SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ‘શા માટે ? આજ તો શરમ તજવાની વેળા છે.” કાલકે કહ્યું. સૌંદર્યભરી નારી રાજ કુમારની વાતો સમજી ન શકી. એ બોલી, ‘તું સંન્યાસી છે કાલકે !” ના, ના, આજે તો સુંદરી પોતે જ સંન્યાસિની છે.' કાલકે કહ્યું. એ હજીયા વ્યંગમાં બોલતો હતો. સુનયના ક્ષોભમાં પડી ગઈ. એની પાસે સૌંદર્યની મહામૂડી છે, જગતવિજયી યોદ્ધાઓને એક વાર ચરણકિંકર બનાવનારું રૂપ છે, એ વાત આ નારી ભૂલી ગઈ. જાણે રંક બની ગઈ હોય એમ એ બોલી : ‘પ્રિય ! તું મને ધિક્કારે છે ?' ના, કોઈ નર નારીને ધિક્કારી શકતો નથી. કોઈ વૃક્ષ મૂળને દૂર કરી શકતું નથી. માણસના ઉરમાં જેમ સુધા છે, એમ નરના અંતરમાં નારી બેઠી છે.” કાલકે કહ્યું. ‘તો મને સ્વીકાર. કરમાં લઈ ઉરમાં સ્થાપન કર.' ‘સુંદરી, તારી પાસે સિંહણનું દૂધ છે અને હું તો પિત્તળનો પ્યાલો છું ! સુવર્ણપાત્રની ખોજ કર.” ‘સુવર્ણપાત્રની ખોજ કરું ? તું પિત્તળનો પ્યાલો છે ?” સુનયના રાજ કુમારના શબ્દો ફરી ફરીને ઉચ્ચારી રહી. એના મુખ પર ભય છવાયો. એ ધ્રુજી ઊઠી, બોલી: ‘કાલક ! તું ત્રિકાલજ્ઞાની છે ?' ના, સામાન્ય જન છું. પણ ત્રિકાલજ્ઞાનીનો શિષ્ય છું. મારા ગુરુ ગુણાકરસૂરિ ત્રણ કાળનું જાણી શકે છે.' ‘તેં એને મારા વિશે કંઈ પૂછ્યું હતું ?” સુંદરી વહેમમાં પડી ગઈ. “ના, એમને આવી વાતોમાં રસ નથી.’ કાલકે કહ્યું. ‘તો કેવી વાતોમાં એ રસ ધરાવે છે ?” સુનયના બોલી. એના મુખ પરથી ભયની રેખાઓ ઓછી થઈ હતી. જગતના ઉદ્ધારની વાતોમાં !' ‘કેવી રીતે ?' ‘રાગ અને દ્વેષ, નેહ અને ઈર્ષ્યા ઓછા કરીને.” સ્નેહ પણ તજવાનો ?' | ‘હા, સ્નેહ પણ સ્વાર્થનું પરિણામ હોય છે.” ‘સ્નેહ પણ સ્વાર્થનું પરિણામ ?” સુનયના વળી આ પ્રશ્ન પૂછતાં ફિક્કી પડી ગઈ. ‘નહિ તો શું ? બાપ-બેટા વચ્ચે શું છે ? પતિ-પત્ની વચ્ચે શું છે ? માતા 140 | લોખંડી ખાખનાં ફૂલ પુત્ર વચ્ચે શું છે ? એકમાં સ્વાર્થ, બીજામાં કામ અને ત્રીજામાં મોહ છે. સાચો સ્નેહ કોઈને પોતાનાં માનતો નથી, ને માને છે તો સહુ પોતાનાં માને છે.' કાલક ચિતનમાં ઊતરી ગયો. સુનયના, જે વારંવાર ફિક્કી પડી જતી હતી, એ હવે સ્વસ્થ થવા પ્રયત્ન કરવા લાગી. કાલકની વાતોએ એની હિંમત બઢાવી, તત્ત્વની વાતો કરનાર વા. અનેકને એણે ભૂતકાળમાં પોતાના પગની ધૂળ ચાટતા કર્યા હતા. સુનયનાએ ફરી પોતાના શૃંગારદીપક દેહને સંભાળ્યો. એ ઊભી થઈ. ઊભા થતાં એનું ઉત્તરીય સરી જવા લાગ્યું. એક વાર તો આખુંય સરી ગયું. કોલકની સામે નયનકટાક્ષ કરતી એ જાણે ઉતાવળી ઉતાવળી ઉત્તરીયને સંભાળવાનો ઢોંગ કરી રહી. પહેર્યું અને સરી ગયું ઉત્તરીય ! અડધું ઓઢવું ને સરી ગયું ઉત્તરીય !! આમ કરતી સુનયના તીરછી આંખે કાલકને નીરખી રહી હતી, જાણે હમણાં સૌદર્યમૂછમાં પડ્યો કે પડશે ! પોતાની તરફ દોડ્યો કે દોડશે ! હાથી કમલિનીને લઈને નાચ્યો કે નાચશે ! પણ કાલક સ્વસ્થ હતો. જીવનમાં આવી નખરાળ નારી એણે પહેલી વાર જોઈ હતી. સ્ત્રીનાં અંગોનું સૌંદર્ય જાણે એ આટલી પ્રકટ રીતે પહેલી વાર નીરખી રહ્યો હતો. છતાં એ સ્વસ્થ હતો. એ ધીરેથી બોલ્યો : “આહ ! શું સૌંદર્ય ?' ‘પછી શું વિચાર કરે છે, રાજ કુમાર ?” સુનયના ઘેનમાં હોય તેમ, હાથ લાંબો. કરીને કાલકને ગ્રહવા ચાહતી હોય તેમ બોલી. ‘વિચાર એટલો કરું છું કે મિષ્ટાન્નની સુંદરતાને સર્વસ્વ માનીને સ્વીકારવી કે એની પાછળ રહેલી જીવનચારુતાને ? સુંદર એટલે આરોગવું કે સારું એટલે આરોગવું ? હીરો ખાવો સારો કે કોટ બાંધવો સારો ?” કાલક વળી તત્ત્વની છણાવટમાં ઊતરી ગયો. અરે કાલક ! અનેક ક્ષત્રિય રાજ કુમારો આ રૂપ પર દીવાના થઈ ગયા છે.” ‘એમાં સંદેહ નથી. દીવાના બનાવે એવું જ આ રૂપ છે.' કાલકે કહ્યું. ‘અનેકના લંબાયેલા હાથે તરછોડી તારી પાસે આવી છું. તું ના કહે, તો મારે હજાર તૈયાર છે.” સુનયનાએ પુરુષના સ્વભાવને પડકાર્યો. ‘તું ખરેખર સુંદર છે.” ‘તો પછી તારો નિર્ણય ?’ લોખંડી પુરુષ 141
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy