SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ મનને મોહ પમાડે એવું ગીત એમાંથી ઝરતું હતું. પહાડ પરથી ચાંદની ઝરે એમ, એ વાઘમાંથી સાથે ગીત પણ રસળતું આવતું હતું. કોઈ વિયોગદગ્ધ સ્વામી પોતાની પ્રિયતમાને સંબોધતો હતો - કાળી અણિયાળી આંખોવાળી મારી રાણી ! તારી વેણી બાંધવાનું આપેલું વચન હું વીસર્યો નથી. તારા વક્ષસ્થળ પર માથું મૂકી, આ કાશી તારકસમાં તારાં નેત્રો સાથે મૈત્રી સાધતાં. નૌકાવિહાર કરવાના વાયદા ભુલાયા નથી. અશોકની છાયામાં, બકુલની સેજમાં. પારિજાતના પુણ્યહિંડોલમાં તારે સેંથે સિંદૂર પૂરવા હું જરૂર આવીશ.” લજ્જાનો આ ભયકોયલ માળામાંથી ચાલી જાય તેમ, પપૈયો વાદળને પાર જવા ઊડી જાય તેમ, - વિલોપ પામે છે.” વીણા થંભી ગઈ. સ્વરો ને તેનો રણકાર બધે ગુંજતા ઘૂમરી ખાઈ રહ્યા. મોહ ને મૂર્ચ્યુની થોડી ક્ષણો વીતી ગઈ. ધીરે ધીરે બધાં સ્વસ્થ થયાં. વાસવદત્તાએ પોતાનાં પોપચાં પર હાથ ફેરવ્યો ને ભારે નિશ્વાસ નાખ્યો. એ નિઃશ્વાસ ઉપાધ્યાયના કર્ણપટલ પર અથડાયો. હે બાલે, આટલો ભારે વિશ્વાસ કાં ?” “મારો નિશ્વાસ તો સહેતુક છે, પણ આપનો નિશ્વાસ કયા કારણે હતો ?" “માનવજીવનમાં દુ:ખ, દુ:ખ ને દુ:ખ જ છે ને ? અહીં નિશ્વાસની શી નવાઈ ? પણ હે રાજ કુંવરી, તમે તો સુખની સેજ સમાં રાજ કુળનાં પુત્રી. આવડા ભારે નિશ્વાસ તમારે શા કાજે નાખવા પડ્યા ? પહેલાં ખુલાસો તમારો.” ના, તમારો ખુલાસો પહેલો ગુરુજી ! શિયા તરીકે પણ સંદેહ-નિરસનનો મારો હક પહેલો.” જરૂર. પણ પહેલાં કોઈને સાચું બોલાવરાવી પછી પોતે સાચું વદશો, એવી પ્રતિજ્ઞા તો કરો છો ને ?” “અવશ્ય.” “કુંવરી, હું વિધાતાને દોષ દેતો હતો.” “અરે ઉપાધ્યાયજી, તમે તો મારા મનની જ વાત કહી. હું પણ વિધાતાને દોષ દઈ રહી હતી.” હું આવીશ, રાણી ! નીલ સમંદરના એ મધ્ય પ્રવાહમાં, જ્યાં જલસુંદરીઓ નીલમ ને પરવાળાના બેટમાં ખેલે છે; જ્યાં સોનેરી-રૂપેરી માછલીઓ અગાધ પાણીમાં વાદળની વીજ જેવી ઝબૂક્યા કરે છે. જ્યાં આત્માના પવિત્ર હાસ્ય જેવા સમુદ્રતરંગો હરહંમેશ ગાયા કરે છે; જ્યાં ઉષારાણી સોનેરી કસુંબલ સાડી લઈને તને આચ્છાદવા આવે છે. ત્યાં હું આવીશ રાણી, તારી વેણી બાંધવા ! તારો સ્વામી એનું વચન વીસર્યો નથી રાણી ! ત્યાં હું આવીશ, જ્યાં આકાશનું બિંદુ સ્વાતિ બનવા વરસી રહ્યું છે; જ્યાં શરદ પૂનમની ચાંદની, તારા સ્નાન કાજે અમૃતના કુંભ ઠાલવી રહી છે. જ્યાં વાતો મંદ મંદ અનિલ સુરાના સ્વાદને ફીકો બનાવી રહે છે. ત્યાં, જ્યાં - જીવનનો આ બોજ કુળમર્યાદાનો આ ડર 160 | પ્રેમનું મંદિર “કળાના ભંડારને કુરૂપ કાં કર્યો ?” “હું પણ એ જ વિચાર કરતો હતો કે અવંતીની કલામૂર્તિને કઠોર વિધાતાએ કાણી કાં કરી ?” કોણ કાણી, ઉપાધ્યાયજી ? તમે કોઢી થયા એટલે બીજાને કાણી શા માટે કહો છો ?” “કોણ કોઢી, કુંવરી ? ઉપાધ્યાયનું આવું અપમાન ?" “અપમાન નહિ, સન્માન, કોઢિયા કહીને આપને ગાળ આપતી નથી, વિધાતાને શાપ આપું છું.” આંખ સાથે અક્કલ તો નથી ચાલી ગઈને, કુંવરી ?" કુંવરી કાણી ને રાજા કોઢિયો B 161
SR No.034417
Book TitlePremnu Mandir
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy