SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ એકાંતસેવી ન લાગ્યા. વર્તમાન ઇતિહાસનું પણ તેમને જ્ઞાન હોય એમ ભાસ્યું. | ‘ક્ષત્રિયને ધર્મની નેતાગીરી નહિ, કર્મની નેતાગીરી સોંપો, ધર્મના ક્ષેત્રમાં તો હું સાવ સાદો સેનિક છું.' કાલકે કહ્યું. એના બોલમાં નિરભિમાનતા ગુંજતી હતી. ક્ષત્રિયને માથે જ સંસારનાં કર્મ-ધર્મની જવાબદારી છે. રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર એ બધા ક્ષત્રિય જ હતા ને ? સત્યની તલવારથી એ અધર્મ સામે લડ્યા. અહિંસાની ઢાલથી એમણે સંસારની રક્ષા કરી. સમયે સમયે સંસારશુદ્ધિ માટે ક્ષત્રિયોને સાદ પડે છે. આજ તને પડ્યો છે. ‘ક્ષત્રિયને જ શા માટે ?' કાલકે શંકા કરી. ‘કમે સૂરા સો ધમ્મ સૂરા ! જેને મન જીવન એ સમર્પણ યજ્ઞની આહુતિ સમાન હોય, એને જ સાદ થાય. કાલક ! આજ ધર્મની દશા વિપરીત થઈ છે. અમારું વ્રત પગપાળા ચાલવાનું છે. વાહનનો સ્પર્શ-વેશ્યાના સ્પર્શ જેવો – અમારે માટે વર્યુ છે. પગપાળા ચાલતા અમે આ ભૂમિની, આ દેશની, નગરોની, ગ્રામોની રજેરજ માહિતી મેળવી શકીએ છીએ, જે પગે ચાલે છે, એ સ્વર્ગમાં ચાલે છે, એ અમારું સુત્ર છે.” મુનિ વળી થોભા . કાલકની મનોદશા અત્યારે પલટાઈ રહી હતી. સુનયના, સરસ્વતી કે અંબુજા એની નજર સામેથી હટી ગયાં હતાં. દેશોદ્ધાર કે વિશ્વોદ્ધારનો આખો નકશો એની નજર સામે ચીતરાઈ ગયો હતો. | ‘કાલક ! અમારું મુનિઓનું એક વ્રત પગપાળા ચાલવાનું, એમ બીજું વ્રત લક્ષ્મીહીનતા. અમારે અકિંચન બનીને રહેવાનું અને સંસારની દરિદ્રતાને પરખવાની ! આજ અમે નજરોજર જોયું છે કે રબારીના નેસડા ખાલી પડ્યા છે. ઢોર બધાં યજ્ઞવેદી માટે ચાલ્યાં જાય છે. ભરવાડોના ઝોક ઘેટાં-બકરાંથી ખાલી છે. માણસનું ભોજન માંસ બન્યું છે, પોતાના જીવની રક્ષા ને એ અર્થે પારકાના જીવની હત્યા : આ લગભગ નિત્યવ્યવહાર બન્યો છે. દેશની દોલતની હોળી થઈ રહી છે. માનવીને ભગવાન મહાવીરે અને મહાત્મા બુદ્ધ માંસાહારથી પાછો વાળ્યો હતો, ત્યાં ફરી માંસાહાર તો પ્રસર્યો છે, પણ એની સાથે મદિરા પણ ગંગાજળ બની ગઈ છે : ને વ્યભિચાર નિત્યક્રિયા બન્યો છે. જે પ્રજાનો ધર્મ હણાયો એનો દેશ અને સમાજ હણાયેલો જ સમજવો. ધર્મના રક્ષણમાં જ દેશનું સાચું રક્ષણ રહેલું છે.’ મુનિરાજ જાણે ઉપવાસીને પારણું કરાવે તે રીતે ધીરે ધીરે બધું પીરસી રહ્યા &તા. કાલક પણ મુનિરાજની વાણી અંતરમાં ઉતારી જાણે નિત્યપાઠ કરી રહ્યો. એ મુનિનું છેલ્લું વાક્ય ઉચ્ચારી રહ્યો : 132 1 લોખંડી ખાખનાં ફૂલ જે પ્રજાનો ધર્મ હણાયો એનો દેશ અને સમાજ હણાયેલો જ સમજવો, એમ આપે કહ્યું, કાં ગુરુદેવ ?” ‘સત્ય છે. પગપાળા ચાલવું, દરિદ્રી-અકિંચન-રહેવું મુનિનાં એ બે વ્રતો થયાં. ત્રીજું વ્રત ભિક્ષા. અમે ભિક્ષા યાચનાર ઘર ઘરના ભોમિયા બન્યા છીએ. અમે માનવતાનાં હિણાયેલાં મૂળ ત્યાં નિહાળી શકીએ છીએ. યત્રતત્ર સર્વત્ર ધર્મ વિશે અશ્રદ્ધા, કર્તવ્યમાં શંકા અને આચારમાં હીનતા જોવા મળે છે. માણસ મંત્રમાં ઉદ્ધાર માને છે, તંત્રમાં સિદ્ધિ માને છે. પુરુષાર્થમાં એને શ્રદ્ધા નથી. માનવતામાં આનંદ નથી. દરેક ઘરમાં અમે તંત્ર-મંત્રની ઓરડીઓ જોઈ છે, જેમાં બેસીને માણસ શત્રુનો વિનાશ વાંછે છે, ધનના ચરુ માગે છે, ને રૂપાળી વામાઓ સાથે વિલાસ ઇરછે છે. જે પ્રજાનું પહેલાં વિચારથી પતન થાય છે, એનું આચારમાં સર્વતોમુખી પતન થતાં વાર લાગતી નથી. સહુને સંપત્તિ સંઘરવા જેવી, ભોગમાત્ર માણવા જેવા અને વૈભવ જાળવવા જેવા લાગે છે. સત્ય, ત્યાગ, પ્રેમ , અહિંસા, અપરિગ્રહ : આ બધા તો હવે માત્ર શબ્દો જ રહ્યા છે અને તે પણ નિખ્ખાણ ખોખા જેવા ! એ શબ્દોના પ્રાણને જાગ્રત કરવામાં નહીં આવે તો દુનિયા અનાચારની દુર્ગધથી ત્રાસી ઊઠશે.’ કાલકે તલવારના ઘા લીધા હતા અને દીધા પણ હતા, પણ મુનિના શબ્દો જેટલી તીણતા એમાં નહોતી, એમ એણે આજે અનુભવ્યું. મુનિની વાણી આગળ ચાલી : ‘સત્ય, પ્રેમ અને અહિંસાની રક્ષા કાજે સમાજ નિર્માણ થયો છે. એ સમાજ નિર્બળ બન્યો, તો એને સંભાળવા રાજાઓની સંસ્થાઓનું નિર્માણ થયું; રાજાઓ પણ કાલક્રમે એ સાચવી ન શક્યા. તો ધર્મસંસ્થાનું નિર્માણ થયું; પણ પાણી હંમેશાં ઢાળ તરફ વહી જાય છે, એમ કહેવાતા ધર્મોએ તો પ્રાકૃત જનોની રસવૃત્તિ પોષવા માટે અને પોતાના પંથમાં ખેંચવા વિશેષ ભ્રષ્ટાચાર નિપજાવ્યો. જગતને આચાર અને સદાચારની પરબ વાળવા અને પરબનાં સાદાં સાત્ત્વિક પાણી પિવરાવવા અમે તૈયાર થયા, પણ કુહાડી ગમે તેવી કુશળ હોવા છતાં હાથા વિના નિરર્થક છે. આજ તને ક્ષત્રિયને અમારી હાકલ છે. બુદ્ધ-મહાવીરની સંસાર સંરક્ષકસેનામાં તારું નામ નોંધાવી લે, કાલક ! ચઢી જા સત્યની શુળી પર ! સહુ સારાં વાનાં થશે !' મુનિની આંખોમાં પ્રકાશનો પૂંજ ઝળહળી રહ્યો હતો. એ પ્રકાશ કાલક અને સરસ્વતી બંનેને આવરી રહ્યો. ‘મહારાજ ! હું ક્ષત્રિય છે. દિલનું જોશ છે. હમણાં જ કોકિલાને હેરાન કરતા બાજને ઘાયલ કર્યો. આતતાયીનો નાશ એ જાણે મારા સ્વભાવમાં છે. સાધુતા તો ખમી ખાવાની વસ્તુ છે.’ કાલક ! કુહાડીનો હાથો થા ! 133
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy