SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ‘અરે !તમે કેવા જડસુ છો. ગુરુ બધું જાણે છે. અમે ગુરુના સેવક એમ ને એમ બન્યા હોઈશું ?' શકરાજે વળી વચ્ચે કહ્યું. ‘હાં, વાસુકિ ! આગળ કહે .' ગુરુ બોલ્યા. “મથા સુંદરીએ કહ્યું, કે એ આપણા નાશ માટે ગર્દભી વિદ્યાની ઉપાસના કરવાનો છે, એની સાધનામાં એ બેઠો છે. ૧૦૦૮ જાપ કરીને એ ગર્દભીને સિદ્ધ કરશે, ને પછી યોગ્ય સમયે દેવીને આમંત્રશે. એ દેવી ગર્દભી રૂપે હાજર થશે ને ફુત્કાર કરશે. એ ફુત્કારથી હવામાં પડઘા પડશે. એનો એકગણો અવાજ સહસ્રગણો બનીને ગુંજી ઊઠશે, આકાશના ગુંજબને ચીરી નાખશે. અને જે કોઈ એ અવાજને સાંભળશે એ બેપગું કે ચોપગું માનવી કે પ્રાણી મોંથી લોહી ઓકતું ત્યાં ને ત્યાં પૃથ્વી પર બેભાન થઈને પડશે.’ ‘ગજબ કહેવાય ! આવા રાક્ષસ સાથે માણસથી ન લડાય.' શકરાજનો ઊંચે ચડેલો પારો વળી ઊતરી ગયો. ‘માણસ જ રાક્ષસથી લડે. રામ-રાવણની વાત નથી સાંભળી ?' વાસુકિએ વચમાં શકરાજને ઉદ્દેશીને કહ્યું, ને પોતાની વાત આગળ ચલાવી. ‘મઘાએ કહ્યું કે કિલ્લાના કાંગરા પર સાધનામંદિર ગોઠવ્યું છે. પોતાની સાધનાને સફળ કરવા માટે એક પખવાડિયાથી તો દર્પણર્સને સ્ત્રીનું મોં પણ જોવું બંધ કર્યું છે. રાત-દિવસ મંદિરમાં પેલા સાધનામંદિરમાં જ બેસી રહે છે, જેમાં વ્યાનવ્યંતર દેવીને અવતારવાની છે. એ ગર્દભી પણ તૈયાર છે. કિલ્લા નીચેથી કાંગરા પરનું એનું લાંબું મોં જોઈ શકાય છે. મઘાએ છેલ્લે કહ્યું છે કે ગુરુદેવ આવી બધી બાબતોનો તાગ લેવામાં અને સામનાનો ઉપાય શોધી કાઢવામાં ભારે નિષ્ણાત છે, એટલે તેઓ આનો ઉપાય વિચારી લે.' ‘ઉપાય ? વાસિક ! ઉપાય. એક જ, એ વ્યંતરીને બોલવા જ દેવી જોઈએ નહિ.' ગુરુએ કહ્યું. ‘પણ એ કેમ બને ?' ધનુર્વિદ્યાની સહાયથી. મંત્રારાધન પૂર્ણ થતાં જે વખતે ગર્દભી મોઢું ઉઘાડવા તૈયાર થાય કે તરત જ તીર પર તીર છોડીને એ ગર્દભીનું મોં સીવી લેવું જોઈએ! એ જ આનો ઉપાય !' ‘પણ તીર બરાબર જવું જોઈએ ને ?' શકરાજે કહ્યું. બરાબર જાય. અંધારામાં લક્ષ્ય વધે એવી મારી વિદ્યા છે. બોલાવો મારા કુશળ ધનુર્ધરોને ! આજે તેઓની વિદ્યાની પરીક્ષા છે.’ ગુરુએ કહ્યું. અનુચર ધનુર્ધરોને બોલાવવા ગયો. 452 – લોખંડી ખાખનાં ફૂલ ગુરુ બોલ્યા, ‘શકરાજ, જે ધનુર્ધરો મને અનુસરવા તૈયાર હશે, તેઓને લઈને હું ઊપડવા માગું છું.' પણ કોઈ ધનુર્ધર આપને અનુસરવાની હામ નહીં ભીડે તો ?' શકરાજે શંકા ઉઠાવી. ‘તો છેવટે હું તો છું જ ને ? શિષ્યો જે કરવાની હામ ન ભીડે એ ગુરુએ કરી બતાવવું જોઈએ ને ! આ છેલ્લો થા છે. કાં દેહ પડે કાં ફતેહ મળે.' ‘એમ તો હું પણ ક્યાં નથી ?' શકરાજે પોતાનું હંમેશનું વાક્ય વળી પોપટની જેમ પડ્યું. ‘ના, ના. તમારે તો સેના લઈને બે યોજન દૂર રહેવાનું છે. અમે અમારા કાર્યમાં સફળ થઈએ તો તરત તમારે હલ્લો કરી નગરીનો કબજો કરી લેવો. અમે હારીએ તો તમારે જે નિર્ણય કરવો ઘટે તે કરવો.’ શકરાજ કંઈ જવાબ આપી ન શક્યા. બહાર ચુનંદા ધનુર્ધરો ઝડપથી આવવા લાગ્યા હતા. આર્યગુરુની ગમે તેવી આજ્ઞા ઉઠાવવા તેઓ તૈયાર હતા. તેઓ રજ પણ આનાકાનીને અપરાધ લેખતા હતા. શંકાશીલ શકરાજે થોડીવારમાં આશ્ચર્ય સાથે જોયું તો એકસો ને આઠ કુશળ ધનુર્ધરો તૈયાર ઊભા હતા. ગુરુ પાસેથી લીધેલી ધનુર્વિદ્યાને આજે તેઓ નાણી જોવા માગતા હતા. ગુરુના મુખ પર ઉમંગ વ્યાપ્યો. એમણે પડકાર કર્યો. ‘મારા વીરો ! કહો, જયમાં ને પરાજયમાં, જીવનમાં અને મૃત્યુમાં સદા સાથે જ રહીશું.' ‘સાથે, ગુરુદેવ, સદા અને સર્વદા સાથે જ !' એકસો આઠ ધનુર્ધરોની વીરગર્જનાથી આકાશનો ગુંજબ ઘોરી ઊઠ્યો. દિશાઓ પણ ગર્જનાના પડઘા ઝીલી રહી. શકરાજ અને અન્ય સૈનિકો એ શૂરાતનને અભિવંદી રહ્યા. અણનમ યોદ્ધો D 453
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy