SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ‘કવાયતના મેદાનમાં. ધનુર્ધરોને એ શબ્દવેધી બાણની અંતિમ કળા શીખવી રહ્યા છે.’ જવાબ મળ્યો. નગરનિવાસીઓની ભીડ ચીરીને વાસુકિ ગુરુ પાસે પહોંચ્યો. અત્યારે ગુરુ દ્વારકાથી એક નાનકડા ગામમાં રહેતા હતા. તેઓ દિવસે યોદ્ધાઓને ધનુર્વિદ્યા શીખવતા, રાત્રે મંત્રવિદ્યા સાધતા. ચારે તરફથી જાતજાતનાં જનપદો સૈન્યમાં જોડાવા આવી રહ્યાં હતાં. ગુરુ પાસે સુવર્ણ-પુરુષ છે, જે સેવા કરે એને ભરપૂર સુવર્ણ સાંપડે છે. આ લોકવાણીએ જોતજોતામાં એમની સેવામાં ઠીકઠીક સંખ્યા એકત્ર કરી દીધી હતી. શકદ્વીપમાંથી પણ ધીરે ધીરે ઘણા શક સૈનિકો અહીં આવી ગયા હતા. વરસાદ થંભી ગયો હતો, ખેતરોમાંથી પાક ઊતરી ગયો હતો, ખેડૂતો પણ હળ છોડી, તલવાર બાંધીને આવી પહોંચ્યા હતા. જે મળ્યું તે લાભમાં લેખું ! હવે મઘા અને વાસુકિના આગમનની રાહ જોવાતી હતી. ત્યાં તો બરાબર વખતે વાસુકિ આવી પહોંચ્યો. વાસુકિએ ગુરુના ચરણમાં મસ્તક ઝુકાવ્યું અને એક ચિઠ્ઠી હાથમાં મૂકી. નાનકડા મંત્રણાખંડમાં અત્યારે આર્યગુરુ, શકરાજ અને વાસુકિ એ સિવાય ચોથું કોઈ નહોતું. ગુરુદેવે ચિઠ્ઠી ખોલી. એ શકઢીપની ભાષામાં લખાયેલી હતી. ગુરુ શકભાષાના પૂરેપૂરા જ્ઞાતા હતા. એમણે ચિઠ્ઠી વાંચવા માંડી : | ‘પૂ. મહાગુરુ, ઉર્જની વિલાસની નગરી છે. અહીંનો રાજા, અહીંનો સેનાપતિ, અહીંનું સૈન્ય અને અહીંની તમામ પ્રજા શૂરવીર અવશ્ય છે, વીરત્વને ચાહનારી છે, પણ અત્યારે વૈભવની પાછળ ઘેલી ને વિલાસની પાછળ ચકચૂર છે. અહીં સુરા પાણીની જેમ વપરાય છે; ને જુગાર નિત્યનો વ્યવસાય બની ગયો છે. ‘મંદિરો, મઠો ને આશ્રમો પણ આ ઝેરી હવાથી મુક્ત રહ્યાં નથી, રાજા જ્યારે પરસ્ત્રીનો શોખીન હોય, પછી પ્રજા કંઈ પાછળ રહે ? રાજા પર અવલંબિત પ્રજાનું ઉત્થાન કે પતન રાજાના ઉત્થાન કે પતનની સાથે સાથે જ થાય છે.’ ‘જે રાજમાર્ગો પર પહેલાં મધરાતે પણ અભિસારિકાઓના ઝાંઝરનો રવ સંભળાતો, ત્યાં આજે પંચલીઓ અને ચોર-શૃંગાલ ફરતાં દેખાય છે. જે જે પુષ્કરણીઓમાં, સ્નાન કરતી ક્લવધૂઓના હાસ્યના મધુર ધ્વનિ ઊઠચા કરતા, ત્યાં આજે ગણિકાઓના એરા જામ્યા છે, કાવ્ય ને ચંપૂ ભ્રષ્ટ થઈને ત્યાં વિહરે છે. ‘નગરના પ્રાન્ત ભાગમાં આવેલા સ્તંભો પરથી હવે પુષ્પમાળાઓ અદશ્ય 428 D લોખંડી ખાખનાં ફૂલ થઈ છે, ને અઘોરીઓના સુદીર્ઘ નિવાસના લીધે નિર્જન બનેલા એ સ્થાનોમાં, સાપની ઊતરેલી કાંચળીઓ લટકતી દેખાય છે. ‘જે ઉઘાનોમાં ખુલે મુખે અલસનયના સુંદરીઓ પુષ્પ એકઠાં કરવા ફરતી, ત્યાં હવે વાનરોનાં ઝુંડ કૂદે છે. ને એ હરિણી સમી સુંદરીઓ સૌંદર્યના શિકારીઓથી બચવા ઘરના ખૂણે કમાડ ભિડાવીને બેઠી છે. | ‘નગરીનો ઝળહળાટ વધુ છે, પણ એ પિત્તળ પર સોનાનો ઢોળ ચડાવ્યા જેવો છે. માણસ ભયભીત છે, ક્યારે આપત્તિ આવશે એની ચિંતામાં એ ખાધા છતાં સુકાઈ જાય છે. | ‘નદિના કિનારા વેરાન છે. કહેવાય છે કે આ ગણતંત્ર પણ એક જાતની જૂથબંધી જ છે. વધુ ખરાબ જણા એકત્ર થઈને થોડા સારા માણસોને કબજે કરે છે. ગમે તેવી ખરાબ વાતને વધુ માણસો એકઠા થઈને ટેકો આપે તો એ અહીં સારી થઈ જાય છે. ‘અવન્તિના સંસ્કારી સૈન્યની જે કીર્તિ હતી, તે હવે વાત-કીર્તિ જ રહી છે. સૈનિકો પશુતામાં રાચે છે; ને કવાયત કે યુદ્ધવિદ્યા શીખવામાં વખત કાઢવા કરતાં નૃત્ય જોવામાં કે ઊંઘ લેવામાં વધુ વખત વિતાવે છે. કામ કરતાં આરામ એ વધુ ચાહે છે. ‘ઊંડે ઊંડે જોતાં રાજા અને પ્રજા વચ્ચે કોઈ નેહસંબંધ નથી, સેના અને રાજા વચ્ચે પણ વફાદારીની રેખાઓ અહીં નથી; છતાં ભય અહીં રાજ્ય કરે છે. અંદર બધા વિરોધી છે, મુખેથી બધા સહકારનાં વાત-સોંઘાં ફૂલડાં વેરે છે. | ‘બહેન સરસ્વતીની વાત કોઈને પૂછીએ ત્યારે એ ભારે મનથી કબૂલ કરે છે કે, આવાં સાધ્વીઓ કે કુમારિકાઓ તરફ આ જાતનું વલણ કદી ચલાવી ન લેવાય; અને એમાંય એક રાજા માટે તો હરગિજ નહિ; પણ વાડ ચીભડા ગળે ત્યાં ફરિયાદ કોણ કરે ? શું થાય ? સમર્થ કો નહીં દોષ ગુંસાઈ ! સત્તા પાસે શાણપણ નકામું છે. શાણપણ બતાવવા ગયા તો આર્ય કાલક જેવા સમર્થ સાધુ ગાંડા થઈને ક્યાંય રખડતા રઝળતા મૂઆ, મંત્રવાળો રાજવી યુદ્ધમાં પણ ભારે નિપુણ છે ! ગુરુદેવ ! નાનાનું પાપ એ મોટાની લીલા કહેવાય એવો ઘાટ અહીં છે. ‘જીવનમાંથી પ્રેમ અને સૌંદર્ય આ લોકો ખોઈ બેઠા છે, અને એથી જ ન્યાય, સત્ય ને ઋતું ચાલ્યાં ગયાં છે. અહીંનો મોટામાં મોટો માણસ પણ આપણે ત્યાંના નાના માણસ કરતાં સિદ્ધાંતોની બાબતમાં નાનો છે.' | ‘એક સેનાપતિ મારા મિત્ર બન્યા છે. અમે આખું ઉર્જાની જોયું છે; એનું સૈન્ય, એના કોટકિલ્લા, એનાં શસ્ત્રઅસ્ત્રો અપૂર્વ છે. એથી અપૂર્વ છે આ સેનાપતિ , યુદ્ધના અનેક બૂહ એના મગજમાં છે, પણ શીલ અને સત્ય ચૂકેલા સંસારમાં સારું વિજય-પ્રસ્થાન B 429
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy