SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ 26 મણિની શોધમાં શ્રીકૃષ્ણનો ઘણા દિવસથી પત્તો નથી ! એ રથ શાળામાં નથી, રથ છૂટો પડ્યો છે. એ ગજ શાળામાં નથી, ત્યાં ગજ રાજ આળસુ બનીને સૂતા પડ્યા છે. | રે, એ એમની પ્રિય શસ્ત્રશાળામાં પણ નથી. શસ્ત્રવિભાગ અને અસ્ત્રવિભાગ એમના વિના સૂના પડ્યા છે. કારીગરો શ્રીકૃષ્ણ વિના હાથ જોડીને બેઠા છે. તો દ્વારકાનો સાચો સ્વામી અને અનાથ યાદવોને સનાથે કરનાર શ્રીકૃષ્ણ ક્યાં હશે ? રાજધુરિણોનો એ નેતા હતો, રાજકારણમાં રથની ખીલી પણ એમના વિના આઘીપાછી ન થતી. બાળકોના એ બાળમિત્ર હતો; ને સ્ત્રીઓના તો એ સાચા સખા હતા ! બાળકો એમના વિના રમત છોડીને મોટા માણસની જેમ ગંભીર બની બેઠાં હતાં ! અરે, દ્વારકામાં માણસોનો ક્યાં તુટો છે ? પણ બાળકો સાથે બાળક બનીને ખેલનાર શ્રીકૃષ્ણ બીજે ક્યાં મળે ? અને જ્યાં બાળકો ન હસે ત્યાં તો સ્મશાન જ વસે ને ? શ્રીકૃષ્ણ મલ્લવિદ્યામાં કુશળ હતો, એટલા જ યોગ વિદ્યામાં નિપુણ હતા. ભલભલા યોગીઓ એમની આ પરમહંસ અવસ્થા જોઈ થીજી જતા ! જેવા કર્મમાં નિપુણ એવા યોગમાં કુશળ ! એ પરમહંસને સંસારની બે મહા પીડામાંથી એક પીડા આજે પાછળ પડી હતી : કોચન અને કામિનીમાંથી કાંચનની કરુણતાનો અત્યારે એ કડવો અનુભવ કરી રહ્યા. અકિંચન યાદવોના ઘરમાં એમણે કાંચન ભર્યું હતું. એમના જ લીધે છપ્પન કોટી યાદવોમાં ઘણાંને ઘેર સોનારૂપાના વરસાદ વરસ્યા હતા અને ઘણાની સમૃદ્ધિને તો સીમા જ નહોતી રહી. આ બધા પ્રતાપ શ્રીકૃષ્ણના ! અરે ! યાદવમાત્રને સંહારવા આવેલ કાલયવનને પોતાનો જાન જોખમમાં મૂકી શ્રીકૃષ્ણ કેવી રીતે સંહાર્યો એ કથા હજુ ગઈ કાલની જ હતી; અને એટલામાં શું બધું ભુલાઈ ગયું ? કે નગુણા યાદવો ! અને બીજું તો ઠીક પણ શ્રીકૃષ્ણના જેવા પવિત્ર પુરુષને માથે મણિ ચોરવાનો આરોપ મૂક્યો ? દરિયાને કહ્યું કે તું કુવાનું પાણી પી ગયો ! સૂર્યને કહ્યું કે તું અગિયાનું તેજ હરી ગયો ! રે ! શ્રીકૃષ્ણ ભરી દ્વારકા છોડી ગયા, હતાશ હૈયે ચાલ્યા ગયા તો એમની પાછળ કેમ કોઈ ન ગયું ? સંસાર શું આટલો બધો સ્વાર્થી છે ! ગઈ કાલના ઉપકારો શું એ આટલી સહેલાઈથી વીસરી શકે છે. કાલ જેના શબ્દ પર પ્રાણ પાથરતા, આજ એની દેહ સામે પણ જોવાનું નહીં ? શું સંપત્તિ મળી, એટલે સર્વસ્વ મળી ગયું? શું સામ્રાજ્ય મળ્યું, એટલે જગ જીતી ગયા ? સ્વાર્થની જ સગાઈ ? દ્વારકાની શેરી શેરીમાં આ સવાલ ગુંજતો હતો; પણ સવાલ કરનારને જવાબ દેનાર કોઈ નહોતું. સંસારમાં તેજોદ્વેષ એક અજબ વસ્તુ છે. વગર દુશ્મનાવટે એ દુશ્મન સરજે છે ! કોઈની ઉન્નતિ જોઈને દાઝનારા અને પડતી જોઈને રાચનારા લોકો સંસારમાં વિશેષ છે ! દ્વારકાના યાદવોમાં પણ આવા બે પ્રબળ પક્ષ હતા : એક સજ્જન અને બીજો તેજોષી. - તેજોષીને ઘેર શ્રીકૃષ્ણના અદૃશ્ય થવાથી અવર્ણનીય આનંદ હતો. એમને થયું : અરે, દ્વારકાનું રાજ શ્રીકૃષ્ણ હોય તો જ ચાલે, એ પાંગળી મનોદશાનો હવે અંત આવશે ! યાદવો આત્મનિર્ભર બનશે. ફિલસૂફી તો મીણના પિંડા જેવી છે, જેવો ઘાટ ઘડવો હોય તેવો ઘડી શકાય. આ હર્ષ કે શોકભરી દ્વારિકા નગરીથી પર બનીને શ્રીકૃષ્ણ અંધારી અટવીઓ ને દુર્ગમ પહાડો વીંધી રહ્યા હતા ! સિંહ તો એ કલવાયો જ શોભે ! સિંહને સંગાથ શા ? છતાંય થોડા સંગાથીઓ એવા હતા કે જે શ્રીકૃષ્ણનો એકદમ સાથ છોડવા માગતા નહોતા. શૂરવીરોનો આ સાથ રૈવતક પર્વત પર પહોંચ્યો, અને એમને ભાળ મળી ગઈ કે સત્રાજિત યાદવનો ભાઈ પ્રસેન અહીંથી પસાર થયો છે. શ્રીકૃષ્ણ એનું પગેરું દબાવ્યું. એમણે કહ્યું, ‘નક્કી આ પ્રસેન જ મણિચોર છે!” ટુકડી આગળ વધી, પણ પ્રસેનની ગતિ પંખીના જેવી હતી. ગુફાઓ અને મણિની શોધમાં 1991
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy