SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ બૈરૂતે કહ્યું, ‘મહાત્માજી ! સુંદર છે તમારાં સંજીવની રોપનાં વાર્તાપુખ્તો! અરે, આમાં ચોપગાંને બહાને બેપગને કેવો બોધ આપ્યો છે ? આ શાસ્ત્ર જાણનાર રાજાપ્રજા બંને અમર થઈ જાય.’ બૈરૂતને બોલતો રોકી મઘા બોલી, ‘મહાત્માજી ! વાર્તા પૂરી કરો. પછી સંજીવકનું શું થયું ? રાજાએ કાન કાચા ક્યાં ?” ‘હા મઘા ! રાજા કોઈનો મિત્ર હોતો નથી. દમનકે પોતાની ચાણક્ય બુદ્ધિના બળે સંજીવકનું નિકંદન કાઢવું. અને પોતે ફરી મંત્રીપદ પ્રાપ્ત કર્યું.” મહાત્માએ કથાને સમેટી લેતાં અંતિમ સાર કહ્યો. દમનકે કહ્યું, ભાઈ ! આ તો હાથના કર્યા હૈયે વાગ્યાં. ભૂખથી પીડાતા મહાદેવનો સર્પ ગણપતિના ઉદરને ખાઈ જવાની ઇચ્છા કરે છે ! એ સર્પને કાર્તિકેયનો ભૂખ્યો મોર ભય કરવા ચાહે છે અને એ મોરને વળી પાર્વતીનો સુધાતુર સિંહ ભક્ષ કરવા માગે છે. એમ ભૂખ્યા જનો શું કરતાં નથી ? હવે આપણે જ આનો ઉપાય શોધી કાઢવો રહ્યો. હું જાઉં છું, રાજા પિંગલક પાસે.' આ પછી દમનક પિંગલક પાસે ગયો. ઘણે દિવસે દમનકને આવેલો જોઈ સિંહ બોલ્યો, ‘રે, તું ઘણા વખતે દેખાયો.” દમનકે કહ્યું, ‘સ્વામીની કૃપા હો કે અવકૃપા, દાસે તો આપત્તિ આવે એટલે સ્વામી પાસે આવવું જ ઘટે ને ? ઘણા વખતથી વિચાર કરતો હતો, આજે આવ્યો.” રાજા કહે, ‘શું છે તે કહે.' દમનક સિંહના કાન પાસે મોં લઈ જઈને બોલ્યો, ‘સંજીવક દોસ્તના રૂપમાં દુશ્મન છે. એ આપના વિનાશ માટે ફરે છે, એ આ વનનો રાજા થવા માગે છે.” રાજાએ કહ્યું, ‘અરે એ તો મારો ખાસ મિત્ર છે, પૂરેપૂરો વિશ્વાસુ છે.’ દમનક કહે, ‘વિશ્વાસુ જ વહેલો ઘાત કરે છે. આપે એનાં કુલ, શીલ ને જાત જાણ્યા વગર એને આશ્રય આપ્યો. એ કહે છે કે માંસભક્ષકના રાજ માં હિંસાનું પ્રાબલ્ય છે. કોણ ક્યારે હણાઈ જાય, એ ન કહેવાય. તૃણભક્ષકના રાજમાં સર્વ પશુઓને અભય હોય છે. આ માટે સર્વના કલ્યાણ અર્થે તૃણભક્ષકનું રાજ હું સ્થાપવા માગું છું. અને આ મોહક જાહેરાતથી આપણી સર્વ પ્રજા તથા સર્વે આપણા અનુચરો એ માટે તૈયાર થઈ ગયા છે. તેઓ કહે છે કે એકને હણીને બીજાનું પેટ ભરવાની પિંગલકની હિંસક નીતિથી અમે થાક્યા છીએ.' પિંગલક ગર્જીને બોલ્યો, “અરે ! આ તો ‘બહુત નમે નાદાન” જેવો ઘાટ થયો. સવારે હું સંજીવકની ખબર લઈશ.’ દમનક ત્યાંથી નીકળીને સંજીવક પાસે ગયો અને બોલ્યો, ‘રે સંજીવક ! ભક્ષ્ય અને ભક્ષકની પ્રીતિ સંસારમાં લાંબી નભતી નથી. આ જંગલમાં દુકાળ ચાલે છે. પ્રાણીઓએ બહુ ફરિયાદ કરી કે આહાર મળતો નથી, અને એનું કારણ તૃણભક્ષક સંજીવક છે. કાલે સભામાં આ ચર્ચા છેડાશે.’ સંજીવક બોલ્યો, ‘રે દમનક ! રાજા માટે તો મારો પ્રાણ પણ તેયાર છે. મારી જાતથી જો સર્વ પ્રાણીઓની સુધા તૃપ્ત થતી હશે, તો હું મારી જાત અર્પણ કરીશ.” મહાત્મા નકલંકે વાર્તા પૂરી કરતાં કહ્યું, ‘આનું નામ જ રાજનીતિ. રાજનીતિમાં તો જેની બુદ્ધિ તેનું બળ !' 298 લોખંડી ખાખનાં ફૂલ મહાત્માએ કહેલી નીતિવર્તા 0 399
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy