SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ 40 સિંહ માત્ર પરાક્રમી છે; પણ હાથી તો પરાક્રમી અને બુદ્ધિમાન બંને છે. એ કોઈનો લીધેલો પીછો છોડતો નથી, જાણે જીવતા મોતનો પીછો ! મધુમાલતી મનમાં વિચારી રહી : રે ! મોતથી તો કોણ ડરે છે; પણ પોતાની પ્રાણપ્રિય સખીનું કામ પૂરું કર્યા વગર મરવું એ જ ભારે દુઃખ કર છે. - હવે તો હાથી થોડા જ કદમ દૂર રહ્યો હતો. નિરાશ, ભગ્નાશ મધુએ સામે એક કૂવો જોયો. એણે વિચાર્યું કે હાથીની સૂંઢમાં ઝડપાઈને એના પગ નીચે ચગદાયું એના કરતાં આ કૂવો શું ખોટો છે ? દ્વારિકાના સુગંધભર્યા નાનાગારોમાં રાજ સાથે ઘણી જલક્રીડા માણી છે, તો અહીં પણ મરતાં પહેલાં થોડી વાર તરવાની મોજ લઈ, દેહ-ચિત્તથી શીતળ થાઉં. આમ વિચારી મધુએ કૂવામાં ઝંપલાવ્યું. પણ જેનું જીવન શેષ છે એને મારનાર કોણ છે ? કૂવાના કાંઠે ઘેઘૂર વડલો હતો. એ વડલાની મોટી મોટી વડવાઈઓ એમાં લટકતી હતી ! ડૂબતો માણસ તરણાને પકડે, એમ મધુએ એક વડવાઈને પકડી લીધી. હાશ, બચ્યા ! મોતનો તાત્કાલિક ભય દૂર થયો. મધુએ વિચાર્યું કે થોડી વારમાં હાથી થાકીને પોતાને રસ્તે પડશે, હું મારા રસ્તે પડીશ ! રે રાજ ! નિશ્ચિત રહેજે , તારા નેમ-નગીનાને પત્ર પહોંચાડ્યા વગર નહિ નેમ રાજ્યશ્રીનો પ્રેમપત્ર લઈને રેવતાચળ પર જતી મધુમાલતીને વાદળ ભેટી રહ્યાં, વર્ષા ભીંજવી રહી, અને ગર્જના ગભરાવી રહી ! ઓછા વરસાદથી અને અતિ ગરમીથી અકળાતા કેસરીસિંહો ધોરી માર્ગો પર આંટા મારતા હતા. એમની ગર્જનાઓ મધુમાલતીના વેગમાં ખલન કરી રહી. મધુમાલતી જેવી સુંદર હતી, એવી જ સાહસિક હતી. માર્ગમાં કોઈ વિદન નડે તો એનો સામનો કરવા માટે એ નાનાં તીર- કમાને પીઠ પર લટકાવ્યાં હતાં ! પણ એ શોભાનાં હતાં કે સાહસનાં એ તો વખત આવે ખબર પડે ! પહાડના રસ્તા દુર્ગમ, કાંટાળા અને કેડી વગરના હતા. પોતાના પગની પાનીને એ નાજુક ઉપાનહોથી સાચવતી હતી, છતાં કોઈક કાંટો આરપાર ઊતરી જતો ! એ વખતે મધુમાલતી પોતાની સખી રાજને યાદ કરતી ને વિચારતી કે એ મસ્ત સખીના વજહૈયાને પ્રેમનો કાંટો કેવો આરપાર વીંધી રહ્યો હશે ! એની વેદના પાસે મારી વેદના તુચ્છ છે ! રે ! પોતાની સખીએ કેવા વિચિત્ર નર સાથે પ્રીતિ બાંધી હતી ! વાતો વાદળથી કરે, અને ચર્ચા આત્માની કરે ! અરે ! ભોળા કુમળા દિલની નારીના લાડકોડ એમ કેમ પૂરા થશે ! મધુમાલતી આવા આવા વિચારો કરતી માર્ગ કાપતી હતી; ત્યાં એકાએક ભયંકર સુસવાટો સંભળાયો. મધુમાલતી છળી ગઈ. વાંકી ડોક કરીને જોયું તો પાછળ જંગલનો ભયંકર હાથી દોડ્યો આવે. પોતાના રાજ્યમાં દાખલ કરવા માટે જાણે એ આ છોકરીને સજા કરવા માગતો હતો. આગળ મધુ, પાછળ વનરાજ . મધુ કંઈક સ્વસ્થ થઈ અને એણે ચારે તરફ જોવા માંડ્યું. સુષ્ટિ પુરબહારમાં ખીલી હતી. નવમેધ ચારે તરફ ઘેરાતા આવતા હતા. મયૂર પોતાની કેકા રેલાવતા હતા. આમ્ર પર કોયલ અને બપૈયા આખો દિવસ બોલ્યા કરતા હતા. એ જોઈ મધુ પણ તાનમાં આવી ગઈ. એ બોલી, ૨ ! તમે વાણી વદ્યા કરો. મારી સખી રાજ્યશ્રી પણ પહેલાં આવી જ વાચાળ હતી; પણ પ્રેમનો કાંટો વાગ્યો અને મૅગી બની ગઈ. તમને પણ એક દહાડો પ્રેમનો કાંટો વાગશે ને તમે મૂંગાં બની જ શો; એ દિવસે મને યાદ કરજો ! મધુ વડવાઈની ડાળીએ ત્રિશંકુની દશામાં લટકતી હતી. પણ જીવ બચ્યાના આનંદ પાસે આ વિપત્તિ નગણ્ય હતી; અચાનક એની નજર કૂવાના તળિયે ગઈ અને ત્યાં મધુએ જે જોયું એથી એનાથી રાડ પડાઈ ગઈ. કૂવાનું તળિયું સાવ કોરું હતું અને ત્યાં એક મહાકાય અજગર મોં ફાડીને બેઠો હતો. કોઈ મોંમાં આવે અને ઓહિયાં કરી લઉં ! ભ્રમની વ્યગ્રતામાં મધુએ કૂવાના તળિયા પરથી નજર ખેસવીને એની જર્જરિત દીવાલો પર નાખી, પણ ત્યાંય એવું જ કારમું દશ્ય જોયું. ચાર ચાર સર્પ બલ્બ નમ 1 305
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy