SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ આખે રસ્તે ભીડ હતી. ભીડ ચીરતા અનુચરો આગળ દોડતા હતા ને માર્ગને નિષ્ફટક કરતા હતા. રાણી વિચારમાં તકિયાને અઢેલીને બેઠાં હતાં. આ રૂપ, આ ઠસ્સો, આ જાજરમાનું વ્યક્તિત્વ પ્રજાને ભાગ્યે જ જોવા મળતું. કોઈ સારા-માઠા પ્રસંગે એ જોવા મળતું ત્યારે સહુ ધન્ય થઈ જતા. દિવસો સુધી ઘરઘરમાં રાણીનાં રૂપસુશ્રીભર્યા અવયવોની જ ચર્ચા ચાલ્યા કરતી, અને લગભગ કહેવત જેવું થઈ ગયું હતું. મથુરાની કોઈ સુંદરી ઠસ્સો કરીને નીકળે તો લોકો કહેતા : ‘જોઈ ન હોય તો મથુરાની મહારાણી !' મહારાણી વિચારતંદ્રામાં હતાં, ત્યાં એક ઘોડેસવાર નજીક આવ્યો. એણે ધીરેથી કહ્યું, ‘જય જય રાણીજી !' વિચારતંદ્રામાંથી જાગતાં હોય તેમ રાણી જાગ્યાં, ને જરા દેહને ટટ્ટાર કરીને બોલ્યાં, ‘મહાયશ ! કેવા વર્તમાન છે ?” | ‘અનિષ્ટ વર્તમાન !' આટલું બોલી એ થંભી ગયો. મહાયશ ન જુવાન ન પ્રૌઢ હતો. પણ કોઈ દેવદારૂના કાષ્ઠમાંથી મૂર્તિ કોરી ન હોય, એવો સપ્રમાણ પુરુષ હતો. એના ભવાં પર કાર્તિકેયનો ટંકાર હતો : ને આંખમાં શિવજીના ત્રિનેત્રની સુરખી હતી. એ મગધનો મહાન લડવૈયો અને મથુરાનો સેનાપતિ હતો. મગધરાજ જરાસંધે મૂકેલો એ માણસ હતો. સાચી વાત છે ?' - *ખોટી કહેવાનું જીભને મન થાય છે, પણ હૈયું ના પાડે છે, મહારાણી ! વાત સાવ સાચી !” ‘કેમ બન્યું ? ‘ન બનવાનું બન્યું - છોકરે છાશ પીધી. કહેવત છે કે છોકરે કંઈ છાશ પિવાય ? પણ મથુરાના રાજકારણમાં આજ છોકરે છાશ પિવાણી. છોકરાં મરદોને ભૂ પાઈ ગયાં.' મહાયશ બોલ્યો. ‘તમે બધાં કંઈ કરી ન શક્યાં ? તમારા મલ્લ પોચી માટીના નીકળ્યા ?' રાણી દમામથી પૂછી રહી. ‘મલ્લોએ તો આજ સુધી રાજનો માલ મફતનો ખાધો ! કેટલી ગાયોનાં દૂધ! કેટલાં દહીંનાં કુંડાં ! કેસર, કસ્તૂરી ને બદામ તો ન જાણે પહાડ જેટલાં રોજ ચટ કરી જતા ! ગોવાળિયા પાસે ગાય બેસી જાય એમ ખરે વખતે મલ્લ બેસી ગયા અને એમને છોકરાં છાશ પાઈ ગયાં.” 6 પ્રેમાવતાર ‘તમે પણ કંઈ ન કરી શક્યા ? મૂછે લીંબુ મફતનાં લટકાવો છો ?' રાણીએ મુદ્દાનો ને અંગત પ્રશ્ન કર્યો. | ‘અમે તો બહાર હતા, ગોવાળિયા માટે અમારી હાજરીની જરૂર માનવામાં આવી નહોતી; બે મલ્લ પૂરતા લેખાયા હતા ! પણ ન જાણે શું થયું? ને અત્યારે તો આખો રાજમહેલ એ ગોવાળો ઘેરી બેઠા છે. એમના એક હાથમાં ગોફણ ગલોલ છે, બીજા હાથમાં લાકડીનો ગોબો છે. સાથે પાંચ-પંદર સાંઢ અને ગાયોનું ધણ છે. સાંઢને જરાક સિસકાર્યા કે તોબા ! હજાર માણસનું ખળું કરી નાખે ! અને ગાય ? સીધી શીંગડે ચડાવે ! અંદર પ્રવેશ જ બંધ છે.' તો શું મને પણ અંદર નહિ જવા દે ? શિયાળિયાં ઘરધણી થઈ બેઠાં છે? થુ છે તમારી મર્દાનગીને !' રાણીએ બે હોઠથી થંકારનો પ્રયોગ કરતાં કહ્યું. એ આંખોમાં ભલભલા ગજવેલને ગાળી નાખે એવું તેજ હતું; એની સામે ભલભલો પુરુષ ઢીલો પડી જાય. ‘કદાચ ન પણ જવા દે.' સેનાપતિ મહાયશે કહ્યું. ‘મારે જવું જ છે, હું જઈશ.’ રાણીએ કહ્યું. ‘હું પ્રબંધ કરું છું.” શું પ્રબંધ કરશો ?” રાણીએ પ્રશ્ન કર્યો. ‘હું ગોવાળોને વિનંતી કરીશ.” મહાયશે કહ્યું. ‘તું ગોવાળોને વિનંતી કરીશ ? મગધરાજના મહાયોદ્ધાને ગોકળીઓની ગુલામી કરતાં શરમ નહિ આવે ?' મહારાણીનો પિત્તો ફાટી ગયો. ‘કહો તો તેઓની સાથે યુદ્ધ કરું, પણ મારી ગતિ પણ એ જ થશે.” મહાયશે કહ્યું. | ‘હું મારે મેળે જ જઈશ. મારે પ્રવેશ માટે વિનંતી કરવાની જરૂર નથી. હું જોઉં છું, મને કેવા રોકે છે ?” અને મહારાણી સુખપાલમાંથી ઊતરવા તલપાપડ થઈ રહ્યાં. એક પગ નીચે પણ મુક્ય ત્યાં ઉપાડનારાઓએ કહ્યું, ‘રાણીબા ! રાજમહેલ પહોંચવાને હજુ થોડી વાર છે.” ‘રે, હજી કેટલી વાર છે ? શું તમારામાંથી ચેતન સાવ હણાઈ ગયું છે, કે ગોવાળોએ તમારા પણ ગુડા ભાંગી નાખ્યા ? શીધ્ર કરો.' મહારાણીને હવે વિલંબ અસહ્ય હતો. રાજમહેલના દ્વાર પર આવતાં જ રાણીએ સુખપાલમાંથી કૂદકો માર્યો, સહેજ મથુરાની મહારાણી 7
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy