SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાક વીર સરદારોએ આ કૃત્ય સામે નાપસંદગી દાખવી, પણ કુશળ રાજસેવકોએ વાત વહેતી મૂકી કે સાધ્વી સરસ્વતી રાજા દર્પણને પરણવા ઇચ્છતાં હતાં. આચાર્ય કાલકે તેજોદ્વેષથી એને જબરદસ્તી સાધ્વી બનાવી એના પ્રેમને નિરર્થક કર્યો હતો. આજે રાજવીએ એનું હરણ કરીને કાલકના દુરાગ્રહને નિષ્ફળ કર્યો છે ને એક પ્રેમરાગભરી અબળાનો ઉદ્ધાર કર્યો છે. શૌર્ય, શાણપણ ને ધર્મ - ત્રણેના હામીઓએ આ કૃત્ય સામે ચુપકીદી સેવી. કેટલીક આર્ય ગૃહિણીઓએ રાજાના આ દુર્વર્તન સામે પોકાર પાડ્યો. કહ્યું, ‘રે ! ડોસી મર્યાનો વાંધો નથી, પણ આ તો જમ ઘર જોઈ જાય છે !' | ધણીઓએ કહ્યું : ‘તમારી તરફ કોઈ આંગળી ચીંધી શકે તેમ નથી. વળી આ ક્યાં ઉજ્જૈની હતી ? ક્યાં આપણી સગી-વહાલી હતી ? રાજાને ગમી એ રાણી. વળી એ કુંવારી હતી અને નાસ્તિક ધર્મ પાળનારી હતી.' કલ્યાણદાસ ઊભી બજારે આવી જ ઉપેક્ષાવૃત્તિ જોતો આવ્યો. ક્યાંય એને સત્યની આગ કે સિદ્ધાંત ખાતર સમર્પણ જોવા ન મળ્યો ! એ ધર્મસભામાં પહોંચ્યો ત્યારે આખી સભા એની ઇંતેજારીમાં હતી. પ્રવેશ કરતાંની સાથે આચાર્ય પ્રશ્ન કર્યો : ‘કલ્યાણદાસ ! કલ્યાણ કે અકલ્યાણ ?' ‘ગુરુદેવ ! એ કલ્યાણ.' ‘વારુ, તે આ વાતની નગરના અગ્રગણ્ય જનોને જાણ કરી ?” ‘ગુરુદેવ ! બધે અંધારું છે. બધાં દ્વાર બંધ છે. કોઈ સત્તા સામે માથું ઊંચકવા તૈયાર નથી.' કલ્યાણદાસે હૃદયના અંગાર પ્રગટ કર્યા. ઓહ ! શીલ, પ્રજ્ઞા અને ધર્મની રક્ષાની કોઈને કંઈ જ પડી નથી ? ધર્મ પર તો ધરણી ટકી છે.' આર્ય કાલકના શબ્દોમાં ધીરે ધીરે આગ પેટાતી હતી. ‘ના.’ કલ્યાણદાસે કહ્યું, ‘સ અપની અપની સમાલીઓમાં મગ્ન છે. ધરણીની કોઈને પડી નથી. ‘રે ! સભાજનો ! તમે સાંભળો છો ને ? આ નગરમાં તો મોટા ભાગે સત્તાની પાસે પૂંછડી પટપટાવનારા શ્વાન જેવા લોકો જ વસી રહ્યા છે !' સંભામાંથી કેટલાક નગરજનો બોલી ઊઠડ્યા : ‘ગુરુદેવ ! અમારું અપમાન થાય છે. અમારા ભારતપ્રસિદ્ધ નાગરિકત્વને આપ હીણું બતાવો છો.’ ‘શું હીણું બતાવું છું ? તમે પોતે જ તમારી જાતનું અપમાન કરી રહ્યા છો. આજ કોઈની બહેન-દીકરી છે; કાલે તમારી બહેન-દીકરીનો વારો નહીં આવે ? જે અન્યાય સહેશે, એ અન્યાય પામશે.’ ‘અમારો પુણ્ય-પ્રકોપ તો જ બૂર છે ! પણ ગુરુદેવ ! અમે સાધુ નથી, અમારે ઘરબાર છે અને આપને ખબર છે જ કે સત્તા પાસે શાણપણ નકામું છે !' | ‘શાણપણને સત્તાની સામે ખડું કરે એનું નામ જ સાચી પ્રજા, કોઈ નિર્બળ માણસ સામાન્ય નીતિનો ભંગ કરે તો તમે એનો જીવ લઈ લો છો : અને જ્યારે સબળ એ જ દુરાચરણ આદરે છે ત્યારે આંખ આડા કાન કરે છે. બંને રીતે તમે અધર્મ આચરો છો.’ ‘કેવી રીતે ?સભાજનોએ પ્રશ્ન કર્યો. ‘નિર્બળ, જે તમારી સહાનુભૂતિના અધિકારી છે, તેમનો તમે તિરસ્કાર કરો છો; અને સબળ, જેના મંદ પર તમારા નાગરિકત્વના શાસનની જરૂર છે, એની તમે પીઠ થાબડો છે !' નગરજનો શાંત રહ્યા. એમના અંતરમાં ધર્મરનેહ તો હતો, પણ એનાં કરતાં સત્તાભય વિશેષ હતો. એ પણ અંતરમાં તો રાજાના કાર્યને નિંદતા હતા, પણ ભયના કારણે તેઓ ચૂપ હતા. ‘આવાં કાર્યોમાં અમે તટસ્થ રહેવા માગીએ છીએ.' ઉર્જ નીના સંઘે પોતાનો નિરધાર પ્રગટ કર્યો : ‘આ ભૂમિનાં મંદિરો, આ દહેરાંઓ, આ ઉપાશ્રયો, આ સાધુસાધ્વીઓ, આ સહધર્મી બંધુઓ – એ બધાંની રક્ષા એ પણ અમારી ફરજ છે : અને તેથી સ્થાનિક સત્તા સાથે બગાડવું, કોઈ રીતે કોઈના પણ હિતમાં નથી.’ ઓહ ! એક નિર્જીવ મંદિરની મહત્તા તમારે મન એક જીવંત ધર્મના પ્રતીક સમી સાધ્વીના શીલથી ઓછી છે ? મંદિર એટલે પથ્થરોનો સમૂહ. એ પથ્થરોનો તમને મોહ થયો ? એ પથ્થરો આડાઅવળા થશે તો ફરી ગોઠવી શકાશે, એમાં વસતા પ્રાણની ચિંતા કરો, એ પ્રાણ ગયેલો પાછો નહિ આવે.’ આર્ય કાલકે બોલ્યા, ને વળી થોભ્યા. એમણે એક ઊડતી નજર આખી સભા પર નાખી. કલ્યાણદાસ હજી એક તરફ ઊભો હતો, એનો સંદેશો અધૂરો હતો. સભામાં જુદા જુદા ગરમ પ્રવાહો વહેતા થયા હતા, પણ દૂધમાં ઊભરો આવે એટલીય ઉષણતા કોઈમાં વ્યાપી નહોતી. કોઈમાં કદાચિત્ સહેજ ગરમી આવતી, તો વિરોધથી થનારા નફા-નુકસાનના આંકડા તેને ઠારી દેતા. આચાર્ય આગળ બોલ્યા : “ઓહ ! હું અહીં મારી સામે શ્રી. સંઘને બેઠેલો જોતો નથી – એવો સંઘ કે જેની પાસે મોટા ચક્રવર્તીઓને પણ મસ્તક નમાવવું પડે ! હું જોઈ રહ્યો છું કે, આજે સ્થળ લાભાલાભનો જ હિસાબ ગણનાર વૈશ્યોને ત્યાં સર્વસ્વ ત્યાગનો ધર્મ ગીરો મુકાઈ ગયો છે. હું તમને ફરી પૂછું છું કે આવા દુષ્ટ અને દુરાચારી રાજાની સાન ઠેકાણે લાવવાની તાકાત તમારામાં છે ખરી ?” હાડકાંનો માળો n 215 214 3 લોખંડી ખાખનાં ફૂલ
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy