SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ 1 મથુરાની મહારાણી મદભરી પ્રિયાનાં લાલ નયનસમો સુરજ પશ્ચિમાકાશમાં આથમતો હતો. સંધ્યાસુંદરી નગરીનાં સુવર્ણરસ્યા હર્યો પર પોતાની રક્તિમા પાથરી રહી હતી. વિહંગમોનાં ગાન હજુ અવરિત ચાલુ હતાં ને સુવર્ણ પિંજરનાં શુક્રસારિકા હજુ પ્રેમાલાપમાંથી પરવાર્યાં નહોતાં. પ્રેમભક્તિભરી પનિહારીઓ, ઊજળાં બેડાંમાં પોતાના મુખકમળની અનેક છબીઓ જોતી, હજુ જળ ભરી રહી હતી. મંદિરોમાં આરતીની તૈયારીઓ હતી. રાજભવનમાં દીપશિખાઓની આલિ રચાઈ ગઈ હતી. ગણિકાઓ ને નૃત્યાંગનાઓ પગમાં ઘુંઘરુ બાંધી ચંદનના બાજઠ પર બેઠી બેઠી ઠમકા લઈ રહી હતી. મદ્યાલયમાં રોજની જેમ આજ પણ નવનવો આસવ ઘોળાઈ રહ્યો હતો. મથુરા નગરીની શાંત પ્રશાંત બજારો વચ્ચેથી એકાએક ઘોડેસવારો દોડધામ કરતા દેખાયા, જેવા શ્વાસભેર અંતઃપુર તરફ ગયા, તેવા શ્વાસભેર તેઓ પાછા વળ્યા. સરોવરના શાંત જળમાં કાંકરી પડે અને વર્તુળો રચાઈ જાય એમ સર્વત્ર ખળભળાટ થઈ રહ્યો. હાંફતા સવારો પાસે ઘણા લાગવગવાળા શ્રેષ્ઠીઓ સમાચાર મેળવવા દોડ્યા. અશ્વો વેગમાં હતા, છતાં કેટલાક જુવાન કૌતકીઓ ઘોડાની ચાલે ચાલીને સમાચાર મેળવી રહ્યા. અશ્વારોહીઓ અડધું બોલ્યા, અડધું ન બોલ્યા, ને આ લોકો પૂરું સમજી ગયા. જે સમાચાર મળ્યા, તેથી સાંભળનારનાં હૈયાં થંભી ગયાં. ઘડીભર હૈયાના શ્વાસોશ્વાસ અટકી ગયા હોય તેમ બધા અધ્ધરશ્વાસ થઈ ગયા. ન માની શકાય તેવી એ વાત હતી. જ્યાં જ્યાં સમાચાર પ્રસર્યા, ત્યાં ત્યાં અજબ આશ્ચર્ય પ્રવર્તી રહ્યું. અંતઃપુરમાં રાણીઓએ સિંગાર અડધો છોડી દીધો, ને રાજમહેલ પરના ચોકીદારો જીવતાં
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy