SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ‘એ બધું તમે જ કરજો.’ ને રાજ મોટી બહેનના ભુજપાશમાંથી છૂટવા પ્રયત્ન કરી રહી. ‘તો પછી તારે બદલે પરણશે કોણ ?' મોટી બહેને પ્રશ્ન કર્યો. જેને ગમે તે પરણે !! ‘તું કુંવારી રહીશ ?’ ‘હા, જો મોટા બહેન મને રોજ પોતાની સાથે રાખે તો !' રાજ્યશ્રીના જવાબ એવા વહાલભર્યા, મીઠા, મનભર હતા કે માણસ એના ઉપર ઓળઘોળ થઈ જાય, વગર જંજીરે જકડાઈ જાય. અને એ સ્નેહજંજીરોમાં માત્ર મોટી બહેન જ જકડાયેલી નહોતી, યાદવકુળના અનેક નબીરાઓ રાજ્યશ્રીની તસવીરને પોતાની આંખોમાં સમાવીને બેઠા હતા. કુંવારી કન્યાને સો વર, ને સો ઘર એ ન્યાયે અનેક યાદવકુમારો એનું માગું કરવા આવતા, પણ યાદવ પિતા તો કહેતો, ‘સત્યાને મળો ! અમારા કુટુંબની કર્ણધાર સત્યા છે.’ પણ સત્યા તો ભલભલાને પાણી પાય એવી હતી. કેટલાક એની પાસેથી નારાજ થઈને સ્વયં રાજ્યશ્રીની મુલાકાત લેતા. જરાક વાતમાં, થોડું વર્તનમાં આગળ વધવા જતા કે એ લોકોને રાજ્યશ્રીનો પરચો મળી જતો. એ લોકો સ્વાનુભવે કહેતા. ‘તલવાર સરખી ઊજળી રે ઢોલા ! તજ સરીખી તીખી રે ઢોલા !' ફૂલ જેવી સુકુમાર માનેલી રાજ્યશ્રી એ વખતે એમને વજ્ર જેવી લાગતી, જે ભલભલાના આશાના મિનારા ક્ષણવારમાં જમીનદોસ્ત કરી નાખતી. એ રાજ્યશ્રીએ બધા યાદવ યુવાનોને ના ભણી દીધી, પણ ક્ષત્રિય રાજકુંવર થમિને એ ચોખ્ખીચટ ના સુણાવી શકી નહીં, સત્યારાણી જેમ રાજની મોટી બહેન હતી, એમ રથમિ નમકુમારનો નાનો ભાઈ હતો; નેમકુમા૨થી વધુ ઉત્સાહી, વધુ આકર્ષક અને સંગ કરવો ગમે એવો ફાંકડો નર હતો. રાજને રથનેમિ સાથે છૂટથી વાર્તાલાપ કરતી જોઈ, કંઈ કંઈ વાતો ઘડી કાઢી, સોની સોનામાંથી અજબ અજબ ઘાટ ઘડે તેમ, લોકો રથનેમિની ઈર્ષ્યા કરવા લાગ્યા ને કહેવા લાગ્યા, રાજકુમાર ૨થનેમિ ! કોઈની પણ જાળમાં ન સપડાતા સોનેરી પંખીને તેં આબાદ સપડાવ્યું ! ભારે ભાગ્યશાળી ! બધી યાદવસુંદરીઓમાં કંઈ ને કંઈ ખોડ તો જરૂર કાઢી શકાય; જેમ કે રુકિમણી વધુ ટાઢી, સત્યારાણી વધુ તીખી, 250 7 પ્રેમાવતાર પણ આ રાજ્યશ્રીમાં તો શોધવા જતાં એક પણ ખોડ ન જડે ! સર્વ રૂપથી વિભૂષિત! સર્વ ગુણથી અલંકૃત !! રૂપવિવેચકો વિવેચન કરતા : બધી સુંદરીઓ જીવનમોહિનીનું સ્વરૂપ, રાજ્યશ્રી સ્વપ્નમોહિનીનું રૂપ ! એને જુએ કે માણસ સ્વપ્ન જોતો થઈ જાય ! પછી એને સ્વપ્નમાં રાજ્યશ્રી જ દેખાય, પણ જાગે ત્યારે ન મળે એ સ્વપ્નસુંદરી ! જીવનમોહિનીનો સ્પર્શ સંગ થાય, એની સાથે આનંદપ્રમોદ પણ થાય, પણ સ્વપ્નોહિની તો માત્ર સ્વપ્નમાં જ રહે ! સ્વપ્ન પણ કેવું ? જેના મોહમાંથી જીવનભર ન છુટાય એવું ! રાસ રમતી રાજ્યશ્રીને નીરખો અને એ સ્વયં રાગમૂર્તિનો અવતાર લાગે. એને નિર્ભેળ પ્રેમથી બોલતી સાંભળો એટલે પ્રેમમૂર્તિ લાગે. કોઈને કંઈ આપવા બેસે ત્યારે પાછું વળીને ન જુએ. એ કહે, “મારા-તારામાં ભેદ છે, ત્યાં સુધી જ આ બધી વિટંબણા છે. સામાન્ય માણસ જ સંસારનો સાચો સુખી જણ છે. ન પરતંત્રતા, ન પરાવલંબન ! રાજા વધુ પરવશ છે - એનું સૈન્ય ફરી જાય તો? શ્રીમંત વધુ ગરીબ છે - એનો ખજાનો કોઈ કબજે કરી લે તો ?' સત્યારાણી એને જવાબ આપતી, ‘તો તો કોઈ ભિખારીને જ પરણજે ! તને ખબર તો પડે !' ‘બહેન ! શોધી લાવોને, કોઈ રાયથી ચડતા ટૂંકને, જેની અંતા પાસે જગત આખું દીનતા દાખવતું હોય !! ‘જોઈ ને કેવી ચાલાક છે ? બોલે બંધાવું નથી., પણ યાદ રાખ ! એવો જ વર શોધી રાખ્યો છે તારા માટે !' ‘હું ક્યાં ડરું છું, બહેન ! મોટી બહેન બેઠાં હોય, ત્યાં સુધી નાની બહેનને કોઈ વાતનો ડર કે સંકોચ ન હોય.’ ‘પેલા રથનેમિને ચકરાવે ચડાવ્યો છે, તે કંઈ મારા ધ્યાન બહાર નથી, હોં !' જુવાની તો એવી છે કે એમ ને એમ ચકડોળે ચડાવે છે. હું ક્યાંય ચકડોળે ચડી ન બેસું એનું ધ્યાન તમારે રાખવાનું છે.’ ‘તને કોણ ગમે એનું ધ્યાન મારે રાખવાનું છે ?' ‘હા, હા, સત્તર વાર ! મોટાં બહેન કંઈ અમસ્તાં થવાય છે ? તો હું તો રથનૈમિના બદલે તેમનું નામ આપું.' સત્યારાણીએ સ્પષ્ટ કહ્યું. ‘તમે જે નામ આપો તે મારે આંખ માથા પર. પણ પાછાં કોઈની લાગવગ લાગી કે મોટાં બહેન વાકૂકડાની જેમ ક્યાંક મોં ફેરવી ન બેસે !' રાજ્યશ્રી ખડખડાટ નેમિનો પડકાર I 251
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy