SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ મઘા જાણે અપાર્થિવ બની ગઈ હતી; પૃથ્વી ઉપર વસતી ન હોય, એવા ભાવથી બોલતી હતી. ‘મવા ! તને સરસ્વતીથી ભિન્ન બીજા કોઈ રૂપમાં ન જોઈ શકું. અનાચારીઓને સજા કરાવવા નીકળેલો, ખુદ અનાચારનો આશ્રય લે, તો એ ક્યા મોએ અનાચાર સામે બોલી શકે ? ક્યાં મોંએ બીજાને સજા કરી શકે ? મઘા! તને સ્પર્શ કરું એના કરતાં મૃત્યુને સ્પર્શ, એ મને વિશેષ વહાલું લાગે.” ‘તો મારો, મારા રૂપનો, મારા અરમાનનો અનાદર કરશો, એમ ?” મઘા બોલી. એની આંખમાં હીરાનું તેજ દમકતું હતું. આત્મપ્રિય મઘાનો નહિ, હું અનાચારનો અનાદર કરું છું.” અનાચાર આદરું છું ? ઓહ, મહાત્માજી ! આ તો આપના હાથે જ મારો સ્વમાનભંગ થાય છે.” વૃક્ષથી તૂટેલી વેલીની જેવી મઘાની સ્થિતિ થઈ ગઈ. એ પડતી પડતી બચી ગઈ. મઘા ! આજ કેમ આમ ઘેલી થઈ ગઈ છે ? પાણીમાં આગ ક્યાંથી ?” એક ઘેલું સ્વપ્ન ! યોગીના પવિત્ર અંશની લાલચે આવી છું. મારું અપમાન ન કરો, બૈરૂત મારો પતિ છે. આ ભવમાં બીજો અસ્વીકાર્ય છે, પણ જે બૈરૂત કદી ન આપી શકે એ હું તમારી પાસેથી લેવા માગું છું.” મઘા હવે કઠોર થતી જતી હતી, સંકલ્પબળ એકઠું કરી રહી હતી. એના વક્ષ:સ્થળ પર બાંધેલી સોનેરી પટ્ટી તૂટું તુટું થતી હતી. મઘા ! તું અને સંસારની સર્વ નારીઓ મારે મન આત્મીય છે. મારા માટે તારો કે કોઈ પણે નારીનો સ્પર્શ અધર્મી છે.' મહાત્માએ કહ્યું. | તો આત્મીયને આત્મીય થવા દો, તમારી સાથે મારી જાતને એક થવા દો. આ રાત, આ પળ, આ અભિસાર ફરી કદી નહિ આવે. ક્ષણિક દેહભૂખને સંતોષવા નથી આવી, મારે મારા માળામાં ગગનવિહારીને પોઢાડવો છે.' મઘા જાણે ગોદમાં સુર્ય-ચંદ્રને પોઢાડી હાલરડાં ગાઈ રહી હતી ! ‘મવા ! પછી હું રાજા દર્પણસેન કરતાંય પાપી લેખાઈશ. દર્પણને ક્ષમા માગવાનો અધિકાર કદાચ મળે, મને તો સજાનું જ શાસન રહેશે. સંસારની કોઈ પણ નારીના શીલનો ઉપભોગ મારાથી ન થાય. મારાથી તો એ સર્વનું શીલ સંરક્ષાય, એક નારીની શીલ-રક્ષા માટે તો હું આગને હાથમાં લઈને દેશવિદેશ ભટકું છું. મારે માટે સંસાર આખો સરસ્વતીઓથી ભરેલો છે.” મહાત્માના શબ્દોમાં આર્જવતા હતી, મઘાની પાસે જાણે યાચના કરી રહ્યા હતા, કોઈ દુઃખ-વિપત્તિમાં એ કદી આટલા લેવાઈ ગયા નહોતા - દર્પણસને ગાંડો હાથી સામે છોડી મૂક્યો ત્યારે પણ ! 336 | લોખંડી ખાખનાં ફૂલ ‘અને તો...' માએ પોતાની કમરેથી હીરાકટારી કાઢી અને પોતાની છાતી ભણી તાકી. “આ મારી સંગિની બનશે.’ | ‘ઓ મા ! મારું જીવંત મોત ન કર. મારા પુરુષાર્થને મારો પરાજય ન બનાવ. તું મરીશ તો મારો ઉત્સાહ મંદ થઈ જશે. હું પ્રાર્થના કરું છું કે તારા ઉદરમાં અવશ્ય મહાન અંશ અવતરશે.' ‘પ્રાર્થનામાં મને શ્રદ્ધા નથી, પ્રત્યક્ષમાં હું માનું છું.” મઘા બોલી, ને એણે હીરાકટારીને લંબાવી. પળવાર મહાત્મા એકદમ સ્થિર બની ગયા અને મઘાની સામે, જાણે ત્રાટક કરતા હોય એમ તાકી રહ્યા. એમણે બે પળ હોઠ ફફડાવી કંઈક ધીરો મંત્ર ભણ્યો, થોડાંક આશ્વાસક સ્તોત્રો બોલ્યા. ઉશ્કેરાયેલી મઘા કંઈક શાંત થઈ, સાગરનાં ઊછળતાં મોજાં પર જાણે તેલ રેડાતું હતું. મવા ! તું નિષ્કલંક રહે, એ મને ખૂબ ગમે. તું મારું બીજું જીવન છે, મારા જીવનનો અંશ છે. પરમાણુઓની કેવી ભયંકર અસર ! પહાડ તરણું બની ગયો. ઓહ ! આ તને શું સૂછ્યું ? મઘા ! જો મારે ભોગ ભોગવવા હતા તો આજ પહેલાં અનેક રૂપસુંદરીઓ મને મળી હતી. મેં એ બધીને બહેન કરીને વળોટાવી. મારું જીવન એક આદર્શનું જીવન છે. સાધુનો વેશ છોડવા છતાં મેં મારા અંતરની સાધુતાને-ભાવસાધુતાને જાળવી રાખી છે.' ‘તમારું મન કંજૂસ જેવું છે. તમારી પાસેની મૂડી તમે કોઈને આપવા માગતા નથી અને બીજાની પાસેથી બધું લઈ લેવા માગો છો.” મઘા પાછી ઉશ્કેરાઈને બોલવા લાગી. મહાત્મા ફરી શાંતિથી મંત્ર જપી રહ્યા. પછી એમણે કહ્યું, “મવા ! ગઈ કાલની મારી વાત સાચી ઠરે છે : માણસ જ માણસનો મિત્ર અને માણસ જ માણસનો દુશ્મન. તું આજસુધી મારી મિત્ર હતી, આજ દુમનની ગરજ સારવા આવી છે. મને જે ગલમાં વાઘવરુ ન નડ્યાં, નાગરાજો મારા પડખેથી સરી ગયા, અરે ! સાગરનાં વહાણે પણ આપણને ન ડુબાડ્યાં, આજ તું મારી થઈને મને ડુબાડવા તૈયાર થઈ છે. હું તને મલિન ભાવે સ્પર્શ કરું, અનાચારને પોષે તો રાજા દર્પણસેનને એમ કરતાં કેવી રીતે રોકી શકું ? એની સાથેના વેરનો બદલો કેવી રીતે લઈ શકું ? મઘા ! આપણે વાસના-વેલનાં પતંગિયાં નથી.’ ‘હું મલિન ભાવે તમને સ્પર્શતી નથી, હું વાસના ખાતર નથી આવી. હું મારી કસોટી 1 337
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy