SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ “હા બાપુ ! રાજાનું કલ્યાણ, પ્રજાનું કલ્યાણ એ મહાજનનો જીવનધર્મ છે.” કલ્યાણદાસે કહ્યું, રાજાના કલ્યાણની ચિંતા ન કરશો, મહાજન ! મારી ચિંતા હું પોતે કરવા સમર્થ છું.” રાજાએ ગર્વભય વચન કહ્યાં. કલ્યાણદાસને એ ન રુચ્ય, છતાં એ સમાધાનમાં માનનારો જીવ હતો. એણે કહ્યું : “સ્વામી ! જે ભૂમિમાં રહીને તપસ્વીઓ તપ કરે, એ તપના પુણ્યનો છઠ્ઠો ભાગ રાજાને મળે.' | ‘પુણ્ય કમાવાની ચિતા મને નથી. સમર્થન દોષ સ્પર્શતા નથી. અગ્નિને આભડછેટ હોતી નથી. હા, આગળ વદો, મહાજન ! તમારે શું કહેવું છે ?” રાજા હસ્યો. રાજાના નિષ્ફર હાસ્યથી કલ્યાણદાસનું હૃદય વીંધાઈ ગયું, પણ એ શાણો વણિક હતો. ઝટ તોડી નાખવામાં માનતો નહોતો. | ‘તપ એ જ જેનું ધન છે એવી તપસ્વિની સરસ્વતીને આપના સેવકો ઉપાડી લાવ્યા છે એમ મેં સાંભળ્યું છે. તે સાચું છે એવી ખાતરી અનેક નજરે જોનાર માણસોએ આપી છે.' ‘હું પણ એને ટેકો આપું છું.' રાજાએ કહ્યું. *આપની આજ્ઞાથી આ કાર્ય થયું છે ?' કલ્યાણદાસે પૂછ્યું. “અવશ્ય, મારી આજ્ઞા બહાર અહીં એક ચકલું પણ ચીં કરી શકતું નથી.’ રાજા દર્પણસને ગર્વપૂર્વક કહ્યું. મહારાજ ! તો એ અયોગ્ય થયું છે.' જરા પણ નહિ, આ કોઈ વિવાહિતા સ્ત્રી નથી: આ તો કુવારી યુવતી છે. ક્ષત્રિયોને માટે સ્ત્રી અને રન હરીને લાવવાં ધર્મ છે. રાજાને ગમી તે રાણી, પછી ગમે ત્યાંથી આણી.’ ‘મહારાજ ! આ તો સાધ્વી સ્ત્રી છે.' ‘માત્ર વાઘા બદલવાથી માનવી બદલાય, એવું હું માનતો નથી. સ્ત્રી અને રત્ન તો ઉકરડેથી પણ લાવી શકાય.' દર્પણસેન સર્વ કલા-સર્વવિદ્યા વિશારદ હતો. વાદમાં, દલીલમાં એ પાછો પડે તેમ નહોતો. | ‘મહારાજ ! આ તો સાપના માથાનો મણિ છે.’ કલ્યાણદાસે જરા ડર બતાવવા માંડ્યો. ‘કેવી રીતે સાપનું ડાચું તોડી નાખવું અને મણિ કેવી રીતે ઝડપી લેવો, એ ‘પણ એમ કરતાં સાપ દેશ દઈ જાય તો એનું ઝેર મારતાં આવડે છે ?” કલ્યાણદાસે કહ્યું. ‘સિદ્ધકુટીનો શિષ્ય છું. મને વાર નહિ લાગે.' મહારાજ ! ઘણીવાર સાપને કચડી શકાય છે, પણ ઝેરને નિવારી શકાતું નથી.’ કલ્યાણદાસ દલીલમાં ઊતર્યો. - ‘દર્પણસેનને એની ચિંતા નથી. હું નામર્દ નથી, જા. વચન આપું છું, સાપના માથેથી મણિ ખેંચી લઈશ અને સાપને જીવતો છોડી દઈશ. જોઉં છું એ એનો કાતિલ દંશ મને કેવી રીતે મારી શકે છે !' દર્પણસેને કહ્યું. ‘મહારાજ ! ઘણા ગારુડી આવા મિથ્યાભિમાનમાં થાપ ખાઈ જતા હોય છે. ઝેરનાં પારખાં છોડી દો, મહી બલી !' કલ્યાણદાસે ગળગળે સાદે કહ્યું, અને ઉમેર્યું: આપણે એક નાવમાં બેઠા છીએ. રાજાનું અકલ્યાણ એ પ્રજાનું અકલ્યાણ છે.’ ‘મહાજન ! મને ગાળો દેવા આવ્યા છો ? જાઓ, જાહેર કરો કે એક ક્ષત્રિયકન્યાનો મેં ભિખારીઓના ટોળામાંથી ઉદ્ધાર કર્યો છે અને એને રાણીપદે સ્થાપી છે. જેની તાકાત હોય તે અજમાવી લે.' રાજાએ આખરે પોત પ્રકાશ્ય. ‘રાજન્ ! ધર્મ સાથે ચેડાં ન કરો !' ‘ધર્મ તો માત્ર મુડદા જેવો છે અને તમે બધા તો આત્માની વાતો કરો છો ને ? એના આત્માને અણસ્પર્ધો રાખીશ, મારે તો માત્ર દેહનું કામ છે.' ‘રાજનું ! તમારા જેવા મહાન રાજ વીને મોંએ આ અપશબ્દો ? જેને મચ્છરસમ લેખી મસળી નાખવાની તાકાત રાખો છો, એ જ મચ્છર કોઈ વાર કાનમાં પ્રવેશ કરી જાય તો બહાર કાઢવો મુશ્કેલ છે. સંતોનો પુણ્યપ્રકોપ ભારે હોય છે.’ કલ્યાણદાસ હજી રાજાને સમજાવવા માંગતો હતો. એ મહામંત્રી, સેનાપતિ અને પુરોહિતની પાસેથી પણ પોતાની મદદમાં બે શબ્દ કહેવરાવવાની અપેક્ષામાં હતો, પણ એ બધા તો ત્યાં પથ્થરનાં પૂતળાંની જેમ સાવ મૌન ખડા હતા ! એમની તરફ જોઈ કલ્યાણદાસ બોલ્યો, ‘રાણી, મંત્રી, પુરોહિત, સેનાપતિ અને મહાજન : સારા રાજમાં આ પાંચ સારાં હોય છે, એકમેકનાં પૂરક હોય છે. શું આજે આપણે બધાં માત્ર પાપનાં જ પૂરક હરીશું ? રાજાને પૃથ્વીનો દેવ નહિ પણ પૃથ્વીનો પશુ બનતો જોઈ રહીશું ?” કલ્યાણદાસના અંતરનો પ્રકોપ ફાટ્યો હતો, એણે ક્રોધમાં કઠોર શબ્દો બોલી નાખ્યા. ‘રે ! રાજાજીનું આવું ઘોર અપમાન ?’ સેનાપતિએ આગળ વધીને તલવાર કાઢી. મને બરાબર આવડે છે. તે લોખંડી ખાખનાં ફૂલ ‘ખામોશ સેનાપતિ ?” રાજાએ વચ્ચે પડતાં કહ્યું : નિર્બળ માણસ જલદી ગુસ્સે પૃથ્વીનો પ્રભુ 211
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy