SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ અરે ! તમે બે બહેનો પુરુષોની શું નિંદા કરી રહ્યાં છો ?” શ્રીકૃષ્ણ પાસે આવતાં કહ્યું. ‘પુરુષોની માયાજાળમાં સ્ત્રીઓ કેવી રીતે ફસાઈ જાય છે, એનો એકબીજાનો આત્મગત અનુભવ કહીએ છીએ.' સત્યારાણીએ કહ્યું. શું ચિત્તાસાવજ સાથે ખેલનારી રાજનું પણ ચિતડું ભમી ગયું ?” ‘ભમી તે કેવું ગયું ? વાત ન પૂછો. હજી તો પરણી નથી ને કહે છે કે હું તો પરણી ચૂકી ! રાજ એના નેમની બની ગઈ.” હાશ, હવે મને સંતોષ થયો, કે બહારથી સાધુવૃત્તિ દાખવતો નેમ પણ આ કળામાં સહજસિદ્ધ છે ! ચાલો, લગ્નની તૈયારીઓ જોવા નીકળીએ.’ શ્રીકૃષ્ણ આગળ થયા. પાછળ બધાં તેમને અનુસર્યા. અરે, લગ્ન તો હજી કરવાના બાકી છે, કર્યાં ક્યાં છે ?” ‘કર્યો, લગ્ન કર્યો, પૂછો રાજને !' રાજ હજી પણ કોઈ અનોખી દુનિયામાં વિહરી રહી હતી. એને તો એમ જ લાગતું હતું કે પોતે નવવધૂ છે. પાનેતર પહેર્યું છે ને ચાર ફેરા ચોરીમાં ફરીને બહાર આવી છે. પતિ શયનકક્ષમાં રાહ જુએ છે, ને પોતે શરમાળ નવોઢા ડોકિયું કરી કરીને પાછી ફરે છે ! એ સોડમાં છુપાવાનું સાહસ એકાએક થઈ શકતું નથી ! મારાં લગ્ન તો થઈ ગયાં !' રાજ બોલી. ‘ઘેલી બહેનડી ! થઈ ગયાં કે થશે ?” દૂરથી આવતાં સત્યારાણી ખડખડાટ હસતાં બોલ્યાં, ‘મેં તો નમકુમારનો મિજાજ ઓછો કરે એવી રાજને માની હતી; પણ એ ધુતારો તો ચિત્તા-સાવજ સાથે રમનારી મારી બહેનને પણ છેતરી ગયો ! રાજ ! માયાવીની માયાજાળમાંથી મુક્ત થા !” | ‘મોટાં બહેન ! મને નેમકુમારે સંસારસ્વરૂપની માયાજાળમાં નાખીને જગદર્શન કરાવ્યું. અને મધુએ તેમને તેડવા જતાં રેવતાચલ પર વીતેલી પોતાનાં વીતકની વાત કહી અને એમાંથી આપેલો બોધ પણ સમજાવ્યો. અદ્ભુત ! મધુ ! ખરેખર, તું ભાગ્યશાળી. આટલું સંસારસ્વરૂપનું દર્શન કોને થાય છે ?” અને બહેન ! તમે કહો છો કે મારાં લગ્ન થવાનાં હજી બાકી છે; પણ મને તો લાગે છે કે હું પરણી ઊતરી. કેવાં લગ્ન ! સંયમ પિતા, શ્રદ્ધા માતા, વિવેક વીર, ધીરજ બહેનડી ! ત્યાગની બલિવેદી અને સમર્પણનો અગ્નિ ! ચાર ફેરા અમે ફર્યા તે જાણે અમે ચાર ગતિ ટાળી.’ ‘રાજ ! જો સામેથી તારા બનેવી આવે. આવી ગાંડી વાતો મૂકી દે. આ બધા ભાઈઓ માયાજાળવાળા છે. મારો ઇતિહાસ પણ આવો જ છે. ઘરના આંગણામાં એ માયાવીએ ડગ દીધો ને મને પોતાની કરી લીધી ! એ દહાડે હું લૂંટાણી, આજ આ વંશવેલો જ જાદુગરનો છે.” મધુ બોલી. ‘રાજ ! એમાંય સ્ત્રીઓ પર એમની માયાજાળ વિશેષ ચાલે છે. બિચારી રુકિમણીની કહાણી તું ક્યાંથી જાણે ?’ બધી કહાણીઓ મારા જેવી જ હશે. પુરુષ તો મારા ચરણની રજ એમ હું માનતી, પણ આજે તો મને કેમકુમારની ચરણરજ થવાની ઝંખના જાગી છેઆજે મને એમાં જ મારું અહોભાગ્ય ભાસે છે.” રાજ પોતાની કમજોરીનો સ્વીકાર કરી રહી. 316 | પ્રેમાવતાર નેમની માયાજાળ 1 317
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy