SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ મન બહેલાવવા અનેક આડીઅવળી વાતો કરી. પણ એથી એના મનનો સંતાપ કંઈ ઓછો ન થયો. એને તો હવે એમ જ લાગ્યા કરતું કે હું કોઈ દરિદ્રને ત્યાં દુહિતા થઈને જન્મી હોત તો કેવું સારું ! રાજ કુળમાં જન્મવું એટલે કુળનો, મોટાઈનો, સ્વમાનનો પ્રશ્ન પહેલો. અહીં પ્રેમદેવતા બિચારો આવે શું કામ ? આવે તો આ બધી દેભી પારાયણોમાં બે ઘડી ઊભો પણ કેમ રહે ? રે, આ રાજ કુળનાં અંતઃપુરો તો ત્રાધતોબા ! વિલાસ, વાસેના ને વૈભવની જલતી ભઠ્ઠી ! જીવનભર શેકાવાનું. એમાં પણ જો સાહ્યબો છેતરામણો મળ્યો તો તો... એક દિવસ એને આવી નિરાશામાંથી અદ્ભુત વિચાર આવ્યો : હું તો દુ:ખી છે જ , તો કોઈને સુખી કાં ન કરું ? અને એણે એ દિવસે ગાંધર્વશાળામાં વત્સરાજ સાથેની મુલાકાત સમયે પ્રસ્તાવ મૂક્યો : “રાજનું, આ કારાગારમાંથી ક્યારે મુક્ત 23 ઘી અને અગ્નિ થશો ?" “અબઘડીએ, ખાજે, આવતી કાલે, કાં કોઈ દિવસ નહિ !* એમ કેમ ? તમારું કોઈ કથન સમજાતું નથી.” અવન્તિકે, કુશળ થઈને ન સમજ્યાં ? જો તમારા રાજા પ્રદ્યોત મને હણી નાખે તો અબઘડીએ મુક્ત થઈ જાઉં. મારો કુશળ મંત્રી યૌગંધરાયણ એની કોઈ યુક્તિ દ્વારા મને છોડાવી જાય તો આજે અથવા કાલે મુક્ત થઈ જાઉં. બાકી તો રાજ કુંવરીનો પ્રેમ નિત્ય મળતો રહે તો કોઈ દિવસ કારાગારમાંથી મુક્ત થવા જ ન ઘી અને અગ્નિને એક સ્થળે સ્થાપવાં નહિ, એ અવંતીપતિનો શિખામણબોલ સાચો પડ્યો હતો. ઘૂંઘટપટમાં છુપાયેલી પ્રિયાએ અંતરપટ આડે રહેલા પુરુષને પિછાણી લીધો હતો અને અસૂર્યપશ્યાને સૂર્યનાં કિરણોએ તરતમાં જ દ્રવીભૂત કરી નાખી હતી. રાજાનો અપરાધી કુંવરીનો માનનીય અતિથિ બની ગયો હતો. બંનેનાં ઉરનાં દ્વાર ઊઘડી ગયાં હતાં, પણ હજી કારાગારનાં દ્વાર ખભેદ હતાં. અને એથીય અભેદ્ય હતું મહારાજ પ્રદ્યોતનું હૃદય ! રાજ કુમારી વાસવદત્તાએ એક વાર લાડમાં પિતાજીને પૂછી જોયું : “પિતાજી, સખીઓ વત્સરાજના સદ્ગુણોનાં બહુ બહુ વખાણ કરે છે.* “એ ઉછાંછળા ને અવિવેકી છોકરાને મારી પાસે નામ પણ ન લઈશ. ભારે વિષયી છે ! કોઈ રાક્ષસપુત્રીને ન જાણે ક્યાંથી પરણી લાવ્યો છે, રેઢિયાળ !” પણ પટરાણીપદ તો રાજપુત્રીને જ મળે ને ? રાજ કુળનો એવો નિયમ છે ને ?'* વાસવદત્તાએ દલીલ કરી. એ સોચું, પણ જો આ વાત તું તારા જેવી કોઈ માટે કરતી હો તો જાણી લે કે અવંતીની રાજ કુંવરી માટે વત્સદેશ નાનો પડે. બેટી, એ કલું રાજ તો તને કરિયાવરમાં કાઢી આપીશ.” રાજા પ્રદ્યોતે દીકરીના દિલમાં પ્રત્યાઘાત મૂક્યા. વાસવદત્તાએ વધુ વાર્તાલાપમાં સાર ન જોયો, પણ વત્સરાજ પ્રત્યેના પિતાના આ વેલણ પછી રાજ કુંવરીની ચિંતા વધી ગઈ. બીજી તરફ પિતાજીના મનમાં બીજી શંકા ઊગે અને વધુ તપાસ કરવા પ્રેરાય તો પોતાનું ચાલુ મિલન પણ બંધ થઈ જાય, એ ભયથી એણે આગળ કંઈ ન કહ્યું. એણે પોતાના સંગીત-શિક્ષણના વિકાસની વાત કહી; આવા કલાકારને વિધાતાએ કોઢી ર્યો, એમ કહી એની દયા ખાધી; ને પિતાનું તમે તો પ્રજાપ્રેમી રાજા છો. તમારી પ્રજા તમને જોવા તલસતી નહિ હોય ? હું તમને મુક્ત કરું તો તમે ચાલ્યા જાઓ કે મારા પ્રેમથી બંધાઈ અહીં સબડ્યા કરો ?” રાજા તો પ્રજારંજ ક છે. પણ તમે મને મુક્ત કરી શકો ખરા ? રાજ કુંવરી એવી કઈ સત્તા તમારી પાસે છે ?” સ્વાર્પણની સત્તા વત્સરાજ, મારો વેશ પહેરીને તમે બહાર નીકળી જાઓ અને મને તમારો પોશાક આપો.” “અને પછી અવંતીપતિનો ક્રોધ જોયો છે ? સગી પુત્રીને પણ ભરખી જતાં એ ખચકાશે નહિ !' તો જ મને મારા એ શાંત જીવનમાં શાંતિ લાધશે, જીવનનો કંઈક સાર લાગશે. જે કાર્ય પ્રેમ સમજીને કરીએ એને વાણિયાના ત્રાજવે લાભાલાભની દૃષ્ટિએ ન તોળીએ, મારું શું થશે ? એની ચિતા તમે ન કરશો !' વાસવદત્તા !” વત્સરાજ રાજ કુંવરીના ઉદાર સ્વભાવ પર વારી ગયા. “શું તમે મને એટલો સ્વાર્થી સમજ્યો કે મારા સુખ માટે તમને દુઃખી બનાવું ? શું મને ઘી અને અગ્નિ 1 165
SR No.034417
Book TitlePremnu Mandir
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy