SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ના રે ના ! મને કોઈનું ગળું કપાવવામાં રસ નથી, આમાં તારું ગળું ક્યાં કપાય છે, એ તો મને સમજાવ.' નેમે કહ્યું. ‘તો સાંભળી લે. તારા કૃષ્ણનાં કારસ્તાન !' પ્રસેને એકદમ જોશમાં આવીને કહ્યું. “મારો ફણ ! આ તું કેવી વાત કરે છે ? શ્રીકૃષ્ણ તો સહુ યાદવોનો છે. એ ન હોત તો યાદવોનું નામોનિશાન ન હોત. શ્રીકૃષ્ણને મારા ન સમજી જે કહેવું હોય તે નિશ્ચિત ભાવે કહે.” સાંભળો નેમકુમાર ! યાદવો દ્વારકામાં આવ્યા ત્યારે બધી માલમિલક્ત મથુરામાં મૂકીને ખાલી હાથે આવ્યા હતા. હું અને મારા મોટા ભાઈ સત્રાજિત ચાર ચાર પેઢીઓથી શ્રીમંત છીએ, અમારી પાસે એક મણિ છે.' પ્રસેન વાત કરતાં થોભ્યો . મણિ ? કેવો મણિ ?” નેમે પૂછયું. ‘અભુત મણિ !' ખોટી વાત ! માનવીના જીવન જેવો બીજો કોઈ અદ્ભુત મણિ નથી. પેલો મણિ બહુ બહુ તો બાર યોજનને અજવાળે, અને આ મણિ તો ત્રણ ભુવનને અજવાળે. તારો કાચ-મણિ માટી, મારો જીવન-મણિ સુવર્ણ !' ‘રે ઘેલા નેમ ! આકાશમાં ન ઊડ, જરા પૃથ્વીનો જીવ થા, ને અમારો મણિ પાકા જાંબુના જેવા ગાઢ રંગનો છે. એની અંદરથી વીજળીના જેવો પ્રકાશ વેરાયા કરે છે. મારો ભાઈ અને પૂજાના મંદિરમાં સોનાના સિંહાસન પર રાખે છે. યાદવો રોજ એનાં દર્શને આવે છે.' ‘જ ગતની સુવર્ણતૃષ્ણા ભારે જબરી છે !' નેમ વળી ફિલસૂફી છેડી. પ્રસેને તે તરફ ધ્યાન આપ્યા વગર કહ્યું. ‘એક દિવસ શ્રીકૃષ્ણ એ મણિ જોવા આવ્યા. મારો ભાઈ સત્રાજિત ભારે ચકોર માણસ છે. અમે તરત કહ્યું કે શ્રીકૃષ્ણ જેવો માણસ મણિને જોવા આવે, એટલે જરૂર દાળમાં કંઈક કાળું હોવું જોઈએ. મુસદીઓનાં મન પાતાળ જેવાં અતાગ હોય છે.' ‘દાળમાં શું કાળું લાગ્યું ?' મણિ પડાવી લેવાની ઇચ્છા.” ‘જેણે દ્વારકાનું સિંહાસન પોતાનું ન કર્યું, એ શ્રીકૃષ્ણ તમારા મણિમાં મન ઘાલે ખરા ?” ‘ઘાલે, જરૂર ઘાલે, માણસના મનનું કંઈ ન કહેવાય !' પ્રસેને કહ્યું. 194 પ્રેમાવતાર ‘બધાનું મન જાણી શકાય, એક માણસનું નહિ, કાં ?” ‘હા’ પ્રસેને કહ્યું. માણસ બધા જીવોમાં વડો અને એને માથે આવું દોષારોપણ ?” * શ્રીકૃષ્ણ ઉસ્તાદ છે. રાજના સિંહાસને બેસવામાં શો લાભ ભલા ? કામ સહુનું કરવાનું ને ઊંઘ વેચી ઉજાગરો મોલ લેવાનો. વળી લોકમાં અપજશ મળે એ નફામાં.” ‘શું શ્રીકૃષ્ણ એ મણિ માગ્યો હતો ?' ‘ના, માગે એ મુસદી નહિ; આ તો પગે કમાડ વાસનારા લોકો. આપણે સમજી લેવાનું કે એમણે જે ચીજનાં વખાણ કર્યા, એ ચીજ એમને અર્પણ કરવાની !” પ્રસેને કહ્યું. ‘ત્યારે બલરામ એમની સાથે નહોતા ?' ના, એ તો જુદા સ્વભાવના માણસ છે. એમને ક્યારેય બલરામની ભીતિ લાગે નહિ. શ્રીકૃષ્ણ તેમને કહેવા લાગ્યા કે ચાલો મણિ જોવા, તો એ બોલ્યા, ‘તું તારે જો, મારે મન તો મણિ કરતાં આ કાકડી અને કોળાનો વેલો મોટો છે.” ‘સરસ, કારણ કે એ માણસની ભૂખ મટાડે છે; ને મણિ તો ઊલટી માણસમાં ભૂખ જગાડે છે !' નેમે કહ્યું.. ‘બલરામને તો ખેતી કરવી, નવરાશે પાસા રમવા ને એકાંતે મધ પીવું - એ ત્રણ વિષયો પ્રિય છે; એ સિવાય એમનું બીજામાં ધ્યાન જ નથી.' “મોટા જે આચરે છે, નાના એ પ્રમાણે કહે છે. આ બલરામ ક્યારે મધ ને પાસા છોડશે ?' શ્રીકૃષ્ણ એમાંથી મુક્ત છે; એ સાચેસાચા નાયક છે યાદવોના!' ‘એ એક વાતથી મુક્ત હશે, તો બીજી કોઈ વાતમાં નિપુણ હશે. અમને બધાને શ્રીકૃષ્ણનો ડર લાગે છે. મણિ પર એની નજર પડી છે. લીધે છૂટકો કરશે! પણ અમે એની સામે મુસદીવટ આચરવાનો નિર્ણય કર્યો. ખોડ ભુલાવવી છે એની! રંગ જામે એ જોજે. હું એ મણિ લઈને બહાર ચાલ્યો જાઉં છું. કોઈને કંઈ કહેતો નહીં.’ ‘વારુ !' નેમે કહ્યું, ને પ્રસેન ઝડપથી આગળ વધી ગયો. રેવતાચળ ખૂબ ગરમ બની ગયો હતો; પણ સંસારના સ્વાર્થના તાપ પાસે નેમને આ તાપ નગણ્ય લાગતો હતો. પહાડની તળેટી પાસે નેમ પહોંચ્યો ત્યારે એના ચિત્તમાં સંસારમાંથી સુવર્ણનો મોહ કઈ રીતે દૂર થાય તેની જ વિચારણા ચાલી રહી હતી. થોડી વારમાં એક ટોળું પોકાર કરતું આવ્યું. આગળ એક વૃદ્ધ યાદવ ચાલતો મણિનો ચોર n 195
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy