SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ 23 કાંટે કાંટો કાઢ્યો. સાર્થવાહે શ્રીકૃષ્ણ એકલે હાથે કાલયવનનો સંહાર કર્યાની શૌર્યકથાને આગળ વધારતાં કહ્યું : શ્રીકૃષ્ણ એકલા જ મથુરાના ભયંકર વેરાન માર્ગ પર નીકળ્યા. મથુરાથી થોડે દૂર રહ્યા, ત્યારે આખો માર્ગ માનવ-કંકાલોથી બિહામણો બનેલો અને માનવમાંથી ગંધાઈ ઊઠેલો હતો. સ્ત્રીઓનાં ભગ્નકંકણોના ઢગ રચાયા હતા, અને સિંદૂરધારાની જેમ જ્યાં ત્યાં રક્તધારાઓ વહેતી હતી. કાલયવન ખરેખર કાલરૂપ જ હતો. જ્યાં જતો ત્યાં ત્રાસ વર્તાવી દેતો. લોકો એનું નામ સાંભળી ઘરબાર છોડી ભાગી જતાં. સમી સાંજે કાલયવન અને તેના સાથીઓ સ્ત્રીઓને અને પશુઓને ખોજવા નીકળતા. શિકારી શિકાર ખેલવાની મોજ માણે એમ એ બધા બખોલમાંથી, કંદરાઓમાંથી, ઝાડીઓના ઝુંડમાંથી સંતાયેલાંઓને પકડી લાવતા અને એમના જીવન સાથે રમત રમતા. એક પક્ષને આનંદ જોઈતો હતો, બીજાને એમાં મોત દેખાતું હતું ! ગામેગામ અને નગરનગર યાદવોને અને શ્રીકૃષ્ણ-બલરામને ભૂંડી રીતે યાદ કરતાં હતાં, “અરે , આ લોકોએ કંસને છંછેડ્યો ન હોત તો આવી બધી રામકહાણી રચાત નહિ ! ખરેખર ! આપણને તો મરે નહિ તો માંદો થાય એવું જ થયું ! જરાસંધ સાથે વેર હ્યું. આપણે કરવા દીધું, ને બાહોશ જરાસંધે આ કાલયવનની ઉપાધિ ઊભી કરી.” મથુરામાં કાલયવન પેઠો કે જરાસંધી સેના મગધ ભેગી થઈ ગઈ. કાલયવન યાદવોના નાશ માટે એકલો બસ હતો. જરાસંધ તો મગધમાં પહોંચી જઈને નિરાંતે સુતો. પણ યાદવો કંઈ પાછા પડે એવા ન હતા. એ મુત્સદીની ચાલે ચાલ્યા અને મથુરાના પ્રદેશોમાંથી હિજરત કરીને ચાલતા થયા. યાદવો આમાં ખૂબ હીણા દેખાયા. બહાદુરો કદી પીછેહઠ ન કરે. શ્રીકૃષ્ણ ને બલરામના માથે પણ મોટું કલંક આવ્યું. અને ઉગ્રસેન અને રાજા સમુદ્રવિજયના ધોળામાં ધૂળ પડી ! બધેથી એમના ઉપર ફિટકાર વરસી રહ્યો. સહુ કહે, કાલયવનના હાથે હવે મરવાનું તો છે જ; એ કોઈને છોડે એવો નથી; તો પછી વીરતાથી મરવું હતું ને ! એક દહાડો અનેક રમણીઓ સાથે રમી રહેલા કાલયવનના સૈનિકોએ બંસીનો નાદ સાંભળ્યો. જમનાજીના કાંઠા પરથી એ આવતો હતો કેવો કામણગારો એ વેણુનાદ ! વાછરડાને જોઈ ગાય સ્વયં આત્મવિભોર બની જાય, એમ એ નાદ સાંભળીને કકળાટ કરતી બધી સ્ત્રીઓ શાંત થઈ ગઈ. જે પોતાની દેહને સ્પર્શ કરતા આ યવનોને નાના કોમળ હસ્તથી દૂર હડસેલવાનો નિરર્થક પ્રયત્ન કરતી હતી, એ સાવ શાંત થઈ ગઈ ! ન બોલવું, ને ચાલવું. “અરે ! આ તો અમારા કહાનની બંસરીનો નાદ ! અમારો કહાન આવ્યો!” સ્ત્રીઓ બોલી ઊઠી, “અમારા મનનો મોરલો ને દિલનો સંગી આવ્યો. આ દાનવોની અમને હવે લેશમાત્ર પણ ચિંતા નથીઅમારો પ્રાણસખા આવી પહોંચ્યો.' યવનો સ્તબ્ધ થઈ ગયા. એક માણસ તરફની આવી અજબ પ્રીત તેઓએ જિંદગીમાં ક્યારેય જોઈ નહોતી. એક યવન સૈનિકે એક રમણીનો હાથ પકડ્યો, એ રમણીએ પોતાનો હાથ એના મોંમાં મૂકતાં કહ્યું, ‘હાથ પકડે છે શું કામ? ખાઈ જા ને આખો ને આખો ?' ને રમણીએ પોતાનો આખો હાથ સૈનિકના મુખમાં મૂકી દીધો. અરે ! પળમાં આ શું થઈ ગયું ? સૈનિકો ઘડી પહેલાંની સસલી અત્યારે સિંહણ બનેલી જોઈ આશ્ચર્ય થયું. ‘સંભળાતો નથી, રે મૂર્ખ ! કહાન વેણુ વગાડે છે.' * કોણ કહાન ?” ‘અમારો સખા.” સ્ત્રીઓ બોલી. ‘તમારો સખા એટલે જરાસંધનો શત્રુ કે ?' કહાન દુષ્ટોનો શત્રુ અને સજ્જનોનો મિત્ર છે. પણ જે એની વેણુ સાંભળે એને કોઈ શત્રુ નથી રહેતા, કોઈ મિત્ર રહેતા નથી !' ‘ઘેલી સ્ત્રીઓ.’ બોલશો મા ! સાંભળો, આ આવે વેણુનાદ !' દાનવોએ વેણુનાદ સાંભળ્યો. એ બોલ્યા, ‘આ તો યાદવોનો નેતા કૃષ્ણ લાગે કાંટે કાંટો કાઢચો 79.
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy