SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ભુલાવે તેવી સુંદરીઓ એને બતાવવા માંડી. રથનેમિ રાજ્યશ્રીના રૂપ સાથે એ સુંદરીઓને સરખાવતો અને કહેતો, “અરે આ તો કોયલના માળામાં કાગ છે !” અને રથનેમિ કોઈ નારીને પસંદ કરી શક્યો નહિ એવામાં મોટા ભાઈ નેમકુમારનાં લગ્નની કંકોતરી મળી. રથનેમિ એ લગ્નમાં હાજરી આપવા આવ્યો. રાજ્ય શ્રી પર એને પૂરેપૂરો ભાવ હતો, પણ જ્યારે એની સાથે મોટા ભાઈનાં લગ્ન નક્કી થયાં ત્યારે તેણે રાજ્યશ્રીને મનમાંથી પણ કાઢી નાખી હતી, ને મનોમંદિરમાં પવિત્ર દેવતાઓમાં એની છબી ઉમેરી હતી. ભાભીને સદા મોરી વંદના ! પણ સાચું પૂછો તો બિચારા રથનેમિને તો બાવાનાં બેય બગડે એવું થયું હતું. મનગમતી નારી મળતી ન હતી; અને જે મળતી હતી એમાં મનને પરોવી શકાતું નહોતું ! એટલે એણે તો મોટા ભાઈના લગ્નોત્સવમાં ભાગ લીધા પછી રેવતાચળ ઉપર જઈને ગુફામાં અલખ જગાવવાનો નિર્ણય કર્યો. એનો આત્મા પોકારતો હતો : મારો સંસાર ભલે ખારો બની બેઠો, મારા સંન્યાસને નહીં બગડવા દઉં ! કાં સંસાર, કાં સંન્યાસ ! પણ એવામાં ન બનવાનું બની ગયું. લગ્નમાં ખરેખરું વિન્ પડ્યું. અને યાદવોની ભવ્ય જાન જોડીને આવેલા નમકુમારે લગ્નના લીલા તોરણેથી પોતાનો રથ પાછો ફેરવી લીધો. કહે છે કે દીન-હીન નિરપરાધ પશુઓનો પોકાર સાંભળીને એ પાછા ફરી ગયા ! કેવું નજીવું નમાલું કારણ ! અરે, રાજ્યશ્રી જેવી સ્ત્રી મળતી હોય તો ક્ષત્રિય સંસાર આખાનું આક્રંદ શાંતિથી બેઠો બેઠો સાંભળે ! અને સંસારમાં શું નથી ચાલતું ? જીવ જીવનો ખોરાક છે, અને બહુ બહુ તો એ પશુઓને મુક્ત કરાવી દેવાં હતાં. હઠ લેતી હતી કે આ બધાં પ્રાણીઓને છૂટાં મૂકો તો જ પરણું; તો ભલા કોણ ના કહેવાનું હતું ? રથનેમિ મોટા ભાઈ તરફ પૂરતો આદર ધરાવતો હતો, પણ રિસાઈને પાછા વળી જવાની એમની આ બાલિશ પ્રવૃત્તિ એને રુચિ નહિ. નેમે નાની વાત માટે મોટી ધમાલ કરી મૂકી હતી ! આજ સુધીમાં આવું ક્યારેય થયું નથી. રથનેમિના મનમાં ખીજ ચઢી આવી કે મોટા ભાઈએ તો મધમાખી જેવું કર્યું : ન પોતે ખાધું; ન કોઈને ખાવા દીધું ! એના મનમાં દબાઈ ગયેલો રાજ્યશ્રી તરફનો અનુરાગ અનુકંપા દ્વારા ફરી જાગી ઊઠ્યો. વધુ વિચાર કર્યા વગર એ રાજ્યશ્રીના મહેલમાં પહોંચી ગયો; અને 346 3 પ્રેમાવતાર વડીલોની અનુમતિ હોય તો રાજ્યશ્રીનો ઉદ્ધાર કરવાની પોતાની તત્પરતા દર્શાવી. રાજ્યશ્રીએ રથનેમિને ત્યારે એટલું જ પૂછવું કે તમે મારો ઉદ્ધાર કરશો? અને એટલું કહીને એ ફરી પાછી બેભાન બની ગઈ. માતા તો હજુય આક્રંદ કરતી હતી : ‘મારી ફૂલવેલ સમી દીકરીની આ દશા?’ એનાં નેત્રોમાં આંસુના મેઘ ઊભરાયા હતા. ‘નેમ તો ખરેખરો વૈરાગી જીવ છે. આ તો જાણે આપણે એને થાંભલે બાંધીને પરણાવવા માંગતાં હતાં.' સત્યારાણીએ કહ્યું.. ‘એ સાચું બેટી ! પણ કોઈની દીકરીને આમ કૂવે નંખાય ?' માતાએ સત્યાને પ્રશ્ન કર્યો. ‘દીકરીનાં નસીબ વળી એટલાં સારાં કે એ પરણ્યા પહેલાં પાછો વળી ગયો. જો રાજને લગ્નના બંધનમાં નાખ્યા પછી એણે આમ કર્યું હોત તો..તો..’ અને પિતા વધુ બોલી શક્યા નહિ, ડૂમો ભરાઈ આવ્યો. રથનેમિ ઊભો ઊભો સાંભળતો હતો. એણે કહ્યું, ‘નમ મારા મોટા ભાઈ છે. છતાં હું આ ભૂલ માટે તેઓને માફ કરી શકતો નથી.' ‘ઘણું જીવો રથનેમિ ! શું આ માનવહત્યા નથી ? પશુવધથી ભયંકર સ્ત્રીવધ નથી ?' હવે તો સત્યારાણીએ પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો. ‘બેશક, સત્ય બોલતાં હું કોઈની શરમ નહિ રાખું. એક નિર્દોષ નારીનો તેજોવધ કરવા જેવા આ પ્રસંગ માટે હું આપ કહેશો તે પ્રાયશ્ચિત્ત કરીશ. રે, જ્યારે માનવહત્યાભર્યું મહાભારત જાગી ઊઠવાનું હોય ત્યારે પશુહત્યાની આવી આળપંપાળ કેવી ! માણસના જીવનનો ભરોસો નથી, હજારોનું સંહાર કરનારું સમરાંગણ તૈયાર થઈ રહ્યું છે ત્યારે આભ ફાટ્યું હોય ત્યાં થીગડું દેવાનું કેવું ? એ પશુઓને નામે નેમે રાજ્યશ્રીને કેવો અન્યાય કર્યો ?રથનેમિએ સ્વસ્થતાથી કહ્યું. એને રાજ્યશ્રી આકડે મધ જેવી સુલભ લાગતી હતી. રથનેમિની ઊંચી પડછંદ આ કૃતિ અત્યારે ખૂબ સોહામણી લાગતી હતી. આપ્તવર્ગ તથા સ્ત્રીવર્ગ એ જોવામાં તલ્લીન બની ગયો. ‘સાચી વાત છે. કુરુક્ષેત્રને સળગી ઊઠતાં ક્યાં વાર છે ?' માતાએ કહ્યું. “અરે, આ ગૃહયુદ્ધ અટકાવવા રાજ્યશ્રીએ ઘડિયાં લગ્ન લેવરાવ્યાં હતાં!? સત્યારાણીએ કહ્યું. તેઓ પણ રથનેમિની વાણીથી પ્રભાવિત થયાં હતાં. ‘એ શું વારું ?” રથનેમિએ પ્રશ્ન કર્યો. ‘નેમ, બલરામ ને શ્રીકૃષ્ણ - યાદવ સંઘના ત્રણ અગ્રગણ્યો કુરુક્ષેત્રના યુદ્ધ અંગે રથનેમિનો પ્રભાવ | 347
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy