SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ અપરાધનો નિર્ણય અને ન્યાય બંધબારણે થવો ઘટે. એમાં શિક્ષા પણ શૂળી જેવાં સાધનોથી નહિ પણ વિષપાન કે સર્પદંશ જેવાં સાધનોથી થવી ઘટે ! આખરે વત્સરાજ કંઈક સમજ્યા. ને મંત્રીરાજને એમની રીતે વાત સભામાં રજૂ કરવા કહ્યું. થોડી વારે મંત્રીરાજ પોતે ઊભા થયા, સભાજનોને ઉદ્દેશીને બોલ્યા : મહામાન્ય, ભરતકુલભૂષણના હાથે આજ જાહેર સભામાં જેનો ન્યાય ચૂકવાઈ રહ્યો છે, એ અપરાધી અન્ય રાજ કુળની રીત મુજબ ન્યાય માગવાને પણ હકદાર નથી; એને તો ઈશ્વરનું નામસ્મરણ કરવા જેટલી પણ તક આપ્યા સિવાય શિરચ્છેદ કરવો જોઈએ. પણ પરમ ઉદાર મહારાજ વત્સરાજને એ રીત પસંદ નથી. વીર સદા ધીર હોય છે.” “વિગત એવી છે કે ચિતારા રાજ શેખરે રાજવંશની સુંદરીઓનો ઔચિત્ય ભંગ, થાય તે રીતે, ચીતરી છે; એમના કેટલાક અવયવો એટલા તાદૃશ ચીતર્યા છે કે એ એના નૈતિક અધઃપતન માટે પૂરતા પુરાવારૂપ છે. આવા સ્વેચ્છાચાર અને અધઃપતનની સજા માટે કઠોરમાં કઠોર રીતે દેહાંતદંડ આપવો એમ રાજ્યશાસનમાં લખેલ છે.” “મારો નૈતિક અધઃપાત ? કોની સાથે ?” ચિતારાઓ વચ્ચે કહ્યું. તમે તમારા પૂરતી ચર્ચા કરી શકો છો. પણ યાદ રાખો કે રાજ કુળનાં કોઈ પણ સ્ત્રી-પુરુષનાં શીલ-સંયમની જાહેર ચર્ચા શાસનના ધારાની બહાર છે. એને કોઈ કાયદો સ્પર્શી શકતો નથી. રાજ કુળનાં મહામાન્ય સ્ત્રી-પુરુષોમાંનું એક પણ નામ તમારી જીભ પર આવવું ન જોઈએ. તમારા અપરાધ વિશે ખુશીથી જે કહેવું હોય તે કહો. વત્સરાજની ન્યાયસભામાં તો વાઘ-બકરી એક આરે પાણી પીએ છે !” “સમજ્યો.” ચિત્રકારે ક્ષણવાર વિચાર કરીને કહ્યું, “જેને હું મારી નિપુણતા લેખું છું એને આપ મારો અપરાધ લેખો છો ! અંગશાસ્ત્રના વેત્તા તરીકેની મારી નિપુણતા એ મારો અપરાધ ઠરે છે ! મારું નિવેદન માત્ર એટલું જ છે, કે આ વિદ્યાને મેં તપ, વિનય, પવિત્રતા ને કૌશલથી હાંસલ કરી છે. બજવૈયા બંસી બજાવે છે ને એણે ન ધારેલી સ્વરમાધુરી પ્રસરી રહી છે, એમ મને જાણ પણ નથી હોતી, ને સ્ત્રીપુરુષોનું એક અંગ નિહાળતાં એની સ્વાભાવિક રીતે પરિપૂર્ણ ચિત્રાકૃતિ આલેખાઈ જાય છે. પ્રસ્તુત ચિત્રમાં પણ તેમ જ બન્યું છે. આંખની કીકીમાં કાળું અંજન ભરતાં પીંછીમાંથી એક ટપકું અધોભાગ પર પડ્યું. મેં જાળવીને લૂછી નાખ્યું, ફરી વાર પણે, ત્યાં જ ટપકું પડયું. ફરી મેં લૂછી નાખ્યું, પણ જાણે કેમ, પૂરતી સાવચેતી છતાં ત્રીજી વાર પણ બિંદુ ત્યાં પડ્યું. આ વખતે એને લૂછી નાખતાં એ ચિત્ર બગડવાનો સંભવ લાગ્યો. હું વિચાર કરવા લાગ્યો કે અરે, કુશળ લેખિનીમાં આટલી મંદતા કેમ સંભવે ? મેં વિચાર કર્યો. પછી તરત જ મને યાદ આવ્યું કે અમુક 56 | પ્રેમનું મંદિર લકાણોથી યુક્ત મહાપદ્મિની સ્ત્રીને જંઘા પર તલ હોય, અને તે એ કે નહિ પણ બે. મહારાજ , ભારે કદરદાનીની આશાથી આ કાર્ય કર્યું છે.” સભા ચિતારાના નિવેદન તરફ દોરવાઈ જતી લાગી. તરત જ મહારાજા શતાનિકે ચિતારાના નિવેદનની છણાવટ કરવા માંડી : “ચિતારા, “કાગડાને બેસવું ને ડાળનું પડવું’ એવો ‘કાતાલીય નામનો ન્યાય અમે પણ જાણીએ છીએ. પણ આવી બાબતમાં ચાલાક ગુનેગારને માટે એ છટકબારી ન બની શકે. જુવાન પુરુષની ચંચળતા ને સ્ત્રીચરિત્રની દુર્ગમતા જાણનાર સહેજે કલ્પના કરી શકે કે..” મહારાજ ,” મંત્રીરાજ સુગુપ્ત વચમાં ધીરેથી કહ્યું, “આ તો આપણી જાંઘ આપણે હાથે ઉઘાડી થાય છે !” વ્યગ્ર વત્સરાજને વિચક્ષણ મંત્રીએ આગળ બોલતાં વાર્યા. પણ રાજાજીએ બૂમ મારી : “મંત્રીરાજ ! એક તો ચોરી અને પાછી શિરજોરી ! ચઢાવી દો એ ચિતારાને શૂળીએ !” સુવર્ણને બદલે શુળી ?” ચિતારાએ ઉચ્ચ સ્વરે કહ્યું. “શું આનું નામ વત્સરાજના દરબારનો ન્યાય ? ઘેર ઘોડો આવ્યો એટલે શું બધું વીસરાઈ ગયું ? મારી કળા, મારી મહેનત, મારી સાધના, મારું તપ – એ બધાનું શું આ ઇનામ, રાજન ?” “ભરેલા દૂધના ઘડામાં વિષનું એક ટીપું પણ એને નિરર્થક બનાવી નાખે છે. ચિતારા, તારા અધઃપાતે તારી કળા, તારી મહેનત, તારી સાધના, તારું તપ સર્વ કંઈ નિષ્ફળ બનાવ્યું છે ! પાપાત્માઓનો ભાર પૃથ્વી સહન કરી શકતી નથી. માટે હું તને દેહાંતદંડની સજા ફરમાવું છું.” - વત્સરાજ શતાનિક ભારે ગુસ્સામાં હતા. આવી વેળાએ એમને રોકવાનું સામર્થ્ય કોઈની પાસે નહોતું. રાજાજી, આપ જ્યારે ન્યાય ન છણતાં માત્ર આક્ષેપ જ કરો છો, ત્યારે પરિણામનો પૂરતો વિચાર કરીને કહું છું, કે વત્સરાજના ભાવભર્યા હૃદયમાં શંકાનું વિષ સીંચાયું છે. કોઈ વાર માણસ પોતાના પડછાયાથી પોતે જ ડરે છે, પોતાના જીવનના પડઘા કે પ્રતિબિંબ પરમાં સાંભળે કે નિહાળે છે, ને એને સત્ય માને છે ! કદાચ હું પાપાત્મા હોઈશ; પણ એ પાપ એટલું જ હશે કે મેં મારાથી મોટા પાપાત્માઓની સેવા કરી ! રાજસેવા શું આટલી ભૂંડી હશે ? સજ્જનોએ આ માટે જ રાજસેવાને અવખોડી હશે !'' હું વધુ કંઈ સાંભળવા તૈયાર નથી.” વત્સરાજે ઉચ્ચ સ્વરે કહ્યું. અચાનક પાછળ કંઈક પડ્યાનો અવાજ થયો. વત્સરાજનું લક્ષ તે તરફ ખેંચાયું. “મહારાજ ! મહારાણી મૃગાવતી દેવી એકાએક બેભાન બની નીચે પછડાયાં છે.” એમને સુશ્રુષાગૃહમાં લઈ જાઓ ને રાજવૈદને તેડાવો.” રાણીજીનું નામ કોણ કોનો ન્યાય કરે ? E 57
SR No.034417
Book TitlePremnu Mandir
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy