SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ભયંકર હતું. શું આનું નામ જ સંસ્કૃતિ ! શું આનું નામ જ ભાઈએ ભાગ ! | બીજે દિવસે સૂર્યોદય સાથે સમરાંગણ ફરી ગાજી ઊઠયું. ભીષ્મ પિતામહે તો રોજના દશ હજાર યોદ્ધાઓનો કચ્ચરઘાણ કાઢવા માંડ્યો. આખરે એમને મારી પાડવાનું કાવતરું રચવામાં આવ્યું. શિખંડી નામના એક માણસને વચ્ચે મેદાનમાં ઉતારવામાં આવ્યો. લડાઈમાં શું પૂજ્ય ને શું અપૂજ્ય ! બધા એક જ ત્રાજવે તોળાય છે ! અને જે સામે પડે એની સામે છળ, પ્રપંચ ને કાવતરાનો પ્રયોગ છૂટથી થાય છે. પ્રેમમાં ને યુદ્ધમાં બધુ રમ્ય ને ગમ્ય છે. ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞા હતી કે શિખંડી સાથે મારે યુદ્ધ ન કરવું, તેમણે ધનુષ નીચે મૂક્યું કે પાંડવ પક્ષમાંથી તીરોનો વરસાદ વરસ્યો, ભીષ્મ પિતામહ ચાળણીની જેમ વીંધાઈ ગયા ને નીચે ઢળી પડ્યા! કૌરવો અને પાંડવો બંનેને એ પૂજ્ય હતા. બંનેને થયું, અમારા પોતાના કારણે જ પિતામહ હણાયા ! ભીખે છેલ્લા શ્વાસે કહ્યું : “શત્રુતાનો અંત આણો, મારા અવસાન સાથે યુદ્ધનું પણ અવસાન થવા દો.’ પણ અત્યારે રાગદ્વેષની ભરતી ભયંકર હતી. હૃદયના-પ્રેમના તમામ ટાપુઓ એ ભરતીમાં ડૂબી ગયા હતા. પ્રારંભમાં એ રોકી હોત તો કદાચ રોકાઈ જાત; હવે તો વેરના પાણીનાં પૂર એવાં વધ્યાં હતાં, કે આખા હાથીના હાથી એમાં તણાયા હતા. ભીષ્મ ગયા ને ગુરુ દ્રોણ મેદાને પડ્યા. સેનાપતિપદનો મુગટ એમને માથે મુકાયો. દ્રોણ ૮૫ વર્ષના વૃદ્ધ હતા ને જાતે બ્રાહ્મણ હતા. કૌરવો અને પાંડવોને એમણે જ શસ્ત્રવિદ્યા શીખવી હતી, તેઓએ પહેલે જ દિવસે ચક્રવ્યુહ (ચક્રાવો) રચ્યો. કપટ અને કાવતરાં હવે બંને પક્ષે યુદ્ધનો મહત્ત્વનો ભાગ બની ગયાં હતાં. અર્જુનને ઇરાદાપૂર્વક એક જંગલી ટોળી સાથે યુદ્ધમાં રોકી રાખવામાં આવ્યો. અર્જુનનો સોળ વર્ષનો પુત્ર અભિમન્યુ યુદ્ધે ચડ્યો, ચક્રવ્યુહમાં ફસાવીને એને હણી નાખ્યો. ઊછરતો યુવાન વીર અભિમન્યુ ! એના હોઠ પરથી માતાનું દૂધે સુકાયું નહોતું. અને એની દેહ પરથી હજી પીઠીનો રંગ પણ ગયો નહોતો; પોતાની પ્રાણપ્રિયા સાથે એણે માંડ એક રાત જ કાઢી હતી ! એવા ઊગતા યુવાનનું મૃત્યુ ! મારું હૃદય ૨ડી રહ્યું, પણ રુદનનો ત્યાં કોઈ અર્થ નહોતો. પોતાના સ્વપ્નવિહારની વાત કરતાં કરતાં રાજ્ય શ્રી જરા ગંભીર બની ગઈ; એના અંતરનું પ્રેમતત્ત્વ આઘાત ખમી રહ્યું. થોડી વારે પાછી એ બોલવા લાગી, હજીય જાણે અભિમન્યુ એની નજર સામે તરતો હતો. એક તરફ એ સોળ વર્ષનો છોકરો એકલો; સામે કૌરવોના અનેક મહારથીઓ; એકસામટો હલ્લો થયો. યુદ્ધના નિયમની વિરુદ્ધ આ વાત હતી. એક દૂધમલ યુવાનની સામે ભલભલા યોદ્ધાઓએ લાજ શરમ મૂકી દીધી ! મને લાગ્યું કે યુદ્ધ એવી વેરપિપાસા જગવે છે કે જેથી ખરે વખતે નીતિના બધા નિયમો નેવે મુકાય છે ! માણસ વેરની પૂર્તિ ખાતર સત્યની મૂર્તિને ત્યાગી દે છે. એક સામે અનેકે મળીને દગાથી સોળ વર્ષના અભિમન્યુને હણ્યો. જાણે મોટું પરાક્રમ આચર્યું ! વેરથી ઘોર વેર સરજાયું. તરત જ વેર લેવાયું. અભિમન્યુના પિતા અર્જુન એવા જ દગાથી પુત્રના હત્યારા રાજા જયદ્રથનો વધ કર્યો. ભગવાન ! મૂછમાં પણ મેં કેટકેટલું જોયું ! જગતમાં પ્રેમ ખોટો, સ્નેહ છેતરામણો, સત્તા અને વેર સાચાં ! જયદ્રથ જેવા મહારથીના વધથી કૌરવોનો રાજા દુર્યોધન ઉશ્કેરાયો. સેનાપતિ બનીને સમરાંગણે સંચરેલા ગુરુ દ્રોણને એણે ન કહેવાનાં વચન કહ્યાં ! કેવી અધોગતિ ! પોતાના શિક્ષાગુરુને ચાનક ચડાવતાં દુર્યોધને કહ્યું : ‘અર્જુન એક વાર તમારો પ્રિય શિષ્ય હતો, માટે પક્ષપાત કરો છો. એમ યુદ્ધ નહિ જિતાય, ગુરુજી ! માયા સર્વ છાંડો !' ગુરુ દ્રોણે કહ્યું, ‘સામાન્ય નીતિ એવી છે કે અસ્ત્રવિદ્યાનો ઉપયોગ જે એ વિદ્યા જાણતો હોય તેના તરફ જ થાય છે. પણ હવે હું એ નીતિનિયમોની પરવા નહિ કરું! કાં વિજય, કાં મૃત્યુ !' જાણે ગુરુ દ્રોણ પોતે નહીં પણ એમના પેટમાં પડેલો રાજપિંડ બોલતો હતો ! ખરેખર, સાધુસંતો માટે રાજ એ અનિષ્ટ લખ્યું છે, તે ગુરુ દ્રોણે સાચું ઠેરવ્યું. સત્તાનું આધિપત્ય કેવું ભયંકર છે ! જેઓ આ ક્લેશાગ્નિ માટે જળસ્વરૂપ બનવા જોઈતા હતા, એ ઘીની ગરજ સારી રહ્યા ! સામાન્ય રીતે યુદ્ધ રાતે થતું નહોતું; એ દિવસે મશાલો પેટાવીને રાત્રે યુદ્ધ આરંભાયું. ભીમનો રાક્ષસપત્નીથી થયેલો પુત્ર ઘટોત્કચ મેદાને પડ્યો. એણે શેરડીના સાંઠાની જેમ શત્રુનો કચ્ચરઘાણ વાળવા માંડ્યો. આ વખતે મહારથી કર્ણ અર્જુનને સંહારવા રાખી મૂકેલું અસ્ત્ર એના પર વાપર્યું ને ઘટોત્કચ હણાયો ! ઓહ ! ઊગતી અવસ્થાવાળા ફૂલદડા જેવાં કોમળ બાળકોનો કેવો કારમો સંહાર ! અને એ સંહાર શૂરવમાં ખપે અને બંદીજનો એનાં ગીત ગાય! આશ્ચર્ય ! મહદ્ આશ્ચર્ય ! - ઓહ પ્રભુ ! લોહીનાં આ ખેતર ! આંસુનાં આ વાવેતર ! ન જાણે પ્રજા ક્યાં સુધી એનો પાક લણ્યા કરશે, કંઈ ખબર નથી ! વેરનો આ વિપાક કેટલા યુગો સુધી વર્ચસ્વ જમાવશે, ઈશ્વર જાણે ! ગુરુ દ્રોણ જગતશાંતિના મંત્રો ૨ટનાર મહાન બ્રાહ્મણ; બીજે દિવસે મેદાને પડ્યા. એમણે નીતિન્યાય છોડી યુદ્ધ આરંભ્ય. પાંડવપક્ષનું સત્યાનાશ વળી જાય રાજ્યશ્રીનું ભારતદર્શન 39 368 D પ્રેમાવતાર
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy