SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ બહેન, ચિંતા ન કર. હું તારી મદદમાં છું.’ અંબુજાએ કહ્યું, ‘તું મારી મદદમાં ? સાચું કહે છે !' ‘હા’ અંબુજાએ એની પીઠ પર હાથ ફેરવતાં કહ્યું. ‘ન માનું ! વાઘની બોડમાં અહિંસક પ્રાણી ક્યાંથી હોય ? મહાગુરુના શપથથી કહે છે !' “સરસ્વતી ! મહાગુરુના શપથથી કહું છું.’ ‘મારામાં નવું બળ આવે છે, બહેન ! તું મદદ કરે તો બાજને બાંધી લઈએ, પાંખ કાપી લઈએ.’ સરસ્વતી બોલી. - ‘પણ આ બાજ તો પાંખ કપાયે બમણો લડે એવો છે. લડીશું આપણે . હીરજીત મહાગુરુને હાથ, પણ બહેન સરસ્વતી ! તને ટૂંકાણમાં કહી દઉં. મને તારી બહેન માનજે, તારું શીલ સલામત રાખવા મારો પ્રાણ પણ આપી દઈશ. વિલાસી જીવન જીવીને લોકલજ્જાથી આ સપ્તભૂમિકા પ્રાસાદમાં ભરાઈ રહીને કંટાળી ગઈ છું. તારા માટે કંઈ યત્ન કરીશ, તો મને જીવનમાં કંઈક શાંતિ લાધશે.’ સરસ્વતી છળેલી કો સ્ત્રીની જેમ અંબુજા સામે જોઈ રહી. અંબુજા ઘણે દિવસે સરસ્વતીને જોતી હતી. એને ક્ષણવાર આશ્રમના દિવસો યાદ આવ્યા. પોતાના ટુંકડિયા સોનેરી વાળની કાલક ગૂંચો કાઢતો અને બંને જળમાં પોતાના પડછાયા જોઈ હસતાં, એ યાદ આવ્યું. કેવા સુંદર દિવસો ! ફરી ને જ આવ્યા ! અંબુજાને લાગ્યું કે ફરી મસ્તીભરી કિશોર અવસ્થામાં પ્રવેશી જાઉં ! આ હૈયાબળાપાવાળું યૌવન ફગાવી દઉં ! સરસ્વતી ! ઓ સરસ્વતી બહેન !' અંબુજાએ મીઠા સાદે સરસ્વતીને ઢંઢોળી. સરસ્વતી હજીય બેહોશ હતી. અંબુજા એની દેહયષ્ટિ પર નજર ફેરવી રહી. એના મસ્તક પરનો સુંદર કેશકલાપ ગૂંથવાના દર્પણના મનોરથો મનના મનમાં જ રહ્યા હતા. એ કેશકલાપ આજે નામશેષ બન્યો હતો. મસ્તક સાવ કેશવિહોણું હતું. એના સુંદર ચરણ, એની પાસે પદ્મની શોભા પણ ઝાંખી પડે, એમાં ઊંડા વાઢિયા પડ્યા હતા. એની કાયા કરમાઈ ગઈ હતી; માત્ર ધર્મતેજની એક રેખા એના મુખમંડળ પર ચમકી રહી હતી. અંબુજાના અંતરમાં ભારે સંતાપ જાગ્યો. સંસારમાં આટલી સૌંદર્યવતી સ્ત્રીઓ હોવા છતાં, આ સૌથ્વી પર તરાપ ! ન ભૂતો ન ભવિષ્યતિ ! અને અંબુજા મનોમન નિર્ણય કરી બેઠી, એ વિલાસી હતી, બહુ ઊંડાણમાં ઊતરવામાં માનનારી નહોતી, છતાં એને સરસ્વતી પર વહાલ છૂટું, એણે સરસ્વતીને સાચવીને સુવાડી. એના વિવર્ણ મુખ પરથી રજ લૂછી. એના ધગધગતા કપાળ ઉપર લાગણીભર્યો હાથ ફેરવ્યો. સાંજ પડતાં સરસ્વતી કંઈક સ્વસ્થ બની, છતાં હજી પથારીમાંથી બેઠી થઈ શકે તેમ નહોતી. સંધ્યાકાળે દાસીઓ નાનજળ લઈને આવી, વસ્ત્ર આવ્યાં. અલંકાર આવ્યા. વિલેપન આવ્યાં. હારતોરા અને ઇત્ર આવ્યાં. અંબુજાએ દાસીઓને કહ્યું, “અરે ! આ બધી સૌંદર્યસામગ્રીથી મને શણગારો.” દાસીઓ કંઈક અચકાઈ, પણ એય અંબુજાના કડક મિજાજને પિછાણતી હતી. ધીરે ધીરે બધો શણગાર અંબુજાની કાયા ઉપર ગોઠવાઈ ગયો. અંબુજા નવેલી નાર બની ગઈ. એનું રૂપ ધાર કાઢેલી તલવાર જેવું ચમકી રહ્યું. હવે સરસ્વતી ધીમે ધીમે ભાનમાં આવી રહી હતી. ભાનમાં આવતાં જ એ ચીસ પાડીને બેઠી થઈ ગઈ. અંબુજાએ એને પકડી લીધી; ગોદમાં લઈ લીધી. - બેએક પળોમાં સરસ્વતી પૂરા ભાનમાં આવી ગઈ. એ બોલી “ઓહ બહેન અંબુજા ! દર્પણ આખર જાત પર ગયો. ધર્માશ્રિત મારા પર ઘા કર્યો, તું જોજે, આજે ચકલી બાજ સાથે લડશે.' 248 D લોખંડી ખાખનાં ફૂલ મહાગુરનો આશ્રમ 249
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy