SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ સિંહપુરુષની નવલકથા લખવાની અંતરમાં પ્રેરણા જાગી. આ મહાન ધર્મવીર આર્ય કાલક. એમની નવલકથા તે ‘લોખંડી ખાખનાં ફૂલ.’ કાલક મૂળે ક્ષત્રિય રાજ કુમાર . વૈભવ અને વિલાસ પર વિરાગ આવવાથી એ જૈન સાધુ થયા. તેમની સાથે તેમની બહેન સરસ્વતી પણ સાધ્વી થઈ. સરસ્વતી જેમ ગુણ અને શીલમાં ચડિયાતી હતી, તેમ એ રૂપ-સૌંદર્યવતી પણ બહુ હતી. એના ઉપર આસક્ત બનીને ઉજ્જૈનીના રાજા ગર્દભિલ્લું એનું અપહરણ કર્યું. એક સાધ્વીનું અપહરણ એટલે ધર્મને પ્રત્યક્ષ પડકાર. રાજા તપસ્વીઓનો અને એમના આશ્રમોનો જૂના વખતથી રખેવાળ ગણાતો. આર્ય કાલકે મહાજનને, મંત્રીઓને, સામંતોને, નગરાધ્યક્ષોને રાજા પાસે મોકલ્યા, ને એમની મારફત ધર્મમાં દખલ ન કરવા અને આવા ઘોર અપકૃત્યથી પાછા ફરવા વિનંતી કરી; પણ કામાંધ અને સત્તાંધ રાજાએ કોઈનું કંઈ ન સાંભળ્યું. આખરે આર્ય કાલક પોતે ગર્દભિલ્લની પાસે ગયા તો રાજાએ એમની ક્રૂર મશ્કરી કરી, અને ધર્મની દુહાઈ, માનવતાની યાદ અને દયાની ભીખને ઠોકરે ચઢાવી. આર્ય કાલકે એને સમજાવ્યું કે એકની સ્વતંત્રતા બીજા પરતંત્રતા ન હોવી ઘટે; એકનો હર્ષ બીજાનો વિષાદ ન હોવો ઘટે; પ્રજાનું રંજન અને રક્ષણ કરે તે જ સાચો રાજા ! પણ મદાંધ રાજાએ એમની એક પણ વાત ન સાંભળી; ઊલટું આચાર્યનો ઘાત કરવા એમના પર હાથી છૂટો મૂક્યો. સત્યના આગ્રહ માટે ત્યાં મરી જવું કે સત્યની પુનઃસ્થાપના માટે જીવી જવું આ બે વાતોમાંથી કાલકસૂરિએ બીજી વાત પસંદ કરી અને એમણે ત્યાં જ પ્રતિજ્ઞા કરી કે, કાદવ-કીચડમાં આનંદ માણતા ભૂંડના જેવા : અન્યાય, અત્યાચાર અને અધર્મના કર્દમમાં ડૂબેલા આ અધર્મી રાજાનો હું સર્વનાશ કરીશ ! પછી તો સાધુવેશ તજીને આયેંગરુ ભારતમાં ઠેર ઠેર ફર્યા. એમણે લોકોને અને લોકનાયકોને કહ્યું : ‘દરેક રાજા પાસે મહાન આદર્શ હોવો ઘટે. દેશ, પ્રજા અને પશુ પર એને પૂરતું વહાલ જોઈએ. એનામાં અનન્ય ધર્મનિષ્ઠા હોવી ઘટે. જનતાની વાણી ને વેદના તરફ એનું મુખ હોવું ઘટે અને જે રાજા આથી અવળું વર્તન કરે એને દૂર કરવો ઘટે. રાજા ગર્દભિલ્લુ અત્યારે કુરાજવી બન્યો છે. એને દૂર નહીં કરો તો તમારો ધર્મ નામશેષ બની જશે.’ પણ શાસકોએ પ્રજાને દાબી દીધી હતી, એટલે બળવાન ગભિલ્લ સાથે લડવા કોઈ તૈયાર ન થયું. એમણે ફરી ફરી સૌને સમજાવ્યું : ભારતનો સાર્વભૌમ આદર્શ આધ્યાત્મિકતા છે, ધર્મ છે. રાજા ધર્મની રક્ષા કરનારો છે. રાજનીતિનું અહીં શાસ્ત્ર છે ને એ અનુસાર જ રાજ ચાલી શકે; ગમે તેવી બળવાન રાજસત્તા પર સ્વયં એ નિયમો બદલી ન શકે. પંડિતો, ધર્મગુરુઓ અને શાસ્ત્રજ્ઞોનું એ કામ છે. ગર્દભિલ્લ પોતે ધર્મને ઉવેખે, એ કેમ બને ? ધર્મની આવી ઉપેક્ષા કરનારને તો જેર કરવો જ ઘટે. પણ આર્ય કાલકનું કથન કેવળ અરણ્ય-રુદન જેવું નીવડ્યું ! આખરે એમણે ધર્મરક્ષાની ખાતર પોતે જ ઝુકાવી દીધું : એ મદાંધ સત્તાને દૂર કરવાનો નિર્ણય કર્યો. આ વખતે સિંધ પ્રાન્તનો એક એલચી એમને મળી ગયો. એ એલચીની મદદથી એ સિંધ પ્રાન્તમાં પહોંચી ગયા. ત્યાં ઈ. સ. પૂર્વે ૧૨૦-૧૧૫થી શકો ત્યાં આવીને વસ્યા હતા. શકોને એમનું શાસન હતું. તેઓને પોતાની શક્તિ અને વિદ્વત્તા દ્વારા આર્ય કાલકે પ્રસન્ન કર્યા. આ વખતે જોગાનુજોગ એવો બન્યો કે જે શકશાહીના આર્ય કાલક મહેમાન હતા, એના પર શકશહેનશાહની નારાજગી ઊતરી ને સામાન્ય ગુના અંગે એણે એ શાહીને અને બીજા શાહીઓને પણ દેહાંતદંડની સજા કરી. આર્ય કાલકે આ તકનો લાભ લીધો. એમણે શકશાહીઓને સમજાવ્યું, કે આ રીતે મરણને શરણ થવા કરતાં દેશત્યાગ કરીને ચાલ્યા જવું સારું. શકશાહીઓને લઈને આચાર્ય ગભિલ્લને પરાસ્ત કરવા ભારતવર્ષમાં આવ્યા. ઈ. સ. પૂર્વે એકસો વર્ષનો એ સમય. શકોની સહાયથી એમણે સૌરાષ્ટ્ર કબજે કર્યું, ને પછી ઉજ્જૈની પર હલ્લો કર્યો. મુખ્યત્વે આર્યગુરુની કુનેહ અને એમના યુદ્ધકૌશલથી પરાક્રમી રાજા ગર્દભિલ્લુ હાર્યો ને કેદ પકડાયો. સહુની માન્યતા હતી કે આર્ય કાલક ગભિલ્લને ગરદન મારશે, પણ તેઓએ તેને ક્ષમા આપી. શકશાહીને અવંતી ભળાવી ધર્મની આણ આપીને કહ્યું કે ધરા ધર્મને વશ છે; ધર્મને ટકાવશો ત્યાં સુધી જ તમારું શાસન ટકશે. આ પછી પોતે સરસ્વતી સાધ્વીને લઈ ફરી પાછા વન-જંગલમાં સાધુધર્મ પાળવા ચાલ્યો ગયો. ફક્ત ચાર વર્ષ પછી શકરાજાને હરાવી વિક્રમાદિત્ય ગાદીએ આવ્યો. આટલો કથાસંક્ષેપ છે. *** ઇતિહાસની એક મહાન ઘટનાને લઈને રચાયેલી આ નવલકથા છે. ઇતિહાસના આછા-પાતળા તંતુને આધારે વણાયેલી આ નવલકથાનો આરંભ વિક્રમથી સો વર્ષ પહેલાં થાય છે. ભારતમાં એ વખતે ગણતંત્ર, જનપદ, રાજા ને રાજન્યનાં રાજ ચાલતાં હતાં, પણ ધીરે ધીરે આપખુદી ને એકહથ્થુ સત્તાનો લાભ સહુ શક્તિશાળી સામ્રાજ્યોને વળગ્યો એટલે દેશની એકતા ખોખરી બની. પરદેશીઓ આનો સારો લાભ ઉઠાવવા લાગ્યા. હૂણ, શક, ઋષિક, યવન, પલવ વગેરે જાતિઓએ અહીં આવીને પોતાનાં થાણાં જમાવ્યાં. સિકંદરે ભારતપ્રવેશ વધુ સરળ કર્યો ને સમ્રાટ ચંદ્રગુપ્તના સમયથી યવન ને ગ્રીક સુંદરીઓ સાથેના લોહીસંબંધો બંધાવા માંડવા. આ રીતે જ્યારે ભારતમાં વિલાસ, વૈભવ ને વિકારનું સામ્રાજ્ય જામ્યું હતું, તે કાળે દેશની રાજસત્તાને મોટામાં મોટો આંચકો આપનાર આ બનાવ બન્યો. ९
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy