SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ‘તને રોકનાર સ્ત્રીશક્તિ છે. અંતઃપુરની હજાર ચકલીઓએ એક બાજને ઘેરવાનો નિર્ણય કરી લીધો છે.” ‘તો હું આખો સપ્તભૂમિકા પ્રાસાદ જલાવીને ખાખ કરી દઈશ !' દર્પણ ડરામણી આપી રહ્યો. | ‘કરી નાખ દર્પણ ! તો સંસારમાંથી પાપનો એટલો ભાર ઓછો થશે. અમે તો મોજથી બળીશું, પણ અમારી સાથે એ લહાવો લૂંટવા તું આવીશ ને ?* અંબુજાએ કહ્યું. અંબુજા આજે ખૂબ આવેશમાં હતી. હંમેશાં ભાઈની પાપી પીઠને પંપાળનારી આજ ભાઈના વિરોધમાં ખડી હતી. ધીરે ધીરે એનું સુકોમળ રૂપ પલટાતું હતું. આંખમાં વાઘણનું ખુન્નસ, હોઠ પર નાગણની તીક્ષ્ણતા ને હાથમાં ગરુડની ઝપટ જાગતી હતી. એણે કટારી મૂઠીમાં સખત કરી અને આગળ વધી. સરસ્વતી એકદમ વચ્ચે આવી ઊભી અને બોલી, “બહેન ! જો તું વચ્ચે પડે તો તને મારા સમ. એક વાર એને મારી પાસે આવવા દે. સ્ત્રીશક્તિ જે દિવસે જાગી, એ દિવસે અસુર-શક્તિ ભાગ સમજજે. મહિષાસુરને હણનારી મહિષાસુરમર્દિની આપણે છીએ.” ‘સરસ્વતી, તું દેહ ફેંકી દેવા તૈયાર થઈ છે, પણ હું તને એમ કરવા દેવાની નથી, કાલકની થાપણ કાલકને પાછી સોંપવી છે. મારા ભાઈને ગમે તે ભોગે આજ સમજાવ્યે જ છૂટકો છે.' અંબુજા દૃઢ નિશ્ચય સાથે બોલી. હજુ આ વાતચીત ચાલે છે, ત્યાં દર્પણે ઝપટ મારી, અંબુજાના હાથમાંથી કટારી ખૂંચવી ને દૂર ફેંકી દીધી, અને એને જોરથી જમીન ઉપર પછાડી. અંબુજાના કપાળમાંથી લોહી વહેવા લાગ્યું. સરસ્વતી અત્યાર સુધી દૂર ઊભી હતી. એને થયું કે મારે અંબુજાની મદદે જવું જોઈએ; એ આગળ વધી. પણ તરત જ અંબુજાએ એને ચેતવી દીધી; | ‘દર્પણનો આ પ્રપંચ છે, તું મારી મદદે આવે અને એ તકનો લાભ લઈને તને પકડી લે !” જાળ બિછાવીને શિકારી, પંખીના આગમનની શાંતિથી રાહ જુવે, એમ રાજા ઊભો હતો. અંબુજાની મદદે સરસ્વતી આવવાની, અને પછી પોતે એને હાથ કરી લેશે એ એની ધારણા હતી. અને સ્ત્રી એકવાર હાથ પડી પછી છૂટવાની એની તાકાત નથી. પણ અંબુજાએ એની ધારણાને ધૂળમાં મેળવી દીધી, દર્પણસેન કંઈક વિચારમાં પડી ગયો. પણ ત્યાં તો સરસ્વતીના મસ્તકમાંથી ધુમાડાના ગોટા નીકળવા લાગ્યા. એ 264 5 લોખંડી ખાખનાં ફૂલ ગોટા પ્રાસાદની દીવાલ પર પથરાઈ ગયા. ને વાદળમાંથી સુરજ ડોકાય, એમ કોઈ ભયંકર બે આંખો બહાર તરી આવી. આંખો પણ કેવી ? અગ્નિની ભડભડતી વાળા જ જોઈ લો ! એ અંગોમાંથી થોડીવારમાં છીંકોટો સંભળાયો. દર્પણ જોઈ રહ્યો. થોડીવારમાં આંખમાં એક રીંછ દેખાયું. રીંછની પાછળ મદારી આવ્યો. અરે, આ તો મહાગુરુ મહામાનું પ્રતીક ! મહાગુરુ ભક્તોની પાસે આ રીતે જ પ્રકટ થાય છે. દર્પણ હાથ જોડી રહ્યો. બોલ્યો, ‘ગુરુદેવ ! આવે વખતે કેમ ? શિષ્યને શરમાવવા માગો છો ?” સામેથી કોઈ જવાબ ન મળ્યો. ફક્ત રીંછ કૂદી કૂદીને એના નહોર બતાવી રહ્યું. થોડીવારમાં તો રીંછ મદારી પર ત્રાટક્યું. એના તીર્ણ નહોર એના માલિકને મારવા લાગ્યું. ‘રે ગુરુદેવ ! હું આ શું જોઉં છું? આપની શક્તિ આપને હેરાન કરે છે કે હું?” દર્પણ નમ્રભાવે બોલ્યો. ફરી રીંછના છીંકોટા આવ્યા. એક વિકરાળ ચહેરો આંખોની આજુબાજુ ઊપસી આવ્યો. થોડીવારે પહોળા હોઠ ખૂલ્યા, એમાંથી લાંબી જીભ નીકળી. એક ભયંકર અવાજ ગાજ્યો, ‘શું મારી શક્તિ મને જ ખાશે ?” ‘ના ગુરુદેવ !' દર્પણ મોં દાબીને બોલ્યો. ‘તો મારો શિષ્ય થઈને તું મને ખાવા માગે છે ?” અવાજ ગર્યો. ‘કેવી રીતે પ્રભુ ?” દર્પણ શિષ્યની અદાથી પ્રશ્ન કરી રહ્યો. સરસ્વતીને નિર્ભયતાનું વરદાન આપ્યું છે.” અવાજ ગાજ્યો. ‘પણ એણે તો આપના અનુષ્ઠાનને અડધે છોડ્યું હતું ! એ તો આપની ગુનેગાર છે. આપે આપની વિદ્યા આ ગુનેગારો પાસેથી પાછી ખેંચી લીધેલી.” દર્પણ ગુરુને પાછળની વાત યાદ કરાવી રહ્યો. | ‘જાણું છું. મારી વિદ્યા માટે મને કાલકે વચન આપેલું કે કદી નહીં વાપરું” અને એણે એ વિદ્યા નથી વાપરી, મારી વિદ્યાનો એકમાત્ર વારસ મેં તને બનાવ્યો છે.” અવાજે ગંભીર રીતે કહ્યું. હવે રીંછ અને મદારી અદૃશ્ય થયાં હતાં, કેવળ આંખોમાં આગના ભડકા ઝગતો હતો. સ્ત્રીશક્તિનો પરચો 2 265
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy