SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ 53 મઘા-બૈરૂતનું અપહરણ ગયું છે. સાપ ગયા છે, લિસોટા રહી ગયા છે. એક રીતે અહીં કોઈ કોઈનો રાજા નથી. રાજા દ્વારકાધીશ, બીજી રીતે દરેક શક્તિશાળી માણસ રાજાની રીતે વર્તે છે.' ધીરે ધીરે બધા ચાંચિયા શરણે આવતા હતા. એમનાં શસ્ત્રો કબજે કરી લેવામાં આવ્યાં હતાં. તેઓ શરણાગતિ સ્વીકારી રહ્યા હતા. શકરાજ કુશળ સેનાપતિની અદાથી બધી વાતો પકડી રહ્યા હતા. એ બોલ્યા, ‘આ લોકોના નેતાનું નામ શું ?”. ‘અહીં તો હવે ગામગામના નેતા છે. સમાજ જેટલો નબળો બન્યો તેટલા નેતા સબળ બન્યા. આ સૌરાષ્ટ્ર દેશ છે. અહીં ગણતંત્ર છે. અહીં રાજા એકેય નથી, કુરાજા અનેક છે. ગણતંત્રનો સૂર્ય આથમી રહ્યો છે. થોડાંક ગણતંત્રો જરૂર બળવાન છે, પણ હું તો આ દેશમાં ભૂમિ, જનપદ અને સંસ્કૃતિની રક્ષા માટે એકછત્રધારી ધર્મપ્રાણ રાજવીની જરૂર જોઉં છું.’ મહાત્માએ કહ્યું. ‘આ ગણતંત્રો નિર્બળ છે. તો એની અત્યારની નિર્બળતાનું કારણ શું છે?” મહાત્માએ જવાબ આપતાં પહેલાં સાગરના વિશાળ પટ પર નજર નાખી. ચાંચિયાઓ લગભગ બધા કેદ થઈ ગયા હતા. મહાત્માએ કહ્યું, ‘ગણતંત્રમાં આખરની જવાબદારી કોઈ પર હોતી નથી, કાં તો બધા જવાબદાર, કાં કોઈ જવાબદાર નહીં ! એ જ એની મોટી નબળી કડી છે. અને વખત આવતાં એ જ એને માટે પ્રાણઘાતક નીવડે છે.' શકરાજ ની સાથે વાતચીતમાં રોકાવા છતાં મહાત્મા પરિસ્થિતિ પર સતત આંખ રાખી રહ્યા હતા. એમની એક આંખ ચાંચિયાઓ પર, બીજી શકરાજ પર હતી. બંને દ્વારા એમને કાર્યસિદ્ધિ કરવી હતી. બાજનો પડછાયો જોઈ, પંખીઓ કલરવ કરતાં બંધ થઈ જાય, એમ શકરાજના પ્રચંડ યોદ્ધાઓએ મહાત્મા નકલંકે તૈયાર કરેલો લક્ષવેધી તીરંદાજોએ ને શકરાજ ની વ્યુહરચનાએ ચાંચિયા લોકોને વશ કરી લીધા. વરસોથી સમુદ્રના ઉદર લેખાતા આ ચાંચિયાઓએ ભલભલાં જહાજોનો ભુક્કો બોલાવ્યો હતો. એમને પોતાની ચપળતા, કાર્યકુશળતા અને ધનુર્વિદ્યાની નિપુણતાનું અભિમાન હતું. આજ એ અભિમાન પર ઘા થયો હતો અને ન છૂટકે એમને સંધિનો વાવટો ફરકાવવો પડ્યો હતો, ને હથિયાર હેઠાં મૂકવાં પડ્યાં હતાં. શકરાજનાં વહાણો દ્વારામતીના બંદર પર લાંગર્યા, ત્યારે લગભગ ચાંચિયાઓના તમામ બેડા જિતાઈ ગયા હતા, અને એના નાયકે વાસુકિને પૂરેપૂરો કબજે કરવામાં આવ્યો હતો. | વાસુકિ વર્ષો જૂનો પ્રખ્યાત ચાંચિયો હતો. એની ભારે નામના હતી અને જ્યાં એનું નાવ ફરતું ત્યાં ભલભલા જંગબહાદુરો પણ ભાગીને દૂર ઊભા રહેતા. એ જે દરિયામાં રમત રમતો ત્યાં એની મંજૂરી વગર બીજું કોઈ રમી શકતું નહીં. જૂના ખમીરનો માનવી હતો. લૂંટારો હતો પણ ખાનદાન લૂંટારો હતો અને એને પોતાના નીતિનિયમો હતા. જે ગમે તે આપત્તિમાં પણ એ તોડતો નહિ. વાસુકિ આજે જુવાની વટાવી ગયો હતો, પણ એનું શરીર સૌષ્ઠવ અને શરીર શક્તિ હજી એના એ જ હતાં. દ્વારામતીના સૂર્યમંદિરને કાંઠે ઊભા રહી આર્ય કાલકે એક વાર ચારેતરફ નજર * આર્ય કાલક શકઢીપ-સિંધમાંથી આવીને સહુ પ્રથમ ગિરનાર કે શત્રુંજય પાસે આવ્યા હતા . એવા પણ ઐતિહાસિક ઉલ્લેખો છે. 388 લોખંડી ખાખનાં ફૂલ
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy