SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ન્ માપની દુનિયા હજી મને દૃષ્ટિગોચર ન થઈ હોય. મને વિદાયની અનુજ્ઞા આપો ! જુઓ ને, પંખી પણ આખો દિવસ સાથે ચરી, સાંજે શાંતિથી પોતાના માળા તરફ ઊડી જાય છે. કોઈ જુદું પડે તો એ ક્યારેય ઝઘડો કરતાં નથી. કૃપા કરી મને પણ મારા રાહ તરફ જવા દો !' નેમના શબ્દોમાં અંતરના ભાવોનો રણકાર હતો. પણ સંસારના રાજકારણી જીવોના કાન બહેરા ને મન મેલાં હોય છે; એ કદી અંતરનો રણકાર સાંભળી શકતા નથી. નેમકુમાર સ્વસ્થ ચિત્તે યાદવોની વચ્ચેથી નીકળી ગયા. એમના મુખ પર રીસ કે ખીજની એક પણ રેખા નહોતી ખેંચાણી જાણે કોઈ બાલયોગી ચાલ્યો. યાદવકુળમાં આમ તો યુવાનોનું જ વર્ચસ્વ હતું અને જુવાનોએ જ ક્રાંતિ કરી હતી. શ્રીકૃષ્ણ નાના હતા, પણ એ સંઘરાષ્ટ્રના નેતા હતા; યાદવકુલણિ લેખાતા હતા. પીઠ પાછળ શ્રીકૃષ્ણની નેતાગીરીની આનાકાની કરનારા તેમના મુખ આગળ એમના ચરણ ચૂમતા ! ‘શું ચાલી રહ્યું છે ?’ શ્રીકૃષ્ણે પોતાની મજાક ભરી રીતે પ્રશ્ન કર્યો. રાજકારણના કીચડમાં પડીને કમળની જેમ નિર્લેપ રહેનાર આવો નર આખી દ્વારિકામાં બીજો શોધ્યો જડે એમ ન હતો. જ્યારે જુઓ ત્યારે હસમુખ, રમતિયાળ, નાના બાળકની જેમ કંઈક અડપલા કરનાર ! એમાં પણ યાદવ સત્રાજિતના બે મણિમાં ચેતનમણિ તરીકે સત્યા મળી ત્યારથી તો એમના આનંદપરિહાસ ઓર વધ્યા હતા ! ‘નેમને પરણાવવાની વાર્તા.’ યાદવ મંડળે કહ્યું. ‘શું થયું ?’ ‘નેમે ખૂબ ઊંડી ફિલસૂફી છાણી.' ‘એટલે ના પાડી એમ જ ને ?' સત્યાએ જરાક આગળ આવીને કહ્યું. ‘હા.' ‘તમારી માથાકૂટ મફતની હતી.' સત્યાએ રૌફથી કહ્યું. ‘હા, હા, હવે યાદવોમાં અક્કલ માત્ર જુવાન-યુવતીઓ પાસે જ રહી છે! અમે બધા તો...’ વૃદ્ધ યાદવરાયે કહ્યું. ન ‘મુરબ્બીઓ, એમ નથી, સંસારનો કાયદો છે કે કહ્યો કુંભાર ગધડે ન ચઢે!' ‘તો પછી તમે એને મનાવો.' ‘ભલે, તમે બધા એ વાત મૂકી દો !' સત્યાએ વૃદ્ધોનો પડકાર ઝીલી લીધો. 238 7 પ્રેમાવતાર 32 જલીડાની તૈયારી રાણી સત્યાના તેજભર્યા રૂપની ધાર પાસે યાદવોની તાતી તલવારની ધાર પણ બૂઠી બની જતી ! એના સૌંદર્ય પાસે સ્વસ્થ રહેવું એ ભલભલા મહાત્માઓને માટે પણ દુષ્કર હતું ! સત્યાના રાગ અને વિરાગ અજબ હતા, એના પ્રેમ અને દ્વેષ પણ ગજબ હતા. એ જેને ચાહે એ એને વશવર્તી થઈને રહેતો. એ જેનો દ્વેષ કરે એ દુનિયામાં સુખચેનથી ન રહી શકતો. સ્વાભાવિક રીતે અન્ય કોઈ પિતાની પુત્રી પોતાના પિતાના જ દ્વેષનું પાત્ર બનેલા પુરુષ સાથે પરણવાની હિંમત ન કરી શકે, સત્યાએ એ હિંમત કરીઃ અને જાણે એણે પિતાને ઉપકૃત કર્યો. સત્યાનો મિજાજ સ્વતંત્ર હતો. એ મિજાજની આડે આવનાર કોઈ સુખરૂપ પાછો ફરી શકતો નહિ. લાચારીથી લગ્નચોરીમાં પોતાની પુત્રીનું કન્યાદાન આપનાર યાદવ સત્રાજિતના મનમાં પોતે કોઈ હિંસક યજ્ઞમાં બિલ હોમતો હોય એથી જુદી ભાવ ન હતો; પછી એને નાછૂટકે કબૂલ કરવું પડ્યું કે સત્યાને માટે શ્રીકૃષ્ણથી વધુ સારો વર બ્રહ્માંડમાં મળવો મુશ્કેલ હતો ! રુકિમણી લાજવંતીના ફૂલ જેવી હતી. એ તો આખો દહાડો લજ્જાને જ ભૂષણ માનીને ચાલતી. સત્યા સૂર્યમુખી ફૂલ હતું. સૂર્યની ગતિની સાથે સાથે એ ફર્યા કરતું. એને થાક નહોતો, કંટાળો નહોતો. સિંહની સાથે સ્પર્ધા માંડવાનો જુસ્સો એના મસ્તકને સદા ડોલાવ્યા કરતો. એ જુસ્સામાં ને જુસ્સામાં જ આજે એણે વાતવાતમાં નેમને સંસાર તરફ અભિલાષી કે આસક્ત બનાવવાની પ્રતિજ્ઞા કરી લીધી હતી ! એ માનતી હતી કે
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy