SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ 19 પ્રેમમંદિરની પ્રતિમા. સંભળાવી દીધું કે રાજા, નરકેસરી વા નરકેશ્વરી ! તું નરકમાં જઈશ. બાકી તો ભગવાનને મન પુણ્યશાળી ને પાપી, ભક્ત કે વેરી બંને સમાન છે. એમની પરિષદામાંથી કોઈને જાકારો ન મળે. એમનું કહેવું છે કે પાપને પાપ સમજો, પુણ્યને પુણ્ય સમજો. એ પ્રાથમિક ભૂમિકા પણ આખરે ભાવનાના બળે તરી ગયાં.” પણ રાજા પ્રદ્યોત તો બીજા વિચારમાં ડૂબી ગયો હતો. એણે કહ્યું : “યાદ છે મંત્રીરાજ, એક દહાડો ઇનામની આશાએ કોઈ કલાકાર લાકડાનો હાથી લઈને દરબારમાં આવ્યો હતો ? જીવતા હાથીની જેમ એ યંત્ર-હાથી દોડતો, ખાતો, પીતો ને ગર્જારવ કરતો. એ હાથીને અને એના ઘડનારને બોલાવો. મારે એ કળાકારની વિશેષ કદર કરવી છે.” - “આગળની વાત હું સમજી ગયો મહારાજ ! એ હાથીને લઈને હું વત્સના જંગમાં જાઉં, કાં ? સાચી વાત : જે જેમાં આસક્ત, એનું અનિષ્ટ એમાં.” પણ સાથે પંદરેક મલ્લને પણ લેતા જજો. જેવા તેવાને ગાંઠે તેવો નથી ઉદયન !” ચિંતા નહિ મહારાજ ! ઉદયન માટે કારાગૃહ તૈયાર રાખજો. એને ઘડીના છઠ્ઠા ભાગમાં અહીં હાજર કર્યો સમજો." - “વારુ વારુ !રાજમહાલયના પાછળના ભાગમાં રાજ કેદીઓ માટેના કારાગૃહમાં એની વ્યવસ્થા રાખીશું. વાસવદત્તા મને રોજ કહે છે, કે પિતાજી ! તમને એક છોકરે છેતર્યા !” મહારાજ , બાળકોના કથન પર શું લક્ષ આપવું ! આપે જે કર્યું, એથી તો આર્યવર્તનાં તમામ રાજ કુળોમાં આપની પ્રતિષ્ઠા જામી છે. સહુ કહે છે, વાહ અવન્તીપતિ ! ભગવાનનો ઉપદેશ તેં ચરિતાર્થ કરી બતાવ્યો ! કમ્મ શુરા સે ધમ્મ શૂરા.” “એનું જ નામ સંસાર. પરાણે પ્રીતનો ઘાટ થયો.” રાજા પ્રદ્યોત બેપરવાઈભર્યું હસ્યો. વત્સરાજને બંદીવાન કરીને લાવવાની નવી યોજના સમગ્ર રીતે વિચારીને, નવી વ્યુહરચના સાથે મંત્રીરાજ વિદાય થયા. એક અદ્દભુત ઘટના બની : સંસારની સુંદરમાં સુંદર સ્ત્રી પ્રભુચરણે આવી સાધ્વી બનીવૈરાગ્યની એવી પ્રબલ હવા વહેતી હતી, કે સંસારી જીવો સર્વ કાંઈ છાંડી સાધુ બની જતા. એવી હવાના વેગમાં રાણી મૃગાવતી સાધ્વી બન્યાં. ગમે તેવું બળવાન સિંહાસન પણ સંન્યાસિનીને અડી ન શકે, એવી એ કાળની વણલખી નૈતિક મર્યાદા હતી.. રાણી મૃગાવતી સંન્યાસિની બની. એ રીતે એ ભયમુક્ત બની, અને અવંતીપતિ વા ખાતો રહ્યો ! પણ રૂપ તો એવું અજોડ છે કે ગમે તે દશામાં પણ ઝળહળી ઊઠે છે. રાણી સાધ્વી બન્યાં તેથી એને શું ? સફેદ અંચળો ઓઢચો તેની એને પરવા શી ? બટમોગરાના ગુચ્છમાં બેઠેલા લાલ કમળની જેમ એ ક્યાં સુધી છાનું માનું બેસી રહે ? રૂપજ્યોતિ સમાં સાધ્વી મૃગાવતીના પગની લાલ પાની પૃથ્વી પર ઠેર ઠેરતી નથી, એ ચાલે છે ને પગનાં પદ્મ પૃથ્વી પર પડે છે. એ બોલે છે ને ગાલે ગલ પડે છે. જે માર્ગ પરથી એ પસાર થાય છે, ત્યાં બે બાજુ લોકોની ઠઠ જામે છે. સંસાર તો સારા-નરસાનો શંભુમેળો છે, અનેક પ્રકારનાં મન છે ને અનેક જાતનાં માનવી છે, કોઈ દર્શન કરી પાવન થાય છે; તો કોઈ કડવી-મીઠી ટીકા મશ્કરી કરી પોતાના મેલા મનને પ્રસન્ન કરે છે. લોક કહે છે : “અરેરે ! આવી પદ્મિની સ્ત્રીને રસ્તે રઝળતી કરવી ઠીક નહોતી !” કોઈ કહે છે : “વિલાસમાં રમતાં રાણીજીને આ વૈરાગ્ય કાં સુજ્યો ?” સૂઝવાની ક્યાં વાત છે ? બધા ચેનચાળા કરી લીધા, થાક્યાં, હવે નવાં નખરાં શરૂ કર્યા. નવાં ગાઉ, નવી મજલ.” 130 D પ્રેમનું મંદિર
SR No.034417
Book TitlePremnu Mandir
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy