SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ‘પ્રિયનું પ્રિય એ પ્રિયાનું પ્રિય ! રેવતાચલના એ રસ્તાઓ, જેના પર નેમ નગીનાના પગ પડ્યા છે, એ મારે મન સખીઓથી પણ વધુ નેહભર્યા બન્યા છે; ને એ શિખરો, જેને નેમે પોતાનાં ધ્યાન-સમાધિનાં સ્થાન બનાવ્યાં છે એ મને વડીલોથીય વધુ વહાલાં લાગે છે. સખી ! મારો પિયુ જે પર્વત પર વસે છે, એ પર્વત મને પિતા જેવો પ્રિય છે. જે પર્વતમાં નાનાં ચિત્તાબાળ ને સાવજબાળ ઘૂમે છે.’ એય મને માના જણ્યા જેવાં ગમે છે. રાજ્યશ્રી પોતે બોલતી હતી કે એના હૈયાના આંગણમાં રમતું કોઈ ચક્રવાક પોકારતું હતું, એ સમજાતું નહોતું. રાજ્યશ્રીને આટલી પરવશ થયેલી કોઈએ આજ સુધી જોઈ નહોતી. રે બાલા ! આ તને શું થયું ? બાહ્ય પરિવર્તન કંઈ આવ્યું નથી, તો પછી આટલો બધો પરિવર્ત કાં ? સખીઓએ કહ્યું, ‘સખી ! નેમ તો સંસારના તમામ પુરુષો કરતાં જુદો છે. તારે એને બરાબર સંભાળવો પડશે, એ તો આકાશનો બાસિંદો છે.' | ‘તો હું આકાશની ગંગા બનીશ, થાક્યપાક્યો એ મારા જળમાં સ્નાન કરવા આવશે !' | ‘રાજ્યશ્રી ! અમે તો તને સત્યાદેવી કરતાં કડક મિજાજની માનતા હતા, પણ તું તો તેમને જોતાં જ પાણી જેવી પોચી બની ગઈ !' સખીઓએ કહ્યું. | ‘સાચી વાત છે સખી ! જાણે હું મારી પોતાની જાતને જ ભૂલી ગઈ છું. હું મને પોતાને જ સમજી શકતી નથી; હું જાણે હું જ રહી નથી !' રાજ્યશ્રીએ સહજભાવે આત્મદશી વ્યક્ત કરી દીધી. ‘આટલી પતિઘેલછા સ્ત્રી માટે સારી નહીં. જે સ્ત્રી પતિને વેલની જેમ વળગે છે, એને પતિ જલદી તજે છે. માનુનીનું માન, એ પણ ચિર કાળના આકર્ષણનો એક પ્રકાર છે.' સખી ! બધું હું સમજું છું. હું અંતઃપુરોમાં જ મોટી થઈ છું, પણ ન જાણે નેમને જોયા પછી, મારું જૂનું જ્ઞાન નિરર્થક લાગે છે. મારો નેમ તો મુજ એ કલીનો છે, અને એને પણ સંસારમાં રાજ્યશ્રી સિવાય અન્ય કોઈ નથી.' દિલમાં પ્રારની શરણાઈ બજાવતી રાજ્યશ્રી ચિત્તાના બચ્ચાને મૂકીને સખીઓ વચ્ચે જઈને બેઠી, અને સખીઓને કહેવા લાગી, ‘મારા કંથની બારમાસી તમે ગાઓ! મારા સંતપ્ત હૃદયને કદાચ એ કંઈક સાંત્વન આપશે.’ ‘રાજ્યશ્રી ! અમે બારમાસી ગાઈશું તો તું રાજી થઈશ ખરી ? તો પછી તું અમારી સંગાથે રમવા આવીશ ?” જરૂર આવીશ.' 290 પ્રેમાવતાર ‘શરત કેવી ? રે સખીઓ !? એક વડી સખીએ કહ્યું. ‘આપણે બાર જણી બાર મહિના થઈ જાઓ. એક એક માસી એક એક જણ ગાઓ. આપણી સખી રાજ્યશ્રીને તો આપણે રીઝવવી પડે જ ને !' બાર સખીઓ છ છના જોડકામાં સામસામે ગોઠવાઈ ગઈ. પહેલી સખી કૃતા બોલી, કારતક મહિને રાજ્યશ્રી કહે નેમને, હવે શિયાળો આવ્યો સ્વામીનાથ જો ! હિમાળુ વા વાયો, થરથરતી ટાઢમાં શું શોધો પ્રિયા કેરો સાથ જો ! એ મહિને નવ જઈએ પિયુ પર્વત પરે ? કારતક મહિનો કહીને એક સખી આથી ખસી ગઈ. બીજી સખી મઘા આગળ આવી; એણે ગાવા માંડ્યું : ‘માગશર મહિને હોંશ ઘણી મનમાં ભરી, રસિયા ! રાસ રમ્યાની માજમ રાત જો; અડધી અડધી થઈને ઘર આગળ હું ફરું, પિયુ મૂકો પરત જવાની વાત જો ! એ મહિને નવ જઈએ પિયુ પર્વત પરે.’ સમવયસ્ક સખી પુષો પોષી પૂનમના ચાંદ જેવી રૂપભરી આવીને ઊભી રહી, એ બોલી : ‘પોષે જે પ્રિયાને પિયુડે પરહરી, એની રોતાં ન જાયે રજની જો; સાસરિયું એને શૂળી સમ લાગશે, મહિયરે દીઠાં ન ગમે સંજની કેરો સાથ જો ! એ મહિને નવ જઈએ પિયુ પર્વત પરે.' પોષ મહિના ગાનારી ગઈ કે વસંતપંચમીની રંગછટા લઈને સખી વાસંતિકા આવી ઊભી. એનો વેશ કસુંબી હતો, અને એના હાથમાં પલાશ પુષ્પની ડાળી હતી. રાજ્યશ્રી એકચિત્ત થઈને સાંભળી રહી હતી. ‘મહા મહિને હેમાળો હલક્યો, હે હરિ, રંગમાં વસંતે નાખ્યો રાગ જો; બારમાસી D 291
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy