SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ 17 પ્રેમનું મંદિર : મહાવીર આખરે એક દિવસે રાજા ચંડ પ્રદ્યોતનો ભ્રમ ભાંગ્યો. રાણી મૃગાવતીએ દૂતને સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપી દીધો, “સૂર્યને હજાર કમલિનીનો હોય, પણ કમલિનીને તો એક જ સૂર્ય હોય, સતી સ્ત્રીને મેળવવાના મનોરથો છાંડી દેજે. રાજા ! સ્વધર્મનો કંઈક વિચાર કરતો થા પુણ્ય-પાપનો કંઈક ખ્યાલ કર !” રાજા અઘતનો ક્રોધાગ્નિ આ જવાબથી પ્રચંડ બની બેઠી. અરે, એના અજોડ સામર્થ્યને ચાલાકીથી સહુ ધૂળમાં મેળવનારા જ મળ્યા, વિશ્વાસે જ પોતાનું વહાણ ડૂળ્યું. આ દુનિયા તે કંઈ વિશ્વાસ કરવા લાયક છે ! એણે વત્સદેશનો નાશ કરવાની પ્રતિજ્ઞા કરી. બસ, આજ્ઞા છૂટી : ડંકા નિશાન ગડગડ્યાં. આંધી, વાવંટોળ ને ઉલ્કાપાત સમા સૈન્ય સાથે એ કૌશાંબી પર ચઢી આવ્યો. આ વખતે કોઈનો છેતર્યો એ છેતરાય એમ નહોતો. કોઈનો મનાવ્યો એ માને તેમ ન હતો. સંસારમાં ન્યાય, નીતિ કે ધર્મ છે જ ક્યાં કે હવે હું એનું પાલન કરું ? મારે માટે હવે બારે દરવાજા ખુલ્લા. અધર્મીને બીજાના ધર્મની ભારે ચિંતા હોય છે ! - કૌશાંબી અને અવન્તી વચ્ચે દિપાળ ડોલી જાય એવું યુદ્ધ જામ્યું. રાજા પ્રદ્યોતે ત્વરાથી એનો નિકાલ લાવવા પોતાની ગજ સેનાને મેદાનમાં હાંકી, પળવારમાં ગઢનાં દ્વાર તૂટ્યાં સમજો ને કૌશાંબીનું સત્યાનાશ નીકળી ગયું માનો ! હાથીઓ ગર્જારવ કરતા કિલ્લા તરફ ધસ્યા. એવામાં અચાનક હસ્તિકાન્ત વીણાના સ્વર સંભળાયા. વાતાવરણ નવા પ્રકારના ભાવથી ગૂંજી રહ્યું. ભયંકર પહાડ જેવો હાથીઓના કાનમાં એ સ્વર પ્રવેશ્યા કે એ બધા જાણે ધૂળનો ઢગલો જેવા ઢીલાઢસ થઈ ઊભા રહ્યા, મહાવતોએ વારંવાર અંકુશ માર્યા. મહુ-જળ પણ પિવરાવ્યું, પણ હાથી ન માન્યા તે ન માન્યા ! એ દિવસે એમને પાછા લઈ જવામાં આવ્યા. બીજે દિવસે બમણી તૈયારી સાથે એમને મેદાન પર લાવવામાં આવ્યા. એમને ભયંકર નશો કરાવવામાં આવ્યો હતો. નશાના કેફમાં બધા હાથીઓ ભુજંગની કાળ ફણાઓ જેવી સૂંઢ ઘુમાવી રહ્યા. કિલ્લાનાં દ્વારનો કચ્ચરઘાણ વાળ્યો સમજો ! હાથીઓને હલ કાર્યા. હાથીઓ ધસ્યા, પણ ત્યાં તો ફરી પેલા સ્વર સંભળાયાઊછળતો મહાસાગર ઠંડોગાર ! સુંઢ મોંમાં ઘાલીને બધા હાથી ચૂપચાપ ઊભા થઈ રહ્યા. રાજા પ્રદ્યોત પોતે રણમેદાન પર આવ્યો, પણ એનાથીય કંઈ અર્થ ન સર્યો. “મહારાજ , કોઈ હસ્તિકાન્ત વીણા બજાવે છે. મોરલી પર સાપ નાચે એમ આ વીણા પર હાથી નાચે. આ હાથીસેનાને હવે ઉપયોગમાં લેવી નકામી છે. હજી તો ઠીક છે, પણ વીણામાંથી જંગલમાંથી હાથણી હાથીઓને રમવા બોલાવતી હોય એવા ‘પ્રિયકાન્ત’ સ્વરો છૂટ્યા, તો આ બધું ભાંગી કચડી, બંધન તોડી એ જંગલમાં ચાલ્યા જશે.’ અવંતીના વિજયની ચાવીરૂપ હાથીસેના આ રીતે નિષ્ફળ નીવડી. એને સૈન્યના પાછળના ભાગમાં લઈ જવામાં આવી. પણ આ નિષ્ફળતાએ એક વાત નક્કી કરી કે હવે આ લડાઈ અવશ્ય લાંબી ચાલવાની, રાજા પ્રદ્યોતે લાંબા ઘેરા માટેની પૂરતી તૈયારીઓ કરી લીધી. પોતાના દિલને બહેલાવવા પોતાની સુંદર રાણીઓને પણ રણમેદાન પર બોલાવી લીધી. અન્નના ભંડારો પણ આણવામાં આવ્યા. તમામ રસ્તાઓ પર ચોકીઓ મૂકી દેવામાં આવી, કે જેથી કૌશાંબીમાં બહારથી અનાજનો એક કણ પણ ન જાય, ઘેરો ઘાલ્યાને દિવસો વીતતા ચાલ્યા. બંને પક્ષમાં ભીંસ વધતી ચાલી. કૌશાંબીના અન્નભંડારો ખાલી થતા ચાલ્યા. ભૂખે મરવાનો કે અખાધ ખાવાનો વખત આવ્યો. અવંતીના સૈન્યની હાલત પણ સારી નહોતી. એ પણ ખેતરોમાં ઉગાડેલા કેફી અન્નથી ને હળાહળ ભેળવેલા જળપાનથી રોગિષ્ટ બનતું ચાલ્યું. છતાંય અવંતીના સૈન્ય માટે બહારથી અન્ન-જળ આણવાના સુભગ સંયોગો હતા. રાજા પ્રદ્યોત પોતાના નિર્ણયમાં અડગ હિમાચળ જેવો હતો. કૌશાંબીને પાધર. બનાવીને જ એ પાછો ફરવાનો હતો ! યુદ્ધની દેવી એવી છે, કે કઈ પળે પોતાનો કૃપાપ્રસાદ કોના પર ઉતારશે, તે કંઈ નિશ્ચિત કહી ન શકાય. અને રાખેલનનો ઉત્સાહ પણ એવો છે, કે એ મરવા-મારવા સિવાય બીજી કંઈ ગણતરી જ કરતો નથી. વાતાવરણ ધીરે ધીરે ગંભીર બનતું ચાલ્યું. યુદ્ધનો ઉત્સાહ અંદરથી ઓસરતો ચાલ્ય ને આવતી કાલની ભયંકર કલ્પનાઓ આવવા લાગી. આ પ્રલયમાંથી પ્રેમનું મંદિર : મહાવીર B 115
SR No.034417
Book TitlePremnu Mandir
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy