SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ કેમ કહેવાય ? આપણું મન સુધર્યું એથી કંઈ જગતનું મન સુધરી જવાનું નથી. ઊજળા દૂધને હંમેશાં બિલાડીનો ભય છે.” સુનયનાએ સાવચેતી રજૂ કરી. ‘સ્થૂલ રૂ૫ તો દેહનો વિષય છે !' આત્માનું રૂપ તો જે આત્માને જાણે તેને માટે, બાકી તો આ ચામડી અને આ મુખમાં જ રૂપ જોવાય છે !' - “બહેન ! તારી વાત સાચી છે. આખા વાતાવરણમાં દૂષિતતા છે. પણ વાત કર્યો એ દૂર નહિ થાય, એકાદે એમાં બલિ બનવું પડશે !' ‘રૂપવતી સ્ત્રીની ભારે કફોડી સ્થિતિ છે. દેવી જેવાં સરસ્વતી બહેન ! આજે રૂપવતી સ્ત્રી માટે બહાર નીકળવા જેવો વખત નથી. રૂપ પરના અત્યાચારોની વાતો અને તેય રાજ કુળોની વાતો... પણ જવા દો એ બધી માથાકૂટ !' સુનયનાએ મનના વેગને રોકીને એ વાત ત્યાંથી કાપી નાખી. એને લાગ્યું કે પોતે ભાવાવેશમાં આવી ગઈ. - “બહેન ! કોઈ રૂ૫ માગશે તો દેહની સાથે આપી દઈશ અને આત્માને લઈ ચાલી નીકળીશ.” ‘એટલે સમર્પણ કરશો દેહનું ?' ‘જરૂર પડશે, તો તો એમાં પાછી નહિ પડું , પણ મારે આ રાગ, આ મોહ, આ ક્રોધ, આ લભભરી સુષ્ટિ છોડવી છે.' સરસ્વતીએ આખરી નિર્ણય જાહેર કર્યો. ‘બહુ ઉતાવળી તું ! અરે , મુનિજન આવ્યા છે, ઘેર ગંગા આવી છે. ત્યાં તો ચાલ, ધર્મગંગાનું યથારુચિ સ્નાન અને પાન કરીને પવિત્ર તો થા.” રાજ કુમાર કાલકે કહ્યું. ‘સુનયના બહેનની વ્યવસ્થા કરીને આવું છું !' સરસ્વતીએ જવાબ આપ્યો, અને એ સુનયનાને લઈ પોતાના આવાસ તરફ ચાલી. ‘અહીં રાહ જોતો ઊભો છું.' કાલકે કહ્યું.. ‘ભલે, હમણાં આવી.' સરસ્વતી સુનયનાને લઈને પોતાના આવાસમાં ગઈ. રાજમહેલનો આવાસ ખરેખર સુંદર હતો. સુનયનાએ અનેક આવાસો જોયા હતા, ઉજ્જૈની જેવી નગરીના રાજમહેલો નીરખ્યા હતા, પણ આવી મનહરતા અને શાંતિ ત્યાં લાધી નહોતી. અહીં એક નાનું રમકડું પણ અર્થ રાખતું હતું. એક દીપક પણ પોતાના પ્રકાશ અને છાયા વિશે સંચિત હોય તેમ લાગતો હતો. વૈભવ જરૂર હતો. રાજકુમારીને શોભતો આવાસ હતો. પણ સંસ્કારની મધુર છાયા બધે પથરાયેલી હતી. આસનો, વિરામાસનો, પર્યકાસનો બધાં સુવ્યવસ્થિત હતાં. પંખી અહીં હતાં, પણ પિંજર નહોતાં. અહીં શુક ગાતો, સારિકા ગાતી, કોકિલ ટહુકા કરતો, પણ બધું જાણે મુક્ત મનનું હતું. સામાન્ય રીતે રાજમહેલોમાં પ્રવેશ કરનારને આચરણમાં દંભ સેવવો પડતો. ભાષામાં મોટાઈ જાળવવી પડતી. અહીં પ્રવેશ કરનાર મનનો બધો ખોટો ભાર દૂર ફેંકી આપોઆપ હળવો ફૂલ થઈ જતો. સુનયનાને માથે રૂપનો બોજ હતો, એથી એનામાં ટાપટીપનો વધુ આડંબર હતો અને એથી વધુ બોજ એના રૂપનો હતો. રૂ૫ સામાને વીંધનારું જોઈએ; સામું ન વીંધાય તો રૂપની અસ્મિતા એટલી ઓછી ! આ ખંડના પ્રવેશ સાથે જાણે એ બધું ફેંકાઈ ગયું. સુનયના હળવી થઈ ગઈ. અંદર બોજ વિનાનું થઈ ગયું ! થોડીવારે એક સારિકા (એના) એના હાથ પર આવીને બેસી ગઈ. ને કંઈ કંઈ વાતો કરવા લાગી. સંસારનાં સારાં ગણાતાં માણસો જે ભૂંડી ભાષા વાપરતાં હતાં, એના કરતાં સારિકાની ભાષા અને મીઠી લાગી, સરસ્વતી સુનયનાની બધી વ્યવસ્થા કરી મુનિજન પાસે જવા પાછી ફરી. 126 D લોખંડી ખાખનાં ફૂલ બે ઘોડાનો સવાર 1 127
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy