SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ બેસનારો છે, પણ જ્યારે મગધના પાટનગરમાંથી એક પંખી પણ બહાર આવી શકતું ન હોય, ત્યારે આ બધું કેમ આવ્યું ? ક્યાંથી આવ્યું ? કોણ લાવ્યું ?” - “અમે પણ એ જ પ્રશ્ન કરીએ છીએ મહારાજ, આ તો એની પૂર્વતૈયારી જ હોય. આપણે જ્યાં તંબૂ નાખ્યા, એ જમીનમાં એણે પ્રથમથી ઝવેરાત દટાવી દીધું હશે ? એની રાજરમત જલદી સમજાય તેવી નથી હોતી. મહારાજ , અમારી રાજભક્તિને નાણી જોવી હોય તો ગમે તે પળે અમે કસોટીમાં ખડા રહેવા હજી પણ તૈયાર છીએ.” સામંત રાજાઓના અવાજમાં સત્યનો નિર્દોષ હતો. “પ્રદ્યોતના દિલમાંથી શંકાની વાદળી સરી ગઈ. એને તરત જ ભાન આવ્યું, કે બુદ્ધિનિધાન મંત્રી અને આબાદ બનાવી ગયો ! હવે ગમે તે રીતે એનો બદલો લેવો જોઈએ." - “તો શું ફરીથી કૂચ કરવી ? થાકેલું સૈન્ય આ જાતના રઝળપાટથી કંટાળી કદાચ બળવો કરે તો ? કદાચ અપમાન પામેલા સામંત રાજાઓ જોઈએ તેટલા ઝનૂનથી ન લડે તો ? તો શું થાય ? તો... તો ! ! ! તેર મણનો તો !” અવન્તીપતિએ આખરે નિર્ણય કર્યો કે બુદ્ધિનિધાનને હવે બુદ્ધિથી જ પરાસ્ત કરવો !” ખૂબ કરી બુદ્ધિનિધાને ! ધન્ય મંત્રી !” રાણી મૃગાવતી વચ્ચે બોલી ઊઠ્યાં. ને ખૂબ કરી મારા બાલમંત્રીએ ! ભારે ભેદ લાગ્યો. વારુ, પછી શું થયું તે કહો !” બાલરાજા ઉદયને કહ્યું. બળ અને બુદ્ધિનો ઝઘડો આગળ વધ્યો.” બાલમંત્રી યોગંધરાયણે પોતાની વાત આગળ ચલાવી. અવન્તીપતિએ ઉજ્જૈનીની કુશળ ગણિકાઓ બોલાવી, મહારાજ , અવન્તીસુંદરીઓ ભારતભરમાં વિખ્યાત છે. મદ્રની સ્ત્રીઓને રૂપ હોય છે, કામરુ દેશની સ્ત્રીઓમાં કામણ હોય છે; પણ અવંતિકાઓમાં જે સૌંદર્ય, સાહિત્ય ને સંસ્કારનો ત્રિવેણીસંગમ હોય, તેવો અન્યત્ર મળતો નથી. કવિત્વમાં જુઓ તો એ અગ્રેસર, કાવ્ય, છંદ, દોહા' હેલિકા-પ્રહેલિકામાં એ પ્રથમ આવે ! શણગારમાં જુઓ તો એનું ચાપલ્ય સહુથી ચઢી જાય એવું. રાજ કારણ, ધર્મકારણ સહુમાં એ ભાગ લે ! અવંતીની અભિસારિકાઓ પર તો ભલભલા યોગીઓ પણ ઘેલા બની ગયા છે !' વાતમાં બહુ મોણ નાખીશ મા !” મંત્રીશ્વર યુગંધરે પુત્રને અન્ય વિગતોના પ્રવાહમાં ઘસડાતો જોઈ કહ્યું : “તાકાત હોય તો તારા રાજાને એવી કોઈ અદ્ભુત અવંતિકા લાવી દેજે !” “એ તો નક્કી કરી રાખી છે.” કોણ ?”. “વાસવદત્તા !” મહારાજ પ્રદ્યોતની લાડઘેલી પુત્રી વાસવદત્તા ? વાહ, ઘર ફાડવું ત્યારે સામાન્યનું શું કામ ફાડવું ? વારુ, વારુ ! હવે તારી વાત આગળ ચલાવ.” રાણી મૃગાવતીએ કહ્યું. રાણીજી, આપ જાણો જ છો, કે ભગવાન મહાવીરે પોતાના ઉપદેશને આચરણમાં મૂકનારનો એક સંઘ સ્થાપ્યો છે. એમાં સાધુ, સાધ્વી, ગૃહસ્થ પુરુષ ને ગૃહસ્થ સ્ત્રી એમ ચાર ભાગ પાડ્યા છે.* ભગવાનના અનુયાયી ગૃહસ્થ પુરુષ તે શ્રાવક કહેવાય; ગૃહસ્થ સ્ત્રી તે શ્રાવિકા કહેવાય. આપણાં ચંદનબાળા, જેમના હાથે અડદના બાકળા ભગવાને લીધા હતા, તેમને સાધ્વી સમુદાયનાં નેતા બનાવ્યાં છે. “સંસારમાંથી સંન્યાસ લેવાની તાત્કાલિક સગવડ ન હોવા છતાં ભગવાન મહાવીરના ઉપદેશને અનુસરવાની તૈયારી હોવાથી મહામંત્રી અભયકુમાર પ્રથમ શ્રાવક થયા. ભગવાન મહાવીરના અનુયાયીઓનો સંઘ રચાયો, એટલે એ સંઘના હરકોઈ સભ્યને માટે -સહધર્મ પ્રત્યે-એમને અમાપ પ્રેમ છે ! અને સાચો પ્રેમ તો સર્વ કંઈ કુરબાન કરવા તૈયાર હોય છે. આ પ્રેમનો ગેરલાભ લેવાનો રાજા પ્રદ્યોતે નિર્ણય કર્યો. એણે સર્વકળાકુશળ એવી ગણિકાને શ્રાવિકા બનાવી, ભગવાન મહાવીરનો ઉપદેશ એને શિખવાડ્યો ને મોકલી રાજગૃહીમાં ! ભગવાન મહાવીરના ધર્મની અનુયાયી શ્રાવિકા બનીને આવેલી આ અવન્તિકાએ રાજગૃહીમાં તો ભારે ધૂમ મચાવી. સાધુઓ માટે યોજાયેલાં પાંચ મહાવ્રતની જેમ ગૃહસ્થો માટે યોજાયેલાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત ને ચાર શિક્ષાવ્રતની એ ચર્ચા કર્યા કરતી. એ કહેતી : ‘જુઓ, ભગવાન મહાવીરે ગૃહસ્થો માટેનાં આ વ્રતો આમ કહ્યાં છે : “સ્થલ હિંસાના ત્યાગી ગૃહસ્થ સ્ત્રી-પુરુષે કોઈને બંધનમાં ન નાખવો, વધ ન કરવો, અંગપ્રત્યંગ ન કાપવું. ગજા ઉપરાંત ભાર ન ભરવો. કોઈને ભૂખ્યો-તરસ્યો ન રાખવો.” ‘એવી રીતે સ્થૂલ મૃષાવાદ વિરમણમાં કોઈ પર આળ ન મૂકવું, ગુપ્ત વાત પ્રકાશિત ન કરવી, સ્ત્રી-પુરુષ-ના મર્મ ન ખોલવા, ખોટી સલાહ ન આપવી કે ખોટા * ભગવાન મહાવીર કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી એકાકી હતા. પછી તેઓ અપાપા નગરીમાં આવ્યા. અહીં ૧૧ દિગ્ગજ બ્રાહ્મણ પંડિતોએ, એમની સાથે વાદ કર્યા પછી, સહુ પ્રથમ પોતાના શિષ્યગણ સાથે તેમના ઉપદેશને સ્વીકાર્યો ને શિષ્ય થયા. આમ જ્ઞાની, ધ્યાની ને તપી બ્રાહ્મણોએ ભગવાનનો માર્ગ પ્રથમ ગ્રંહ્યો. પછી રાજા શતાનિકને ત્યાં રહેલ ચંદનબાળાએ પણ સંસારત્યાગની ઇચ્છા દાખવી. એમને પ્રથમ સાધ્વી બનાવ્યાં. અભયકુમાર પ્રથમ શ્રાવક થયા. બળ અને બુદ્ધિનો ઝઘડો | Tl1 110 પ્રેમનું મંદિર
SR No.034417
Book TitlePremnu Mandir
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy