SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ વાહ, અને વારુ, કૃપાચાર્ય પણ કંઈ ન બોલ્યા ?” ‘કૃપાચાર્યે તો કહ્યું કે માનવી ધનનો દાસ છે; ધન કોઈનું ઘસ નથી. અમારા પેટમાં દુર્યોધનનું અન્ય પડયું છે.' ‘તો નેમ ! હવે એનું શું ?' આ યુદ્ધને રોકવાનો આપણે પ્રયત્ન કરીએ. અર્જુનને શ્રીકૃષ્ણ મદદ કરવાનું વચન આપ્યું છે; એ મદદ એવી રીતે યોજાય કે કૌરવ-પાંડવો વચ્ચે યુદ્ધ ન થાય અને સમાધાન સંધાઈ જાય.’ | ‘અત્યારે જ શ્રીકૃષ્ણને બોલાવું છું.’ બલરામે કહ્યું ને પરિચારકને તરત રવાના ક્ય. થોડી વારમાં એક રથ ઉતાવળો આવીને ઊભો. એમાંથી શ્રીકૃષ્ણ ઊતર્યા. પાછળ એમનો સદાનો સેવક સાત્યકિ હતો. | બલરામને પ્રણામ કરીને અને નમેલા નેમનું માથું સુંધીને શ્રીકૃષ્ણ સામે બેઠા. એમણે પૂછવું, ‘મને કેમ યાદ કર્યો, ભાઈ ?' ‘આ નેમ એક વાત લાવ્યો છે. ભારે ભયંકર વાત છે. કહે છે કે હસ્તિનાપુર અને ઇંદ્રપ્રસ્થ વચ્ચે લડાઈની તૈયારીઓ ચાલી રહી છે. દુર્યોધન કોઈનું માનતો નથી, અને કોઈ એને મનાવી શકે તેવો પ્રતાપી પુરુષ દેખાતો નથી, યુદ્ધનાં વાદળો આકાશમાં ઘેરાઈ રહ્યાં છે.' મોટા ભાઈ ! રાજાઓને મદ, માન, લોભ, કામ ને ક્રોધ આ બધાએ ઘેરી લીધા છે. પૃથ્વીના સુખ માટે સરજાયેલા રાજાઓ ધરતી પર દુ:ખના કાંટા બન્યા છે. આખી પૃથ્વીના ભોગ એમને મળે, બધાં રાજ એમને સાંપડે, બધી સ્ત્રીઓ એમને વરે, બધું એ એમને જડે, તોય એમનું મન તૃપ્ત નહિ થાય, એ તો જાણે વડવાનલ કે દાવાનલ કરતાંય વધુ અસંતુષ્ટ બન્યા છે ! તો પછી ભલેને કાંટાળા વન જેવા રાજવીઓ યુદ્ધરૂપી દાવાનલમાં બળીને ખાખ થાય.' શ્રીકૃષ્ણ પોતાના અંતરની વાત પ્રગટ કરી. ‘પણ શ્રીકૃષ્ણ ! ખાખ કરવાના સ્વભાવવાળા અગ્નિને તો સૂકા લીલાનો કે સારા-નરસાનો વિવેક હોતો નથી. એ તો એની સાથે જે આવ્યું અને બાળી નાખે છે. યુદ્ધ પણ એવું છે. એમાં સદા ન્યાયની જ જીત થાય છે, એવો કોઈ નિયમ નથી; બળિયો બે ભાગ લઈ જાય છે. યુદ્ધ એ પશુતા છે. પશુતાને પાંગરવા દેવામાં શ્રેય નથી. ઘણી વાર એમાં અન્યાયી કે દુરાચારીની જીત થતી જોવાઈ છે.’ બલરામે કહ્યું. ‘વડીલ બંધુ યુદ્ધમાં તો કાળનો નિવાસ છે. નાની માછલી મોટીને ખાય, એક સર્પ બીજાને ખાય, એમ યુદ્ધમાં માણસ માણસને ખાય છે. યુદ્ધમાં બળનો વિજય થાય છે કે સત્યનો ? આપ શું માનો છો ?' નેમકુમારે ધીરેથી સૂર પુરાવ્યો. 276 પ્રેમાવતાર આપણે સત્યના પક્ષે હોઈએ એટલું જ આપણે જોવાનું. બસ પછી હારજીતની બાબતમાં અનાસક્ત થઈ જવું. મેં આ દૃષ્ટિએ જ આ યુદ્ધમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો છે. યુધિષ્ઠિર જેવા સત્યવાદીના રાજની સ્થાપના એ મારો આશય જરૂર છે. આપણા જેવું સંઘરાજ્ય ભલે ત્યાં શક્ય ન હોય તો પણ સત્ય પર આધારિત રાજ્ય તો હોવું ઘટે .” ‘કૃષ્ણ ! તમે યુદ્ધમાં શું કરશો ?' ‘અર્જુનના રથનું સારથિપદ; મેં એ સ્વીકાર્યું છે.” ‘એવું નથી ચાહતો. હું ઇચ્છું છું કે તમે પક્ષકાર ન બનો. કૌરવો પણ પાંડવોની જેમ આપણા છે, તમે વિષ્ટિ ચલાવો, દુર્યોધનને સમજાવો, અને ગમે તેમ કરીને આ આવતા યુદ્ધને બંધ કરાવો.' બલરામે કહ્યું. શ્રીકૃષ્ણની અનાસક્તિ ને નેતૃત્વની તાકાત જોઈ બલરામ ઘણી વાર એમને માનવાચક રીતે સંબોધતા.. | ‘ભલે, આપની ઇચ્છા હશે તો હું એ માટે પ્રયત્ન કરીશ. પણ દુર્યોધનની આંખ પર એવી અંધારી પટ્ટી પડી છે, કે એ નહિ માને.' શ્રીકૃષ્ણ મોટા ભાઈની ઇચ્છાને માન્ય રાખતાં વસ્તુસ્થિતિ સમજાવી. ‘પ્રયત્નમાં સિદ્ધિ છે.' નેમકુમારે કહ્યું. અને પછી ત્રણે ભાઈઓ બીજી વાતો કરતાં થોડી વાર ત્યાં બેઠા. ‘નેમ ! તું શું માને છે ?' શ્રીકૃષ્ણ નેમને સહજ રીતે પૂછવું. ‘પુરુષાર્થની જીત.’ નેમે જવાબ દીધો. ‘આ યુદ્ધ બંધ રહેશે ખરું ?” ‘યુદ્ધના વિરોધી વિચારો કદી વ્યર્થ નહિ જાય. સારા કે ખોટા પણ સંકલ્પનો બનેલો આ સંસાર છે.’ નેમકુમારે કહ્યું. નેમ !રાજ્યશ્રી હમણાં હંમેશાં સત્યાની પાસે જ રહે છે.' શ્રીકૃષ્ણ આડી વાત કાઢી. એ સત્યાને કહે છે કે મને કેળવો, અને તમારા દિયરના ઘરને યોગ્ય ગૃહલક્ષ્મી બનાવો !” એટલે મારાં ભાભી એના ગુરુપદે છે કાં ? તો તો નાકે દમ આવ્યો સમજો રાજ્યશ્રીના ' નેમકુમારે મકરીમાં કહ્યું. ‘એ તો જે થાય તે.' ‘આવા ગુરુ મળે, પછી તો નક્કી શિષ્યોનો જમવારો છે.” યુદ્ધની અધિષ્ઠાત્રી 0 277
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy