SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ નેમની નજર સરોવરના તરંગો પર હતી; રાજની દૃષ્ટિ રેવતગિરિનાં શિખરો પર હતી. ઓહ રાજ ! જીવન તો તરંગો જેવું છે !' નેમ સ્વગત બોલ્યો. એ તરંગો પર આપણું નાવ તરશે.” રાજ બોલી. શું એ રીતે ભવસાગર પાર થશે ?' ‘સુકાનીને હાથ છે બધું !” આમ એકબીજાં સહજભાવે વાતે તો જરૂર વળગ્યાં હતાં, પણ એમનાં નેત્રોનાં મિલન હજી બાકી હતાં, જાણે એમને એકબીજાને ધરાઈને જોયાં પણ નહોતાં, ત્યાં મળી દૃોષ્ટ ! તેમની નજર રાજ પર મંડાઈ ગઈ, રાજની નજર નેમ પર બિછાઈ ગઈ! સામે સહસમ્રવનના કિનારે મોર અને ઢેલ ક્રીડા કરી રહ્યાં. મનભર મોરલો કળા કરતો હતો, દિલભર ઢેલ ઓધાન ભરી રહી હતી. નૃત્ય કરી રહ્યાં હતાં. રે ! ઓછાબોલી ને હૈયાકોરી રાજ્યશ્રી પણ હવે કંઈક ગાઈ રહી હતી. એ જોઈ બીજી સુંદરીઓ એકબીજાને સંકેત કરી શાંત થઈ ગઈ. રાજ પોતાને લાધેલા કોઈ સ્વર્ગીય રાજ્યમાં ખોવાઈ ગઈ હતી. એ દિનદિશાનું ભાન ભૂલીને સ્વાભાવિક રીતે ગાઈ રહી : ‘કાળા તે ગયવર હાથીજી ! મોરી સઇયરું રે લોલ, કાળો તે મેઘ મલ્હાર, મોરી સઇયરું રે લોલ ! કાળી તે અંજન આંખડી મોરી સઇયરું રે લોલ ! કાળા પણ કામણગારા નેમ, મોરી સઇયરું રે લોલ !” “વાહ રે લુચ્ચી રાજ ! મીંઢી ! આજ તું બરાબર પકડાઈ ગઈ” આમ બોલતો સુંદરીઓનો સાથ ખડખડાટ હસી પડ્યો. રાજ્યશ્રી ખસિયાણી પડી ગઈ. એ શરમાઈ ગઈ. એની અંબુજ સમી આંખડી લજ્જાથી નીચે ઢળી ગઈ. ઓહ ! એના કપોલ પ્રદેશ પર જાણે કેસૂડાનો રંગ ઢોળાયો. ‘અલી રાજ ! શું કામણગારું તારું રૂપ ! બિચારા તેમને ક્યાંક તારો દાસ ન બનાવી દેતી !' | ‘અરે, એ તો ફિલસૂફ નેમની કવિતા બનશે. કવિતાની એક રેખા પાછળ કવિ ઝૂરે, એમ રાજ્યશ્રી એક અલકલટ પાછળ નેમ ઝૂરશે, જોજો ને !' એક સુંદરીએ ટોણો માર્યો. | ‘ભાઈ ! આ તો રાજ્યશ્રી જેવી નારીની શોધ ચાલતી હતી. એટલે ન મળી મનગમતી નારી, ત્યાં સુધી નેમજી બ્રહ્મચારી ! અને મળી ગઈ મનગમતી નારી તો નેમજીનું મન જાણે જળની ઝારી ! ઉડાડે પ્રેમરસના ફુવારા જી !' સ્ત્રીસમુદાય આજે વાણીના બંધનમાં નહોતો; જેટલાં મોં એટલી વાતો વહી નીકળી હતી ! ધીરે ધીરે પુરુષ સરકી ગયા. સત્યારાણી, રુકિમણી વગેરે પણ આઘાં ચાલ્યાં ગયાં. યાદવ સુંદરીઓ પણ વિદાય લેવા લાગી. ઉદ્યાન-સરોવરની પાળે હંસ અને હંસી જેવાં નેમકુમાર અને રાજ્યશ્રી એકલાં રહી ગયાં ! એકાંત નર-નારના ઉરપ્રદેશનાં દ્વાર ખોલનારું છે. ઉરનાં દ્વાર ખૂલ્યાં પણ ઓષ્ઠના દરવાજે હજી તાળાં રહ્યાં ! ન જાણે હાથે હાથ મિલાવી એ બે ક્યાંય સુધી ઊભાં રહ્યાં ! 262 પ્રેમાવતાર રથનેમિ અને રાજ્યશ્રી 1 263
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy