SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ શૂલની જેમ ખટકતો હતો. કદાચ પોતાનું વેર વાળવા એ તેમને હાથમાં લેવા માગતા હોય. - રાજદૂતો તેમને મળ્યા. તેને પૂછ્યું, ‘સિંહ થઈને આ ગુફામાં કોણ આવ્યું હતું?’ આ લોહચુંબકની દુનિયામાં એ મીણની મૂર્તિ બની રહેતો, જેમ ગમે તેવો કાતિલ તેજાબ પણ ગાળી શકતો નહીં. વળી એ થોડે દૂર જતો અને એક સ્ત્રી-પુરુષ હાથમાં સુંદર શિશુને રમાડતાં સામેથી આવતાં. તેઓ નેમકુમારને રોકી લેતાં અને કહેતાં: ‘નિર્ણય આપો ને પ્રિય નેમજી ! સંસારમાં શું છે સાચું અમૃતજી ?' સ્ત્રી ફરિયાદ કરતી : ‘હું કહું છું કે સ્ત્રી જ સંસારનું સાચું અમૃતજી !” પુરુષ કહેતો : ‘હું કહું છું કે પુરુષ એ જ દુનિયાનું સાચું અમૃતજી !' નેમ ન્યાય આપતા : “સંસારનું સાચેસાચું અમૃત તો બાળક ! કેવું કાલું ઘેલું! કેવું બોળુભોળું !' સ્ત્રી પૂછતી, ‘તમે અંતરની વાણી બોલો છો કે ઉપરની ?' નેમ કહેતા, ‘ઉપરની વાણી કોને કહેવાય એ તો હું જાણતો પણ નથી.’ સ્ત્રી પૂછતી, ‘તો પરણવાની વાત પર તમે પાણી શા માટે મૂક્યું છે ?” નેમ કહેતા, “કોણે કહ્યું તમને ?' પુરુષ કહેતો : ‘અમને કહ્યું તમને, સંતાન સંસારનું અમૃત છે, તો તમે તેથી કાં વંચિત છો ? પારકાને ઉપદેશ આપવામાં પંડિત લાગો છો !' નેમ હસી પડતાં, બોલનારનો આશય કળી જતાં, ને મોં મલકાવતાં આગળ વધી જતાં. પણ ધીરે ધીરે રાજભવનોની સિંગારિકતા નેમને ખટકવા લાગી, એ જ્યાં ત્યાં ફરતા ઓછા થઈ ગયા, અને વધુ સમય રેવતગિરિ પર જ ગાળવા લાગ્યા. યાદવ રાજ મંડળીને આ સમાચાર મળ્યા ત્યારે કહ્યું, ‘તપાસ રાખો. નેમ ક્યાંક કાયાકલ્પ કરીને શરીરને વજાંગ બનાવતો હશે, ગુરુ ગર્ગાચાર્યનો કોઈ ચેલો એને ભેટી ગયો ન હોય !' દૂતો રેવતગિરિનાં શિખરોમાં ઘૂમવા લાગ્યા. એક દહાડો શંકા ભૂત ને મંછા ડાકણવાળા આ પરિચારકોએ તેમની ગુફામાંથી એક સિંહને પૂંછડું દબાવીને ભાગતો જોયો. બધા વિચારમાં પડી ગયાઃ શું કોઈ જંગલનો સિંહ હશે ? શું વિઘાએ વિદુર્વેલો સિંહ હશે ? યાદવોથી ખફા થયેલા યાદવગુરુ સિંહ થવાનો મંત્ર જાણતા હતા. તેઓ કદાચ તેમને મળવા આવ્યા હોય. તેમને તેમના બળની જાણ કોઈ દ્વેષીઓએ કરી હોય ! લોઢાનો નાશ લોઢાથી થાય ! ગુરુને પોતાના પુત્રસમા કાળયવનનો સંહાર 242 1 પ્રેમાવતાર ‘મારું મૃત્યુ !' નેમે નિખાલસતાથી જવાબ વાળ્યો. ‘તો પછી એ કેમ પાછું વળી ગયું ?' ‘મૃત્યુનું મૃત્યુ મારી પાસે બેઠેલું હતું, એને જોઈને !' સવાલ-જવાબમાં ખાસ સમજ ન પડી. પણ રાજ દૂતોએ કામગીરીનાં મોટાં મોટાં વર્ણનો લખીને દ્વારકામાં મોકલ્યાં. દ્વારકામાં શંકાડાકણ મજબૂત થઈને ભલભલાને વળગી : નેમની અદ્ભુત શક્તિ માટે કોઈ કંઈ તો કોઈ કંઈ વિચાર કરવા લાગ્યા. પણ હવે લીધી વાત અધૂરી મુકાય એમ ન હતું, આડી રાણી સત્યાની બાંધેલી પાળ હતી. એણે હું કમ છોડ્યો કે મારી રજા સિવાય નેમકુમારને કોઈ ન મળે ! સત્યાની આજ્ઞા એટલે વજની લકીર ! શ્રીકૃષ્ણની આજ્ઞાનો ભંગ કરીને માણસ સુખે જીવી શકે, સત્યારાણીની આજ્ઞાના ભંગનું જોખમ ભારે હતું. રાણી સત્યા એક દિવસ પોતાની સાહેલીઓના પરિવાર સાથે રેવતગિરિ પર સંચર્યો. વસંત પૂરી થતી હતી, ને ગ્રીમ ડોકિયાં કરતી હતી. બધાએ રેવતગિરિ પરના સહસામ્રકૂટ વનમાં જઈને ધામા નાખ્યા. વસંત ઋતુ કામદેવની ઋતુ છે. આ ઋતુમાં કામદેવ પોતાનાં પંચપુષ્પનાં બાણ ભાથામાં નાખી ફરવા નીકળી પડે છે; સાથે એની પત્ની છેલછબીલી રતિ હોય રતિ અને કામ જ્યાં જ્યાં થઈને પસાર થાય છે, ત્યાં ત્યાં યુવાન દંપતીઓમાં કોલાહલ મચી જાય છે. ઘડીએ કનો વિયોગ પણ તેઓને પોષાતો નથી ! ઘરબાર છોડી આ જુવાન જીવો બહાર નીકળી પડે છે; ને બકુલવૃક્ષની નીચે, એકબીજાના ઉત્સગે બેસી મદનને સજીવન કરનાર સંજીવની સમી મદિરાના જામ ભરવા લાગે છે. કેટલાક પુરુષો હાથમાં વીણા લઈને વગાડતા ફરે છે, ને રતિસ્વરૂપા સુંદરીઓ ફાગ ગાવા લાગે છે. એના ફાગના સૂરોમાં અલબેલાને ભાવભર્યું અને દર્દભર્યું આમંત્રણ હોય છે. નહિ આવે તો પુરુષત્વહીન જાણીશ, એવો ક્યારેક ઉપાલંભ પણ જલક્રીડાની તૈયારી D 243
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy