SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ પણ એ કોડીલાઓ ગયા એ ગયા. કોઈને કોઈ અધ્ધર આકાશમાં ઉપાડી ગયું, કોઈને ગેબીની ગુફા ગળી ગઈ, કોઈનો કંઈ પત્તો જ ન મળ્યો. જે લોકો એક વાર આ બધું જોઈ આવ્યા હતા, એ ગોપલોકોને સાથે લઈને રાજા પોતે સેના સાથે શોધમાં નીકળ્યો. જઈને જોયું તો પ્રાણ વગરનું ઉજ્જડ ગામડું એમ ને એમ પડ્યું હતું. એ રાતે કોઈ મહાપ્રાણી આવ્યું ને સહુ જોતા રહ્યા અને રાજાને ઉપાડી ચાલ્યું હતું. કાળો બોકાસો બોલી ગયો. એ પછી થોડી વ્યર્થ માથાકૂટો થઈ. પણ આખરે રાણીજીએ રાજની લગામ હાથમાં લીધી અને હુકમ કર્યો કે હવે કોઈએ ઉત્તર દિશામાં ન જવું-એની શોધખોળ ન કરવી. એ રસ્તે અનિવાર્ય રીતે જવાનું થાય તો કંઈ ન જોવું. નિરુપાયે જોવાઈ જાય તો ત્યાં જે જોયું હોય તે કોઈને ન કહેવું, કારણ કે આ તો માયાવી સંસાર છે. એને એ સંસારનાં માયાવીપણાના પરચા પણ અવારનવાર મળતા રહ્યા . ઘણા લોકોએ ખુદ રાણીજીને જ એ માર્ગે બનીઠનીને જતાં જોયાં. ઘણા લોકોએ વહેલી સવારે ફાટેલાં વસ્ત્ર એમને પાછાં આવતાં જોયાં. પણ એ તો માયાવી સંસારની કરામત ! શું રાણી અને શું વાત ? ઉત્તર દિશાની કોઈ વાત કોઈએ કરવી જ નહિ! આપણે જ્યારની વાત કરીએ છીએ ત્યારે ઉત્તર દિશાના એ અભુત કેડા પર કાલક અને સરસ્વતી ચાલ્યાં જતાં હતાં. થોડેક પાછળ દર્પણ અને અંબુજા ચાલતાં હતાં. ચારેની આગળ એક વાંદરા જેવો દાઢિયાળો વામનજી ચાલતો હતો. રસ્તો ઘડીમાં ખીણમાંથી જતો. ઘડીમાં કોઈ ગુફામાં થઈને પસાર થતો. ગુફા અંધારી રહેતી, કોઈ વાર રાની પશુની ત્રાડ કે સર્પના રૃકાર સંભળાતા : પણ તેમનાથી ડરવાની જરૂર નથી, એમ આગળ ચાલતો મૂંગો વામનજી ઇશારાથી સમજાવતો. રાજકુમાર કાલકને તરત ખ્યાલ આવી ગયો કે આ નાગરાજોને અને વાઘચિત્તાઓને કોઈ ઔષધિ ખવરાવવામાં આવી છે, એટલે પડ્યા પડ્યા ફૂંકાર કે ગર્જના કર્યા કરે, બાકી એમનાં અંગેઅંગ જૂઠાં કરી નાખવામાં આવ્યાં છે. રસ્તો નિર્જન હતો, છતાં ક્યાંક ક્યાંકથી નીકળી આવતાં દેખાવડાં સ્ત્રીપુરુષનાં જોડકાં એમને ભેટી જતાં. એકબીજાની આંખો મળતી, વળી નેત્ર નીચાં ઢળી સહુ પોતપોતાનો પંથ ચૂપચાપ કાપવા લાગી જતાં, બોલવાની જાણે અહીં મનાઈ હતી. તાંત્રિક અભિચારોના આ બધા ઉપાસકો હતા. આમાં બે મહાદેવીઓના મુખ્યત્વે ઉપાસકો હતા, એક પ્રજ્ઞાપારમિતા અને બીજી વજવારાહી. - પન્નાપારમિતા મુખ્યત્વે તાંત્રિક અભિચાર છોડી સરળ આચાર દ્વારા નિર્વાણ માર્ગે જનારની ઉપાસ્યા દેવી હતી. મહાદેવી વજવારાહી ભૌતિક સિદ્ધિઓની અધિષ્ઠાયિકા હતી. ભૂમિમાં દિવસો સુધી દટાઈને, નિરાહાર રહીને, કઠિનમાં કઠિન અને સામાન્ય લોકો માટે જુગુપ્સા પ્રેરે તેવાં અનુશાસનો દ્વારા આ સિદ્ધિઓ મળતી. આ સિદ્ધિઓના પ્રકારોમાં દેવતાઈ ખડગ, દિવ્ય અંજન, પારલેપ, અંતર્ધાન, રસ-રસાયન, ખેચરી વિદ્યા, ભૂચર વિદ્યા ને પાતાલતંત્રનો સમાવેશ થતો. આ બધા હતા તો મહાનિર્વાણના જ ઉપાસકો, પણ જેઓને જૂનો માર્ગ દુ:ખદ હતો તેઓને માટે આ નવો માર્ગ શોધાયો હતો, જે સુખદ હતો. અહીં ભોગમાં જ મુક્તિ હતી. અત્રે એકત્ર થનારામાં બે પ્રકારના લોકો હતા. એક તો સિદ્ધ થનારા ને બીજા સાધકો. આજની વિધિમાં નિત્ય ષોડશાર્ણવ તંત્રના ગમે તે ઉપાસક ભાગ લઈ શકતો. ગુપ્તતા અહીંનો મુખ્ય નિયમ હતો. ને અહીં રાજાની રાણી એક શૂદ્રની સમકક્ષ લેખાતી. વિધિમાં પ્રવેશ કરનારા બધા સમાન જાતિ-વર્ણના બની જતા. ન ઊંચ-ન નીચ ! આપણા આ ચારે પરિચિતમાં કાલક અને દર્પણના ગળે એક મોટો લાલ રૂમાલ હતો, અને આ બે યુવતીઓએ-અંબુજા અને સરસ્વતીએ-નીલા રંગની કંચુકીઓ પહેરી હતી. રાજ કુમાર કાલકને આમાં કંઈ વિચિત્ર સાધના જેવું અવશ્ય લાગેલું. ગુરુદેવ પાસે એણે ખુલાસો પણ માગ્યો. ગુરુદેવે ખુલાસો આપતાં કહ્યું, વત્સ, વાત એકની એક છે, ફક્ત માર્ગ બે છે. શમ, દમ, તપશ્ચરણ અને યમ આદિથી સમાધિ અને નિર્વાણની પ્રાપ્તિ થાય છે. પણ એ માર્ગ લોકો માટે કષ્ટકર છે : એટલે આ નવો માર્ગ શોધી કાઢ્યો છે ને આ માર્ગ દ્વારા તરત નિર્વાણ મળે છે. આપણે ટપટપથી નહિ, રોટલાથી ગરજ છે. આ વિદ્યાઓ, આ સિદ્ધિઓ દ્વારા જન્મ-મરણ, હર્ષ-શોક, કામ-ક્રોધ, લોભ-મોહ નષ્ટ થાય છે, ને પંચમહાભૂતથી અતીત થઈ માનવી નિર્વાણ પામે છે."* * स्त्रिया सर्वकुलोत्पन्नां पूजत्ये वज्रधारिणीम् । 52 D લોખંડી ખાખનાં ફૂલ માયાનગરી 53
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy