SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ‘જયભિખ્ખું' ભણતરની ચાલુ ડાકોરી છાપ પ્રમાણે તો નથી ભણ્યા એમ જ એક રીતે કહી શકાય. નથી એમણે સ્કૂલનું ભણતર પૂરું કર્યું કે નથી કૉલેજમાં પગ મૂક્યો. શાસ્ત્રોની કે સંસ્કૃત-પ્રાકૃતની જૂની પંડિતાઈના અખાડામાં પણ તેમણે બહુ કુસ્તી કરી નથી અને છતાંય તેમણે વિવિધ પ્રકારનું જેટલા પ્રમાણમાં ગુજરાતી સાહિત્ય રચ્યું છે, તે જોતાં તેમની શક્તિ અને સાધના પ્રત્યે ગુણાનુરાગમૂલક સમ્માનવૃત્તિ કોઈને પણ થયા વિના ન રહે, એમ હું સ્વાનુભવથી માનું છું. તેમનાં લખાણોની યાદી તો બહુ મોટી છે, તેમ છતાં ડઝનેક જેટલી નાની-મોટી નવલો ને અર્ધ ડઝન જેટલા લઘુ વાર્તાસંગ્રહો એટલું પણ એમની લેખનકલાની હથોટી સિદ્ધ કરવા પૂરતું જ છે. એમણે લખવાની શરૂઆત તો લગભગ ૧૫-૧૭ વર્ષ પહેલાં (આશરે ઈ. સ. ૧૯૩૩માં) કરી. એ શરૂઆત મૂળે તો આર્થિક આવશ્યકતામાંથી જન્મી. એણે એ આવશ્યકતા ઠીક ઠીક સંતોષી પણ ખરી અને પછી તો એમનો એ રસ-વ્યવસાય જ થઈ ગયો છે. શરૂઆતમાં એમણે ‘વિઘાર્થી વાચનમાળા' જેવી નાની નાની પુસ્તિકાઓ લખી, અનેક પત્ર-પત્રિકાઓમાં પણ લખતા રહ્યા. વાચન અને ચિંતન લેખન-વ્યવસાય સાથે જ વધતું અને સમૃદ્ધ થતું ચાલ્યું. તેને પરિણામે જેમ જેમ નવી નવી કૃતિઓ જન્મતી ગઈ. તેમ તેમ તેમાં વધારે રસ અને વિચારપ્રેરકતાનાં તત્ત્વો પણ આવતાં ગયાં. ભાષા પણ વધારે સરળ અને શ્રાવ્ય ઘડાતી ચાલી, એની પ્રતીતિ કામવિજેતા સ્થૂલિભદ્ર, મહર્ષિ મેતારજ , વિક્રમાદિત્ય હેમુ, ભાગ્યનિર્માણ અને ભગવાન ઋષભદેવ જેવી નવલો જોતાં થાય છે, જયભિખ્ખની એક નવલ નામ ‘પ્રેમભક્ત કવિ, જયદેવ,' ઉપરથી કળાકાર શ્રી કનુ દેસાઈની દોરવણી પ્રમાણે ‘ગીતગોવિંદ' નામે ચિત્રપટ પણ તૈયાર થયું અને તે ઠીક ઠીક પસંદગી પણ પામ્યું. એમની ભગવાન ઋષભદેવ નામની નવલકથાને અનુલક્ષી ૨૦૦૩ના પ્રજાબંધુના દીપોત્સવી અંકમાં અધ્યાપક ઈશ્વરલાલ દવેએ અત્યારના સુપ્રસિદ્ધ નવલકારોની કળાનું બીજી દિશામાં ધ્યાન ખેંચાવા લખેલું : | “આપણે ઇચ્છીએ છીએ કે આપણા વાર્તાકારો સોલંકીયુગને નમસ્કાર કરી હવે સેનાપતિ (આચાર્ય) અને ભગવાન ઋષભદેવ (જયભિખુ)ની જેમ, વિશેષ સફળતાથી નવા યુગોમાં વિહાર કરે.” ગુજરાત સાહિત્યસભા તરફથી પ્રગટ થતી ચાલીસના ગ્રંથસ્થ વાડ્મયની સમીક્ષા કરતાં, અધ્યાપક રવિશંકર મ. જોશીએ ‘સ્થૂલિભદ્ર' વિશે જે લખ્યું છે તે લંબાણ-ભયનો સંકોચ ટાળીને હું પૂરેપૂરું અહીં ઉદ્દધૃત કરવું યોગ્ય સમજું છું : જયભિખ્ખત ‘સ્થૂલિભદ્ર' નવલકથામાં ઐતિહાસિક ધર્મકથાને ઉચિત કલાથી ગૂંથવાનો સફળ યત્ન થયો છે. પ્રેમ કથા, મુત્સદ્દીગીરી કે સાહસકથાઓની પુનરુક્તિથી અકળાતા લેખકોને ધર્મકથાઓને રુચિર સ્વરૂપે ગૂંથવાનું ક્ષેત્ર હજી અણખેડાયેલું અને ભાવિ સમૃદ્ધિભર્યું જણાશે. સાંપ્રદાયિક તત્ત્વો આ કથામાં વિશાળ માનવતત્ત્વોમાં વેરાઈ ગયાં છે, અને સ્થૂલભદ્ર, કોશા, વિષ્ણુગુપ્ત, વરરુચિ વગેરે પાત્રો અને ‘કોશાનો વિલાસ', ‘સ્થૂલિભદ્રનો સંન્યાસ’, ‘અજબ અનુભવો’, ‘કામવિજેતા' વગેરે પ્રકરણો હૃદયસ્પર્શી છે. વસ્તુ સુઘટિત છે. પ્રસંગોમાં કલ્પનાપ્રેરિત ચેતન મુકાયું છે અને ધાર્મિક તત્ત્વો વાર્તારસમાં સારી રીતે ગૂંથાઈ આખીયે નવલને સુવાચ્ય બનાવી મૂકે છે.* એકતાળીસ-બેંતાળીસના ગ્રંથસ્થ વાડ્મયની સમીક્ષા કરતાં કવિ શ્રી સુંદરમ ‘મહર્ષિ મેતારજ' વિશે લખતાં લેખકની કેટલીક મર્યાદાઓનો તટસ્થ નિર્દેશ કરીને છેવટે લખ્યું છે કે : “આ લેખકે જૈન ધર્મમાંથી વિષયો લઈ તે પર નવલકથા લખવાનો જે શુભ આરંભ કર્યો છે, તે ખરેખર આદરણીય છે અને આ કાર્ય માટે તેમની પાસે પૂરતી સર્જક કલ્પનાશક્તિ પણ છે, એ આનંદદાયક હકીકત છે. પાત્રસૃષ્ટિમાં સૌથી આકર્ષક પાત્રો જ્ઞાતપુત્ર મહાવીર અને પ્રતિનાયક રોહિણેયનાં છે... ગુજરાતી સાહિત્યમાં મહાવીરનું આવું સજીવ ચિત્ર બીજું ભાગ્ય હશે ... કથાનો સૌથી ઉત્તમ કલાઅંશ એમાં રહેલા કેટલાક કાવ્યરસિત પ્રસંગો છે, જેમાં લેખક ઉત્તમ ઉત્તમ ઊર્મિકવિતાની છટાએ પહોંચી શક્યા છે અને પોતાના અભ્યાસનો પરિપાક તથા કલ્પનાની સૌંદર્યસર્જક શક્તિ બતાવી શક્યા છે.” ગુજરાતના વયોવૃદ્ધ સાક્ષર શ્રી કૃષ્ણલાલ મો. ઝવેરીએ જયભિખ્ખનાં કેટલાંક પુસ્તકોનો સ્વીકાર કરતાં જવાબમાં જે લખ્યું છે, તેમાંથી એક કંડિકા અત્રે ઉદ્યુત કરવાનો લોભ રોકી શકાતો નથી : સંસ્કૃતનું આવું ઉચ્ચ જ્ઞાન, સાથે બીજી ભાષાઓનું પણ અને કલ્પનાથી પૂરસર્જનો Imagination in a large digree suplemented by creation faculty, એ ખાસ મને મહત્ત્વનાં લાગ્યાં. જ્ઢરૃદઘડ બનાવોને મૂર્ત સ્વરૂપ આપવા જેટલી કલમની શક્તિ એ પણ બીજો પ્રશંસાયુક્ત ગુણ. (૮-૭-૪૭)” લેખનના પ્રારંભકાળમાં પ્રસિદ્ધ થયેલી તેમની કૃતિ તે શ્રી. ચારિત્રવિજય (ઈ. સ. ૧૯૩૭). એની નિર્ભય સમાલોચના એક પત્રમાં શ્રીયુત પરમાણંદ કુંવરજી કાપડિયાએ કરેલી. તેમાં તેમણે લેખકને ઘણી માર્મિક સૂચનાઓ કરી છે; પણ તેમની લેખનશક્તિ વિશેનો અભિપ્રાય ટૂંકમાં આ છે : આવી સુંદર છટાથી લખાયેલું અને આવી આકર્ષક રીતે વિવિધ પ્રકારનાં રેખાચિત્રો, છબીઓ વગેરેથી સુશોભિત બનાવેલું બીજું કોઈ જીવનચરિત્ર ગુજરાતી ભાષા-સાહિત્યમાં હજુ સુધી મારા જોવામાં આવ્યું નથી... લેખનશૈલી પણ એટલી બધી મોહક છે, કે વાંચનાર પહેલેથી છેડે સુધી એ કસરખા રસથી ખેચાય જાય છે. (૩-૭-૩૭)” ક ;
SR No.034417
Book TitlePremnu Mandir
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy