SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ 25 પહેલો આદર્શ મગધના ચરપુરુષને ફરી રાજગૃહી તરફ ઊપડ્યાને બહુ દિવસો વીત્યા ન વીત્યાં ત્યાં સિંધુસૌવીર દેશના પાટનગર વીતભયમાં ગયેલો ચરપુરુષ દડમજલ કરતો નવીન વર્તમાન સાથે આવી પહોંચ્યો. મંત્રણાગૃહમાં અવંતીપતિને આવતાં થોડોએક વિલંબ થયો. તેઓ પોતાની સુસજ્જ સેનાનું નિરીક્ષણ કરવા ગયા હતા. યુદ્ધની પૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી હતી. પણ ને જાણે કેમ, પ્રસ્થાનનાં ચિહનો હજી દેખાતાં નહોતાં, અવંતીપતિ કોઈ ભારે દ્વિધામાં અટવાઈ રહ્યા હતા, છતાં યુદ્ધ કઈ પળે છેડાઈ જાય તે કહેવાય તેમ નહોતું. ખાય તેનું ગાય-ના સ્વભાવવાળા ભાટ-ચારણોએ ચોટેચકલે વસ, મગધ ને સિંધુસૌવીર વિશે વેરભાવ કેળવાય તેવાં કવિતો લલકારવા માંડ્યાં હતાં. પ્રજામાં હિંસ પશુ જેવું ઝનૂન પેદા કરવા આ સરસ્વતી સેવકો મેદાને પડ્યા હતા ! - શત્રુની યુદ્ધમાં નૃશંસ હત્યા એ પુણ્ય, રણમેદાનમાં પીઠ બતાવવી એ પાપ, ને રણ-મૃત્યુ એ સ્વર્ગની સીધી વાટ, કર્મધર્મની કરવાની કોઈ ઉપાધિ જ નહિ, એ વાત પર ખાસ ભાર દેખાતો હતો. જીત્યા તો શત્રુનું ધન ને શત્રુરાજ્યની અપૂર્વ સુંદરીઓ મળે; મર્યા તો સ્વર્ગનું સુખ ને ત્યાંની રૂપરૂપની અંબાર અપ્સરાઓ વિલાસ માટે મળવાની હતી. માથાકૂટ બધી વિલાસ મેળવવા માટે જ હતી ને ! સત્તા, સુંદરી ને સુવર્ણ, આ ત્રણનો ખપ હતો. યુદ્ધમાં આ મળવાનું હતું. માટે યુદ્ધનો વિલંબ અસહ્ય હતો. અવન્તીના જુવાનો વેરભાવને ઉત્તેજવા માટે નાના બનાવોને મોટા કરી-રજુનો સર્પ કરી-ભયંકર યુદ્ધ જગવવા માટે તલસી રહ્યા હતા. “કોનું કોણે શું બગાડવું ?” આટલી સાદી સીધી વાત સમજવાની શુદ્ધિ સહુએ ગુમાવી હતી. માણસના રાજ્યમાં જાણે પશુરાજ્ય પ્રગટી નીકળ્યું હતું !” આ પશુરાજ્યના પરાક્રમી સ્વામી અવંતીપતિ પ્રઘાત મંત્રણાગૃહમાં પાછા ફર્યા ત્યારે એમના મુખ પર ભારે ઉત્સુકતા હતી. પોતાના પરમ શત્રુ-જે પરમ ઉદાર કહેવાતો હતો ને જેણે પોતાને જીવિતદાન આપી એની કીર્તિને સવાયી ને પોતાની કીર્તિને કલંકિત કરી હતી એ પરમ શત્રુ ઉદયનના દેશની વાર્તા ન જાણે કેવી હશે ? એમણે સંજ્ઞાથી જ ચરપુરુષને વૃત્તાંત કહેવાની આજ્ઞા કરી. મહારાજ, જ્યારે હું વીતભયનગરમાં જઈ પહોંચ્યો ત્યારે ત્યાં રાજ તો કેશીકુમારનું પ્રવર્તતું હતું.' “શું ઉદયન અને એનો પુત્ર અભીતિ બંને યમશરણ થયા ? અરે, મગધમાં શ્રેણિક મરી ગયો ને અભય સાધુ થયો, બધે આ શી ઊથલપાથલ મચી છે ! ભગવાન મહાવીરનું સૂત્ર “પૃથ્વી પ્રેમનું મંદિર’ શું સહુનાં દિલમાં વસી ગયું ?' - “પ્રભુ ! વાત ભારે હૃદયદ્રાવક છે. રાજા ઉદયન ભગવાન મહાવીરના ધર્મોપદેશને ધરનારો હતો. ભગવાન મહાવીરે એક વાર કહેલું કે ‘ાથી રીના તથા પ્રજ્ઞા'-પ્રજા રાજાના ગુણ-અવગુણનું અનુસરણ કરે છે. ત્યાગનું મહત્ત્વ બતાવવા માટે રાજાઓએ પોતે તેવું આચરણ કરી બતાવવું જોઈએ; તો જ પ્રજા સમજે કે ભોગ અથવા સંગ્રહ એ ધર્મ નહિ, પણ તપ અને ત્યાગ એ જ મહાન ધર્મ ! વેર એ આદરવા લાયક વસ્તુ નહિ, ક્ષમા અને પ્રેમ એ જ મહાગુણ ! સબળોની નિષ્ફરતા તો જ નાશ પામે; નિર્બળોની નિરાધારતા તો જ ટળે; તો જ આ સંસારમાં સાચું સુખ પાય. આજે તો જે સબળ થયો તે નિર્બળોને કચડવાનો પોતાનો ધર્મ માની બેસવાનો. સબળ એમ નહિ માને કે નિર્બળતા રક્ષણનો ભાર પોતાને માથે આવ્યો. જીવ જીવનો મિત્ર, પ્રેમનો અધિકારી, પૃથ્વી પ્રેમનું મંદિર, પૃથ્વીને સુખી, શાન્ત અને સમૃદ્ધ બનાવવા માટે આ સિવાય અન્ય કોઈ માર્ગ નથી !” ભગવાન તો બધું કહે, પણ પગ પર કુહાડો કોણ લે ?” અવંતીનાથે વચ્ચે પ્રશ્ન કર્યો. “મહારાજ, એ લેનારા પણ પડ્યા છે. ‘હુરત્ન સુંદર' આ ધરતીનો ભાર તો એવા જ વેઠી રહ્યા છે. રાજા ઉદયને એક વાર રાત્રિના વિચાર કર્યો કે અહો, એ ગ્રામનગરને ધન્ય છે, એ રાજા-શ્રેષ્ઠીઓને ધન્ય છે, જેઓ પ્રેમના જીવંત મંદિર સમા શ્રમણ ભગવંતનાં દર્શન-વંદન કરે છે. શ્રમણ ભગવંત અહીં આવે તો હું દર્શનવંદન કરું, ઉપાસના પણ કરું. જોગાનુજોગ વિચિત્ર છે. બીજે જ દિવસે સવારે શ્રમણ ભગવંત વીતભયનગરના મૃગવનમાં પધાર્યા, રાજા અત્યંત હર્ષિત થયો, ને પ્રભુના દર્શને ગયો. ભગવાને ઉપદેશ આપતાં કહ્યું : “સંસારના આ મત્સ્યગલાગલ ન્યાયનો કોણ અંત આણશે ? પૃથ્વીને પ્રેમનું મંદિર કોણ બનાવશે ? આજ સુધી સબળના હાથોમાં નિર્બળ પિલાયા છે. હવે નિર્બળ હાથો પાસે સબળ ક્યારે ક્ષમા માગીને પહેલો આદર્શ 177
SR No.034417
Book TitlePremnu Mandir
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy