SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ અરે ! યાદ કરતાં દિલ જલી ઊઠે એવી અપમાન-પરંપરાઓ અવંતીપતિ પાસે હતી. કેટલું યાદ કરવું ને કેટલું ભૂલવું ? સિંધું સૌવીરનો ઉદયન, જે ‘રાજર્ષિ” કહેવાતો, એણે જ પોતાને મુશ્કેટોટ બાંધ્યો હતો, ને માર્ગમાં પોતાને ભગવાન મહાવીરનો અનુયાયી જાણી ‘દાસીપતિ’ કહી છોડી મૂક્યો હતો ! મગધના મહામંત્રી અભયે પોતાની કરેલી દુર્દશા તો ચોરે ને ચૌટે ચર્ચાતી હતી. આજે વત્સરાજ ઉદયને બાકી હતું એમાં પૂર્તિ કરી. “આજ સુધી મેં કુટરાજનીતિથી દહીં ને દૂધ બન્નેમાં પગ રાખ્યા, પણ હવે ભલે એ સ્પષ્ટ થઈ જાય, કે અવંતીપતિ શત્રુ પ્રત્યે ક્ષમા, દયા કે ઉદારતા વાપરવાનું જાણતો નથી. ભલે ભગવાન મહાવીરના કહ્યાગરા ભક્ત તરીકેની મારી કીર્તિ નાશ પામતી. દંભી રીતે મેળવેલી મારી પ્રતિષ્ઠા ભલે વિસર્જન થતી. યોગીરાજના રાહ ન્યારા છે, ભોગીરાજના રાહ પણ ન્યારા છે. અહીં તો અપમાનનો બદલો અત્યાચારથી ને વેરનો બદલો વિનાશથી ચૂકવાય છે.” અવંતીપતિ મનોમન વિચારી રહ્યા. એ દુઃખું એવું હતું કે જે કહેવાતું પણ નહોતું ને સહેવાતું પણ નહોતું. મંત્રણાગૃહ ધીરે ધીરે ચરપુરુષોથી ભરાતું જતું. સહુ કોઈ આવી જતાં મહારાજાએ કહ્યું : “મારા દ્વિતીય હૃદયસમા ચરપુરુષો, તમારો રાજા એક કાંકરે બે પંખી નહિ પણ ત્રણ પંખી પાડવા ચાહે છે. તમે આર્યાવર્તમાં સર્વત્ર ઘૂમી વળો. દેશદેશની રાજકીય, આર્થિક ને ભૌગોલિક માહિતી એકત્ર કરી લાવો. પ્રસ્થાન માટેની પળ પણ તમે જ નક્કી કરી લાવો. આ વખતનું યુદ્ધ જોવા સ્વર્ગથી અપ્સરાઓ પણ ઊતરશે. અવંતીનો ધ્વજ શીધ્રાતિશીધ્ર દિગદિગન્ત સુધી ઊડતો જોવાની મારી આકાંક્ષા છે.” બહુ બોલવામાં નહિ માનનારા પણ પોતાના કાર્યમાં કુશળ ચરપુરુષો થોડી એક ચર્ચા-વિચારણા કર્યા પછી વીખરાયા. તેઓ પોતાનું કાર્ય યથાર્થ રીતે બજાવવા તત્કાલ રવાના થઈ ગયા. પણ એટલો સમય વ્યતીત પણ કરવો અવંતીપતિને ભારે પડી ગયો; દિવસ માસ જેવો ને માસ વર્ષ જેવો લાગવા માંડ્યો. અવંતીપતિ તો પ્રતિદિન તેઓની પ્રતીક્ષા કરતા બેસતા હતા. ખાનપાનનો રસ, અંતઃપુરનો વિનોદ, અશ્વખેલનનો ઉત્સાહ ને નૃત્ય ગીતિ ને સંગીતિનો શોખ એ વીસરી ગયા હતા. યુદ્ધ, યુદ્ધ ને યુદ્ધના જ પોકારો અંતરમાં પડતા હતા, વિદાય થયેલા ચરપુરુષોમાં મગધનો ચર સહુથી પહેલો પાછો આવ્યો. મહારાજે એને ભારે ઉમળકાથી વધાવ્યો. ગરજ વખતે કડવા વખ જેવા માણસમાં પણ અજબ ગળપણ દેખાવા લાગે છે. મગધના ચરપુરુષે પોતાની વાત શરૂ કરતાં કહ્યું : “મહારાજ , પતંગ જેમ આપોઆપ દીપક પર ઝંપલાવે છે, એમ આપના શત્રુઓ પણ પોતાનો નાશે સ્વયં નોતરે છે. મગધરાજ શ્રેણિકનું મૃત્યુ કારાગારમાં થયું.” 172 | પ્રેમનું મંદિર, કારાગારમાં ?” “હા પ્રભુ ! જે કારાગારમાં એણે અનેક રાજ શત્રુઓને પૂર્યા હતા, એ જ કારાગાર બંદીવાન બનવાનું મગધરાજ શ્રેણિકના પોતાના ભાગ્યમાં આવ્યું !” શા કારણે ? એને કોણે બંદીવાન બનાવ્યો ? મગધનો બુદ્ધિનિધાન મંત્રી અભય શું એ વખતે મરી ગયો હતો ? એનો વયમાં આવેલો પુત્ર અજાત શત્રુ કુણિક ક્યાં ગયો હતો ?" “મંત્રી અભય કુમાર સર્વ રાજપાટ છાંડી ભગવાન મહાવીર પાસે દીક્ષિત થયા. “સરસ. ટાઢે પાણીએ ખસ ગઈ ! ભગવાન મહાવીરે ત્યારે શરૂઆત કરી ખરી ! સંસારમાં સહુ કોઈનાં હૃદય પલાળી શકાય, પણ રાજ કાજમાં પડેલાંનું પરિવર્તન અશક્ય છે. કર્મોની આદ્રતા જ ત્યાં હોતી નથી. હા, પણ અજાતશત્રુએ પછી શું કર્યું ?” એને સિંહાસનની ઉતાવળ થઈ, ને આ વૃદ્ધ રાજાને મોતનાં તેડાં મોડાં પડ્યાં. દીકરાએ ઊઠીને બૂઢા બાપને મુશ્કેટાટ પકડી કારાગારમાં પૂરી દીધો ! રાજ કાજ માં તો કોણ કોનું સેગું ? ત્યાં તો અંગતેના સંબંધીથી વિશેષ ડર !” બૂઢા બાપને કારગારમાં પૂરી દીધો ?" અવંતીપતિએ એ વાક્ય બેવડાવ્યું. “હા પ્રભુ, માત્ર કારાગારમાં પૂરી દીધો એટલું જ નહિ, રોજ કોરડાનો માર પણ પડવા લાગ્યો. આખી દુનિયાથી એનો સંસર્ગ ટાળી દીધો; ફક્ત રાણી ચેલ્લણાનેપોતાની સગી માતાને ખૂબ આજીજી પછી, રોજ એક વાર રાજા શ્રેણિકને મળવા માટે કારાગારમાં જવાની આજ્ઞા આપી. ભગવાન કહેતા હતા એવી સંસારની અસારતા મગધરાજે આ ભવમાં જ પ્રત્યક્ષ કરી ! આ સ્વાર્થી દુનિયામાં કોનો ભરોસો કરવો ? જે રોજ રોજ મગધરાજના જયજયકારથી જીભ સૂકવી નાખતા હતા એ મગધવાસીઓમાંથી ને એ સરદાર-સામંતોમાંથી કોઈએ આ હડહડતા જુલ્મ સામે આંગળી પણ ન ચીંધી ! નવા રાજવીની અવકૃપાની બીકે માનવીનાં અંતર પણ ઓશિયાળાં થઈ ગયાં !? - “પછી મગધરાજનું મૃત્યુ કઈ રીતે થયું ?” અવંતીપતિ ઊંડા વિચારમાં હતા. આટઆટલા અત્યાચાર ગુજારવા છતાં એ વૃદ્ધ રાજાની આયુષ્ય-દોરી એટલી જબરી કે ન તૂટી ! કર્યા ભોગવવાનાં હોય ત્યારે માગ્યાં મોત પણ ક્યાંથી મળે ? અને જગતમાં તો સહુ શત્રુનું મોત જલદી જ વાંછે છે. શત્રુ બનેલા મગધરાજ શ્રેણિકનો પુત્ર કુણિક વિચારતો હતો, કે સાપ ભલે છુટ્ટો ન હોય, ભલે એને દાબડામાં સુરક્ષિત રીતે પૂર્યો હોય, છતાં અકસ્માત બનવાનો હોય ને કોઈ દાબડો ખોલી નાખે તો ?.... બનવા કાળ હોય ને બને, અને જીવતા બૂઢા બાપ તરફ કોઈની વફાદારી જાગે, કોઈ કંઈ હલચલ મચાવે અને ફરીથી કોઈ નવા તોફાનનો આતમરામ અકેલે અવધૂત D 173
SR No.034417
Book TitlePremnu Mandir
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy