SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ઓહ ! કેવું સુંદર યૌવન ! કેવી અજબ જુવાનીની બહાર ! એ કોઈ બેત બબડી ! બાગે બહાર બરાબર છે ! એણે અરીસામાં પોતાના આખા દેહને ફરી નીરખ્યો. આળસ મરડી અંગમરોડ રચ્યો. પોતાનું લાવણ્ય જોઈ પોતે મનમસ્ત બની ગઈ. એ બોલી, “કેવો સુંદર યૌવનબાગ !” આ માળો તો બરાબર છે ! એ બબડી રહી : ‘ઓ પંખીરાજ ! આ માળો અને આ બહાર જો. આ માળામાં અહીં આવીને વસ્યાનું તારું એક સ્મરણ આપી જા.' અને મઘાએ પોતાનો લાંબો ઝભ્ભો અલગ કર્યો, ઝભાની નીચેનું બદન અલગ કર્યું, જરાક આઘે જઈને દીવાને સતેજ કર્યો. ઓહ ! સૌંદર્યવિજયી રંભા ! ૨મણી ! છુપાવ તારું રહસ્ય ! કોઈની નિરર્થક હત્યા કરી બેસીશ. અને મથાએ એક રેશમી પટ્ટી લઈને વક્ષસ્થળી ઉપર ઉતાવળી કસી લીધી. વળી એણે ખૂલતા લાલ રંગના ઉત્તરીય સામે જોયું. લાલ રંગ ઉત્કટ પ્રેમનું પ્રતીક. ભારતીય અધોવસ્ત્ર પણ એની પાસે હતું. એ એણે પરિધાન કરી લીધું, ઉપર ઉત્તરીય ઓઢવું. | બે ઘડી મા પોતે પોતાની જાતને નિહાળી રહી, ભારતમાં શોધી ન જડે એવી ભારતીય નારી એ બની ગઈ હતી. પછી એણે પોતાના પાનીઢ ક કેશકલાપને હાથમાં લીધો, ફરી અરીસામાં જોઈ રહી, આહ ! એ ભારતીય અસરાઓની આબેહૂબ નકલ બની ગઈ હતી. અને એ નકલ પણ કેવી ? અસલને ભુલાવી દે એવી ! એણે તેલ લઈને કેશમાં પૂર્યું. ખૂબ ચોળ્યું, પછી પંખાઘાટનો અંબોડો ગૂંથવા બેઠી. એક લટ લીધી, બીજીને એની સાથે ગૂંથી ને વળી એને લાગ્યું કે આ બરાબર નથી. અંબોડો છોડી નાખ્યો. મઘાએ વિચાર્યું કે પંખાઘાટ કરતાં હલઘાટ અંબોડો સારો. પુરુષની નજર જાદુમંતરની જેમ એમાં ગૂંથાઈ જાય. એણે પાણીની હેલ માથે લઈને સ્ત્રી આવતી હોય, એવો વાળનો ઘાટ કરવા માંડ્યો. પણ મદારીના તૂટેલા કરંડિયામાંથી સાપ સરી જાય એમ અલકલટો હાથમાંથી સરી જવા લાગી, પ્રયત્ન નિષ્ફળ ગયો. મથા ઊભી ઊભી થાકી ગઈ. એણે પાસેનું એક કાષ્ઠાસન ખેંચ્યું ને ઉપર બેઠી. બેઠી બેઠી ફરી અંબોડાને ઘાટમાં લેવા લાગી, પણ આ કામ ભારે જહેમતનું લાગ્યું. 332 D લોખંડી ખાખનાં ફૂલ આખરે એણે ગાયની ગલ કંબલ જેવો અંબોડો તૈયાર કર્યો. એમાં ફૂલ મૂક્યાં. મંજરીઓ ગૂંથી. | ‘વાહ ! આબેહુબ ભારતીય નારી !' અરીસામાં પોતાના દેહને નિહાળતી મઘા બબડી અને ભારતમાંથી લાવેલી એક સુંદરીની છબી મંજૂષામાંથી કાઢીને ધારી ધારીને જોવા લાગી. છબી જોતાં જ એ બબડી : ‘અરે , કાને કુંડળ, બાંધે બાજુબંધ, ગળામાં હાર, કપાળમાં દામણી, હાથ પર કંકણ ને પગમાં નુપુર - આ અલંકારો વિના કેમ ચાલે ? તો તો ભારતીયતા અધૂરી જ રહે.' | ‘અને સહુથી વધુ તો ભાલતિલક જોઈએ, એ વિના ભારતીય નારીનું સૌભાગ્ય અધૂરું લેખાય.’ મઘા ભારતમાંથી પોતાની સાથે કંકુ લાવી હતી. એણે પોતાના વિશાળ કપાળમાં મોટો ચાંલ્લો કર્યો, એ કંકુવાળો હાથ જરાક ઓષ્ટ પર ફેરવ્યો, પાતળાં ઓષ્ઠ પરવાળા જેવા શોભી રહ્યા. ફરી અરીસા સામે એ જોઈ રહી. એની રૂપલીલા પર એને ખુદને મોહ થઈ આવ્યો. બૈરૂત જુવે તો બિચારો ગાંડો જ થઈ જાય; પણ આ શ્રમ કંઈ બૈરૂત માટે નહોતો, મઘા એને આટલી જ હેમતને લાયક પણ ગણતી નહોતી. પણ તો ભલા, મઘા આટલો શ્રેમ ક્યા રસિયા સાજનને રીઝવવા માટે લઈ રહી હતી ? મઘા તો શીલવાન સ્ત્રી હતી, અને એનો બૈરૂત બહાર હતો, રાજ કાજ ના વંટોળમાં એ વ્યગ્ર હતો. તો પછી આ શ્રમ શાને, રે અલબેલી ! અલબેલીઓનાં ચિત્તનાં તીર-કમાન કોને માટે સજ્જ થાય છે, એ બ્રહ્મા પણ નથી જાણતા. આપણે ક્યાંથી જાણી શકીએ ? ન જાણે ક્યાં તાકે અને ન જાણે ક્યાં નિશાન પાડે ! મઘા જવાબ આપવાય નવરી નહોતી. એ શૃંગારિકા સિંગારમાં પડી હતી. એની પાસે ભારતીય આભૂષણો હતાં, બીજાં તો એને પહેરવાં ન ફાવ્યાં, ક્યાં અલંકાર ક્યાં પહેરવાં એની પણ પૂરી સમજ ન પડી, પણ એણે ભારતીય નારીનું એક ચિત્ર સામે મૂકી આભૂષણો સજવા માંડ્યાં ! એણે મેખલા માથા પર, હાર જઘન પર, નૂપુર હાથ પર અને કંકણ કાન પર ધારણ કરી લીધાં ! વળી ચિત્રમાં જોયું, રે ! આભૂષણો યથાયોગ્ય સ્થાને ન મુકાયાં ! વળી ફેરવવા લાગી. એમાં હાર પગે બાંધ્યો. મેખલા ગળામાં નાખી, પણ ધીરે ધીરે એણે અંબોડાની જેમ આભૂષણો પણ ઠીક કરી નાખ્યાં. મધા સર્વાંગસંપૂર્ણ ભારતીય નારી બની ગઈ. કસોટી 1 333
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy