SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ મહાચક્રપૂજા અબુજા મહાગુનો આદેશ સાંભળી એક પળ ખચકાઈ ગઈ. ગમે તેમ તોય એ સ્ત્રી હતી, યુવતી હતી. જોબન એનાં અંગોને મઢતું હતું. જોબનની સાથે વિધાતાએ એને છલછલતું રૂપ પણ આપ્યું હતું. કાયાનો એનો ગૌરવર્ણ તો અત્યંત તેજસ્વી હતો. અલબત્ત, એની નસમાં એક એવું લોહી વહેતું હતું, જે આછકલી નાજુકાઈ ને દેખાતાં બંધનોમાં શ્રદ્ધા નહોતું રાખતું. સ્ત્રી એટલે માટીનો ઘડો, એ બગડ્યો એટલે ફોડી નાખવાનો. એ માન્યતામાં એ જીવનારી નહોતી. એ પુરુષ સમોવડી હતી. પુરુષની સામે એક સાથરે સૂતાં એનું રૂવું પણ ધ્રુજતું ન હતું. છતાં વર્ષોથી આદર્શઘેલી, જૂઈના ફૂલ જેવા સ્ત્રીત્વવાળી, સહેજ પણ પરપુરુષસ્પર્શમાં લજામણીના છોડની જેમ કરમાઈ જનારી, સરસ્વતી જેવી ભારતીય નારીઓની વચ્ચે એ વસી હતી. એ કારણે તત્કાલ એણે થોડો કંપ અનુભવ્યો. મહાગુરુનો આદેશ સાંભળી એક ક્ષણ એ સંકોચાઈ ગઈ. રાજ કુમાર દર્પણના ખભા સાથે ખભો મિલાવીને એ ખડી હતી, ત્યાંથી બે ડગલાં એ પાછી હઠી ગઈ. નગ્ન સ્ત્રીની પૂજા એ અહીંનો આમ્નાય હતો. અરે, બધાનાં દેખતાં નગ્ન કેમ થવાય ? અલબત્ત, નાને, શયને અંબુજાને કુલસંસ્કાર એવા હતા અને વસ્ત્ર પણ એનાં એવાં હતાં, કે એને નગ્ન નહિ તો અર્ધનગ્ન જરૂર કહી શકાય. પણ રૂઢિ એવી છે, કે એક વાર અભ્યાસ પડ્યા પછી નગ્નતા નગ્નતા લાગતી નથી. નહિ તો નગ્ન મૂર્તિઓ જોઈને માણસને વિરાગને બદલે વિકાર ન થાય ? મહાગુરુ કહેતા : “એ બધાં મનનાં કારણ છે. નગ્નતા વિકાર કે વિરાગ જન્માવતી નથી, પણ મન જ વિકાર કે વિરાગ જગાવે છે અને મહાગુરુ મહામઘના આશ્રમમાં મનને જ મહાબળવાન બનાવવાનું હતું ને ! મનકે જીતે જીત હૈ, મનકે હારે હાર. નિર્બળ મન એ સર્વ તંત્રોની મોટી નિષ્ફળતા જ છે ! વજ જેવું હૈયું એ તંત્રમાર્ગની ખરી સિદ્ધિ છે. ઢીલી થતી અંબુજા ફરી મક્કમ બનવા લાગી. ‘અંબુજા !” ફરી ગુરુનો અવાજ ગાજ્યો, એ બધે પડઘો પાડી રહ્યો. આ અવાજ માં વશીકરણ હતું. પાછળ હઠતી અંબુજા એક કદમ આગળ આવી. દર્પણની સાથે ખભેખભો મિલાવી પળવાર પડી રહી. એણે દર્પણની ડોકમાં રહેલો લાલ રૂમાલ લીધો. એક વાર સુંધ્યો, બીજી વાર સુંધ્યો, ત્રીજી વાર સુંઘતાં તો એ થનગની રહી. આજ્ઞા, ગુરુદેવ !' એણે જોરથી બૂમ પાડી. ‘વિલંબ થાય છે પૂજામાં, હજી મહાપૂજા બાકી છે. નારી તો શક્તિ છે. એ આમ અશક્તિ કેમ જાહેર કરે ?” મહાગુરુના શબ્દોમાં વેધકતા હતી. ‘તૈયાર છું, ગુરુદેવ !' અંબુજા રૂમાલ સૂધ્યા પછી કંઈક કેફમાં હોય તેમ બોલી. ‘તારા આજના સદ્ભાગ્યને જલદી વધાવી લે.' ‘ભલે ગુરુદેવ !' અંબુજા બોલી, અને એણે ઉત્તરીય ફગાવ્યું. મહાગુરુ મુખેથી મંત્રોચાર કરી રહ્યા. એ શબ્દોમાં સામર્થ્ય હતું. એક પણ સાધક જીભ હલાવી ન શક્યો. અંબુજાએ અધોવસ્ત્ર ફગાવ્યું, ને ઘંટારવ ગાજી ઊડ્યો. શંખસ્વર વિકસી રહ્યા. અંબુજા સિંહાસન પર જઈને ઊભી રહી. મહાગુરુએ લાલ જબાકુસુમની એક લાંબી પુષ્પમાળા એના કંઠમાં આરોપી દીધી અને પછી કેસર, ચંદન, કસ્તૂરીથી એનાં જુદાં જુદાં અંગે ચર્ચા કરી. એ અંગો પર મહાગુરુનું અનુકરણ કરીને સહુએ પૂજા કરવાની હતી. પૂજા કરતાં કરતાં જો કોઈ પણ સાધકનું એક રૂંવાડું પણ હલી જાય તો મહાગુરુ એને અર્ધચંદ્રાકાર આપવાના. વિકારનાં સાધનો છતાં જે વિકાર ન અનુભવે એ વીર.* અર્ધચંદ્રાકાર એટલે ગળેથી પકડીને, ધક્કો મારીને એ નામર્દને બહાર કાઢી મૂકવાનો. એક પળ પણ ત્યાં ઊભો નહિ રહેવા દેવાનો. એ નિષ્ફળ, એની વિદ્યા નિરર્થક, એનું જીવન તંત્રવિદ્યા માટે નકામું. * વિચારતા જ વિચને થથાં ન જfશ સ gણ ઘT | કાલિદાસ મહાચ ક્રપૂજા 59.
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy