SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ‘પ્રેમ તો નબળાં લોકોની ફિલસૂફી છે; વેરમાં જ વ્યક્તિની તાકાત પિછાણાય છે.” દુર્યોધને કહ્યું, ને અંદરના ખંડમાં પ્રવેશ કર્યો. શ્રીકૃષ્ણ નિરાંતે મીઠી નિંદર માણી રહ્યા હતા. દુર્યોધન આવી મીઠી નિંદરની ઈર્ષા કરી રહ્યો. માણસોને કેવી રીતે આવી નિદ્રા આવતી હશે, ભાભી ?' આટલું બોલીને એણે ઓશીકા પાસે જઈને પડતું મૂક્યું. પલંગ ભૂકંપ જેવો આંચકો અનુભવી રહ્યો. શ્રીકૃષ્ણ અચાનક જાગી ગયા; એમનાં કમળ જેવાં લોચન ખૂલ્યાં. સહુથી પહેલી નજર પાંગેત પર ગઈ, ને એ બોલ્યા, ‘ કોણ, અર્જુન ! ક્યારે આવ્યો, ભાઈ?” અર્જુન જવાબ આપે એ પહેલાં દુર્યોધને કહ્યું, ‘અમે બંને સાથે આવ્યા.' ‘સાથે આવ્યા ? કોણ ? દુર્યોધન ?” પ્રશ્નમાં બીજો પ્રશ્ન હતો. ના, અર્જુનરાજ પહેલા આવ્યા છે, અને દુર્યોધનરાજ તો હજી હમણાં જ ચાલ્યા આવે છે.' રાણી રુકિમણીએ કહ્યું, ‘સાથે આવ્યા, પણ સાથ તોડવા કાં ?” શ્રીકૃષ્ણ જોશીની જેમ વર્તારો ભાખતા હોય તેમ બોલ્યા. આપ જેવાની સાથે મારે લાંબી ચર્ચા કરવાની ન હોય. અમારી વચ્ચે યુદ્ધ અવયંભાવિ છે.' દુર્યોધને તડ ને ફડ કરતાં કહ્યું, ‘હું કુલડીમાં ગોળ ભાંગનારો ફિલસૂફ નથી.’ ‘નમ કહે છે કે યુદ્ધ એ તો કેવળ શાપ છે.' ‘તમારો નેમ તલવારથી ડરતો હશે, એ ક્ષત્રિયાણીને ધાવ્યો નહિ હોય !” દુર્યોધનના બોલમાં તિરસ્કાર ગંધાતો હતો. | ‘એ તો એક વાર એની સાથે પાનું પડે તો ખબર પડે કે ક્ષત્રિયાણીને કોણ ધાવ્યું છે ? નેમ કહે છે કે ક્ષમા વીરોનું આભૂષણ છે. જે ક્ષમા કરી શકે છે, એ જ મહાન છે.' શ્રીકૃષ્ણ રમૂજ માં કહ્યું. દુર્યોધનનું મુખ કહે તેના કરતાં એના મુખ પરની રેખાઓ વધુ વાત કહેતી હતી. ‘પૂજ્ય બંધુ ! છેવટે નમવાની પણ હદ હોય છે. અમે સમજીએ છીએ કે કજિયાનું મોં કાળું. સરવાળે બેમાંથી એકને પણ નફો નહિ. આ ભાવનાથી અમે પાંચ ગામડાં માંગ્યાં, તો એ આપવાનીય ના પાડી. હવે તો પાંડવો જ માફ કરવા તૈયાર નથી. આજે તો અમારા માટે યુદ્ધ એ જ યુગધર્મ !' અર્જુને પોતાની વાત રજૂ કરી. | ‘વાત સાચી છે : યુદ્ધ સિવાય હવે કોઈ આરો નથી. એટલા માટે તો બંધુશ્રી! હું હસ્તિનાપુરથી આપની મદદ માગવા આવ્યો છું. હવે હંમેશાંનો ઝઘડો ટાળવાનો છે, સદાને માટે ગૃહકલેશ મિટાવી દેવો છે. હવે કાં એ નહિ, કાં અમે નહિ. મિત્રરાજ્યોમાં પર્યટન કરી આવ્યો. ઘણા ઘણા રાજાઓને મદદ આપવાનાં વચન આપ્યાં છે. દુર્યોધનના રાજ્યથી દૂર કોણ રહે ? તો આપ આપનો સાથ અમને આપો!’ દુર્યોધને કહ્યું. ‘મારા માટે તમે બંને મારી આંખની બે કીકી બરાબર છો. કોને શું આપું? કોને શું ન આપું ?' શ્રીકૃષ્ણે કહ્યું, અને તેઓ અર્જુનના મુખની રેખાઓ વાંચી રહ્યા. એ રેખાઓમાં લડાઈની આકાંક્ષા જરૂર અંકિત થઈ હતી, પણ એ લડાઈ ખાનદાનીની હોય એવો ભાવ પણ ભર્યો હતો. ‘અત્યારની અમારી રોગી જેવી સ્થિતિમાં એકમાત્ર ઔષધ યુદ્ધ જ છે. એ કડવું જરૂર હશે, પણ રોગી માટે હિતકર છે.' દુર્યોધનની એક જ વાત હતી. ‘અમને તમારો સાથ મળવો જ ઘટે.’ ચતુર મુસદી શ્રીકૃષ્ણ બંનેના અંતરભાવે વાંચ્યા, અને વાંચીને કહ્યું, ‘આપણે બે ભાગ કરીએ : એક ભાગમાં હું એકલો અને બીજા ભાગમાં મારી આખી સેના. બંને જણાને જે રુચે તે માગી લ્યો !' | ‘મોટા ભાઈ દુર્યોધન પહેલી પસંદગી કરે.' અર્જુને કહ્યું. આવી કટોકટીભરી સ્થિતિમાં પણ એ પોતાની સાચી વીરતા અને સરલતા તજતો નહોતો. એનો હૃદયભાવ કોઈને પણ મુગ્ધ કરે એવો હતો. શ્રીકૃષ્ણ વચ્ચે બોલ્યા, ‘મારી પસંદગી કરનાર એટલી વાત લક્ષમાં રાખે કે હું યુદ્ધમાં પણ નિઃશસ્ત્ર રહીશ. શસ્ત્ર મેં છોડી દીધાં છે.' ‘યુદ્ધ અને શસ્ત્રહીનતા ?” દુર્યોધન બોલ્યો, ‘આ વાત તો સંસાર અને સંન્યાસ જેવી – વદતો વ્યાઘાતવાળી છે !' ‘જેને જે ગમે એ સ્વીકારે. દુર્યોધન ! પહેલું તમે માગો !' પણ વચ્ચે જ અર્જુન બોલી ઊઠડ્યો, ‘હું શ્રીકૃષ્ણને સ્વીકારું છું.’ એને હતું કે કદાચ દુર્યોધન શ્રીકૃષ્ણને પસંદ કરી બેસે. ‘હું યાદવસેનાને સ્વીકારું છું.’ દુર્યોધને તરત કહ્યું. આ વાત એને મનભાવતી હતી. એક વધે છે કે અનેક એ હવે જોવાનું રહેશે.’ ‘પાંચ વધે છે કે સો એ પણ જોવાનું છે.' ને દુર્યોધને રજા માગી. જતાં જતાં એણે કહ્યું, ‘મારે હજી ઘણાં રાજ કુળોમાં પ્રવેશ ખેડવાનો છે. યાદવસેના આપવા માટે આપનો આભાર માનું છું. પ્રતાપી 268 D પ્રેમાવતાર મહાભારત B 269
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy