SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠા હઠતાં શક ધનુર્ધરોએ હવે પાછળ હઠવું બંધ કર્યું, ને બરાબર સામનો શરૂ કર્યો. પળવારમાં અવન્તિની સેના વેરવિખેર થઈ ગઈ, ને રાજા દર્પણસેન તો ક્યાં અદૃશ્ય થઈ ગયો તેની સમજ ન પડી. આર્યગુરુએ શકસેનાને આગળ વધવાનો આદેશ આપ્યો. ઉર્જનીનો કિલ્લો થોડીવારમાં ઘેરી લેવામાં આવ્યો. મને ખાતરી હતી. અડધું યુદ્ધ તો એ પોતે એકલી જ જીતે એવી છે !” ગુરુ બોલ્યા. વળી એમનાથી વખાણ થઈ ગયાં. સાચી વાત છે. મઘાએ મને બાજુમાં લઈ જઈને કહ્યું કે અહીંનું લશ્કર રાજા દર્પણસેનથી નારાજ છે. સેનાપતિ વળી પોતાનો સ્વાર્થ સાધવાની નવી જ વેતરણમાં છે. સ્વામીહત્યા ને સિંહાસનપ્રાપ્તિ અત્યારે તો અહીં ઉજ્જૈનીમાં-અરે, આખા ભારતવર્ષમાં સર્વસામાન્ય વાત બની ગઈ છે. એટલે સેના લેશ પણ ઉત્સાહમાં નથી અને સેનાપતિથી લેશ પણ ડરવા જેવું નથી. આપની સંમતિ મળશે તો અડધું રાજ અપાવવાનું મેં વચન આપ્યું છે.' રાજન ! જોયુ ને સ્ત્રીમોહની દશા ? જે જેનું શોખીન એ એનું મારણ. હાં આગળ ચલાવ : ‘મઘાએ કહ્યું કે તેના બેદરકાર છે, એમ રાજા પણ તેનાથી બેતમાં છે. એ કહે છે કે મારી અભુત મંત્રશક્તિના બળે હું એકલો જ આ લડાઈ જીતીશ.' ‘મૂર્ખ નહીં તો !' શકરાજે વચ્ચે કહ્યું, બલમિત્રની વાતોએ એમને ખૂબ ઉત્સાહમાં લાવી દીધા હતા. આ વાતો ચાલે છે, ત્યાં સીમાડા પર ધૂળ ઊડતી દેખાઈ. એક વાવંટોળ વિગથી ચાલ્યો આવતો નજરે પડ્યો. ગુરુએ તરત હાકલ કરી. આખી સેનાને સાવધ કરી દીધી. એટલી વારમાં તો ઉજ્જૈનીનું સૈન્ય શક સૈન્યને ઘેરી વળ્યું. ભયંકર યુદ્ધ જામી ગયું. ગુરુએ પોતાના શબ્દવેધી ધનુર્ધરોને આગળ મૂકી દીધા, ને લશ્કરને અર્ધચંદ્રાકારે વહેંચી દીધું. ધનુર્ધરોએ તીરોનો વરસાદ વરસાવી દીધો. સામેથી ઉજજૈનીની ગજસેના એકદમ આગળ વધી. એનો ધસારો ભયંકર હતો. ગુરુના ધનુર્ધરો પાછા હઠવ્યા. તેઓ ઉજ્જૈનીના સૈનિકોનો ધસારો જીરવી ન શક્યા. રાજા દર્પણસેન ઊંચા રણગજ પર બેસીને યુદ્ધ નિહાળતો હતો. શક ધનુર્ધરો ઠીક ઠીર પીછેહઠ કરી ગયા. અવંતિનું સૈન્ય ખૂબ જ આગળ વધી ગયું. જીત હાથવેંતમાં દેખાઈ. ' અરે, પણ આ શું ? બંને બાજુથી આકાશમાં વાદળ ઘેરાઈ આવે, એમ શક સૈનિકો ધસી આવ્યા. અવન્તિની જીત આપત્તિમાં જઈ પડી. ઉજ્જૈનીની સેના ઘેરાઈ ગઈ. 448 લોખંડી ખાખનાં ફૂલ * મુનિએ શક યોદ્ધાઓને શરદકાલ આવી જતાં ઉર્જની તરફ પ્રયાણ કરવા કહ્યું. સૈનિકોએ કહ્યું કે શંબલ નથી, ત્યારે મહાગુરુએ ચૂર્ણયુક્તિથી આકાશમાંથી સુવર્ણ વસાવ્યું. આ સુવર્ણ સહુએ વહેંચી લીધું ને આગળ વધ્યા. - કાલકાચાર્ય કથાનક. લોખંડી ખાખ 49
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy