SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ 49 પતિપત્નીનો સ્વામીબદલો. આ બોલનારાઓને વારતા ઘણા બધા લોકો બોલ્યા, ‘અરે ! મૂળ વાત કરોને! એ ક્યારે અહીંથી ઊપડે છે ?' અરે ભલા લોકો ! હું જ બૈરૂત છું. તમારી સામે જ જીવતોજાગતો ખડો છું.’ અસવાર વળી વળીને બોલ્યો. | ‘તું બૈરૂત નથી, બૈરૂતનું ભૂત હોઈશ. બૈરૂત તો શકરાજનો સ્વામિભક્ત સેવક હતો. અને તું તો એમનું માથું માગવા આવ્યો છે. તું બૈરૂત ન હોય. અલબત્ત, તારા કાન એવા છે, તારું નાક એવું છે !' લોકો ચિડાઈને બોલ્યા, ને એની છેડછાડ કરવા લાગ્યા. જે કાળા અસવારનો પડછાયો મુલક પર શેહ પાડતો, લોકોને ગમગીનીમાં નાખી દેતો, લોકોનાં હૈયાં ફફડાવતો એના પર લોકમાનસે આમ સહેલાઈથી વિજય મેળવ્યો. સહુ કહે, ‘હવે એમાં ડરવાનું શું ? ક્યાં બે વાર મરવાનું છે ?” બૈરૂતે કહ્યું, ‘હું મથાને મળવા માગું છું. શકરાજ મળ્યા નથી. ક્યાંય ચાલ્યા ગયા લાગે છે. વારુ, હું આજે ને આજે મઘાને મળવા ચાહું છું. પછી ઊપડવા માગું છું. મારે માથે મોટું કામ છે, મોટી જવાબદારી છે.' લોકો કહે, ‘એમ હોય તો અમે મઘાને પૂછી આવીએ.' ‘હા, કહેજો એને કે તારો બેરૂત તને મળવા માગે છે.’ ‘કહીશું કે બૈરૂતનું ભૂત તને મળવા માગે છે.’ ‘તમે બધા ભૂત છો એટલે તમને બધાને હું ભૂત લાગતો હોઈશ. ભૂલશો નહિ કે હું તો શક શહેનશાહનો શકદ્વીપવર્તી અનુસાધક અધિકારી છે. અને તમે બધા શક શહેનશાહની પ્રજા છો.' અસવારે મિજાજમાં શેહ પાડવા કહ્યું. | ‘અમે એ કબૂલ કરીએ છીએ, પણ એક વાત કબૂલ કરતા નથી. તું બધું છે, પણ બૈરૂત નથી.' “અરે, તમે લોકો તો કેવા ભોળા છો ? જરા વેશબદલો કર્યો કે મૂળ માણસને જ ભૂલી ગયા ? હું બૈરૂત છું. કપરી કામગીરી અદા કરવા માટે મેં વેશ બદલ્યો હતો, પણ પેલા મહાત્માએ ઊંધું માર્યું ! શકરાજ તો મને પારખી ન શક્યા, પણ મહાત્માએ મને ઇશારામાં ઓળખી લીધો.’ બૈરૂતે હૈયાવરાળ કાઢી. લોકોએ એની જબાનથી જ એને પકડ્યો. શ કપ્રદેશ આખો એક ઠંડા યુદ્ધનો ભોગ બની ગયો હતો. આ યોજના મહાત્માની હતી અને એને કાર્યમાં પરિણત કરનાર સુંદરી મળી હતી. કાળો અસવાર ભારે વિમાસણમાં પડી ગયો. ઘડીક એ પોતાની જાતને શક શહેનશાહના શકદ્વીપના અનુશાસક અધિકારી તરીકે ઓળખાવતો, તો ઘડીકમાં પોતે જ બેરૂત છે, એમ પ્રતિપાદન કરવા મથતો. લોકો તો બંને રીતે એની ઠેકડી ઉડાવવા લાગ્યા હતા. લોકો કહેતા : ‘રે ભૂત! તું ભાગતો થા.” એ કહેતો : ‘અરે ! મારે મઘાને મળવું છે. એને ખબર આપો.' લોકો કહેતા, ‘શક શહેનશાહનો અનુચર થયો એટલે શું મથાને દબાવવા માગે છે ?” કાળો અસવાર વળી ઢીલો પડી જતો. આ નવા જાગેલા પ્રકરણે એના તેજ - પ્રતાપને કોડીનો કરી નાખ્યો હતો. એણે જરા રોફ જમાવવા કહ્યું, ‘શક શહેનશાહને ઓળખો છો ? ઊભા ને ઊભા ચીરીને મીઠું ભભરાવશે. આ કંઈ ઢીલો પોચો શકરાજ નથી !' ‘અલ્યા, આ તો શક શહેનશાહના નામે એનો સ્વાર્થ સાધવા માગતો લાગે છે! અને આપણા શકરાજનું ભૂરું બોલે છે. જરા એને ડાહ્યો બનાવો !' લોકો ઉશ્કેરાઈ ગયા. પણ કાળો અસવાર વખત વર્તી ગયો. એણે કહ્યું: ‘મારે મઘાને મળવું છે.” ‘એક શરતે. પરણવાની વાત એની પાસે ન કરવી.’ 36% D લોખંડી ખાખનાં ફૂલ
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy