી ફળોને ગીધ જેવાં વિષય-લોલુપ જીવો ખાય છે, ને સુખરૂપી ફળોને જે ગલમાં વસતાં સત્સંગી હંસો આરોગે છે.' ‘સત્સંગ આદરી. સત્સંગથી પ્રાપ્ત કરેલી ભક્તિથી બ્રહ્મની ઉપાસના કરો.' ‘આ ભક્તિયોગ ત્યાગ, દાન, વ્રત કરતાં શ્રેષ્ઠ છે. ‘દાનવો, શુદ્રો ને સ્ત્રીઓ પણ સત્સંગથી તરી જાય છે. ‘તરવાનું ઉત્તમ સાધન ભક્તિ છે. ‘ભક્તિ જ સમગ્ર પાપોનો નાશ કરે છે. ‘ભક્તિથી અંતર્યામી વશ થાય છે. ‘માણસને મન સિવાય કોઈ સુખદુ:ખ આપનાર નથી. મિત્ર કે શત્રુ એવા ભેદભાવ કેવળ અજ્ઞાનથી જ કલ્પાયેલા છે. માટે ઉદ્ધવજી ! મનનો સર્વ પ્રકારે નિગ્રહ કરો. મનનો નિગ્રહ એ સર્વ યોગનો સંગ્રહ (સાર) છે.* ઉદ્ધવજી ધ્યાનમગ્ન બનીને એ વાણી અંતમાં ઝીલી રહ્યા. એમના સંતપ્ત આત્માને ઘણા દિવસે સંતોષનું અમૃત પાન લાધ્યું હતું. એ શ્રીકૃષ્ણના ચરણોને પ્રણમી રહ્યા ને બોલ્યા, “ધન્ય, મારા સ્વામી !' સમસ્ત શાસ્ત્રોનો સાર | 437
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy