SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલ્યાં ! એ ચાલ્યાં ! બંને જણાં દૃઢ આશ્લેષ દઈને ખડાં રહ્યાં. પળ ગઈ, ઘટિકા ગઈ ! પણ રે ! મોત કેમ ન આવે ? સરસ્વતી ખીણવાળા મુનિનાં વાક્યો રટી રહી હતી, ભાઈ એમાં સાથ આપતો હતો. બંનેએ ધૂન મચાવી મૂકી હતી. મૃત્યુની રાહથી થાકીને, થોડીવારે બંનેએ આંખ ઉઘાડી તો પ્રકૃતિ શાંત હતી ને પોપટનાં ટોળાં આવીને ઉંબરફળ ચાખતાં હતાં. 10 નવી દુનિયામાં નાટકનો પડદો બદલાય અને જેમ આખું દશ્ય પલટાઈ જાય, એમ એક નવી દુનિયામાં જ આપણે આજે પ્રવેશ કરીએ છીએ. એ દુનિયા શાંતિથી ચાલે છે. ત્યાં અઘોરીની ગુફાઓ નથી, વાસુકિ નાગનાં વાસસ્થાનો નથી. ભયંકર શ્વાનોની-સારમેયોની ગુફાઓ નથી. તંત્રનો અગ્નિ નથી, મંત્રનો આતશ નથી. પૃથ્વી, પાણી, પવન ને આકાશ – આ બધાં તત્ત્વો પોતાના સ્વાભાવિક ધર્મમાં ચાલે છે. એના અણુપરમાણુઓમાં માનવ જીવનને પોષતાં તત્ત્વો છે. પાણી ઠંડું છે, પૃથ્વી મૃદુ છે, પવન શીતલ છે, આકાશ શાંત છે. મગધના પાંચ પર્વતોના છેડે તળેટીમાં ધારાવાસ નગરી આવેલી છે. વીરોમાં વિખ્યાત વીરસિંહ એ નગરોનો રાજા છે. એ રાજાને સુરયુવતીઓના સૌંદર્યને શરમાવનારી સુરસુંદરી નામે પત્ની છે. કલ્પલતા ને કલ્પવૃક્ષના સંયોગથી જેમ અમરફળનો જન્મ થાય, એમ બંનેને એક પુત્ર અને પુત્રી છે. સદાચાર ને શૂરવીરતાના અવતાર પુત્રનું નામ કાલક કુમાર છે. શીલ અને સૌંદર્યની અવતાર પુત્રીનું નામ સરસ્વતી છે. કાલ ક અને સરસ્વતીની ભાઈબહેનની અજબ જોડ છે : અશ્વલેખન વિઘામાં ને ધનુર્વિદ્યામાં બંને પારંગત છે. લોકો કહે છે કે રાજા વીરસિંહને પુત્ર એક છે, પણ સાત દીકરાની ભૂખ ભાંગે તેવો છે. દીકરી એક છે, પણ સાત દીકરા જેવી છે. અંધારામાં અજવાળાં પાથરે તેવી છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજ કુમાર કાલક આશ્રમોમાં ફરીને તાલીમ લઈ રહ્યો છે. સરસ્વતી પણ અવારનવાર અને સાથે આપે છે. આર્યાવર્તના મહાન વિદ્યા 72 D લોખંડી ખાખનાં ફૂલ
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy