SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ચકલી જેવી પ્રજાના અજંપાનો હવે કોઈ આરો નહોતો. શેહ અને ભય એમનાં કોમળ હૈયાંનો કાબૂ લઈ બેઠાં હતાં. કોઈક ચકલાં બળિયાં નીકળતાં, ને શૂરવીરતા દાખવવા મેદાને પડતાં, તો એ પંખીઓને કુશળ બાજ પંખીઓ પોતાનામાં સમાવી લેવાનો પ્રયત્ન કરતાં : એમને સત્તા આપતા, સન્માન આપતા અને એમનું મોટું બંધ કરી દેતાં. અને આમ માન-પાન પામેલાં ચકલાં પોતાના કુળમિત્રોને છોડી બાજના કુળમાં ભળી જતાં. એકાદ પંખી મક્કમ રહેતું કે નમતું ન તોળતું, તો બીજા બધા એકત્ર બની એને બેહાલ કરી મૂકતાં. પરિણામે શિકારી જેવો રાજા, બાજ પંખી જેવા અમલદારો અને ચકલાંના જેવી પ્રજા : આમ ત્રિવિધ સંસાર રચાયો હતો. ઉજ્જૈનીના સ્વામી દર્પણસને જ્યારે પોતાના શકરાબાજોને આજ્ઞા કરી કે, સરસ્વતીને ઉપાડી લાવવી ત્યારે બધા બાજ પોતાના નહોર પ્રસારીને ખડા થઈ ગયા : પણ એક બાજે એનો વિરોધ કર્યો-રાવણના ઘરમાં પણ વિભીષણ હોય છે. પૃથ્વી વંધ્યા નથી. પણ એવા એ અમાત્ય શકદેવ તરફ રાજાની આંખ ફરી ગઈ. ‘તમે જાણો છો, કે સરસ્વતીને મારી તરફ ચાહે છે. એને એના નાદાન ભાઈએ બળજબરીથી સાધુતાની કેદમાં નાખી છે. એ કેદમાંથી મુક્ત કરવા આ પ્રયત્ન છે.' દર્પણસેને કહ્યું. મહારાજ ! એનું કોઈ પ્રમાણ અમારી પાસે નથી, વળી રાજાને ઘણી વિલાસવતીઓ ચાહતી હોય છે અને કદાચ તેમ હોય તો આપે આપના ઉમદા ચારિત્ર્ય દ્વારા એના વિકારને બાળી નાખવા ઘટે. રાજા પિતાવત્ છે.' શકદેવે કહ્યું. એના શબ્દોમાં ભયની કાંકરી પણ નહોતી. | ‘રે દેવ ! પારકા માટે પગ પર કુહાડો કાં લો ?' બીજાં બાજ પંખીઓએ શકદેવને સમજાવ્યા : ‘રોજ ન જાણે કેટલીય ચકલીઓ હણાય છે, એમાં આ એક એ હિમાયતી હતો. ‘સાધ્વીના શીલ પર હાથ એ ધર્મ અને સમાજની પ્રતિષ્ઠા પર હાથ ઉગામવા બરાબર છે. વળી આર્ય કાલકની એ બહેન છે. કાલ ક થત્રિય છે. ક્ષત્રિય સ્ત્રીરક્ષા માટે પ્રાણ આપતાંય અચકાતો નથી.’ શકદેવે ચેતવણી આપી. એ ત્રિય છે, તો હું કંઈ અક્ષત્રિય નથી.' રાજાએ ગર્વથી કહ્યું. ‘મહારાજ ! વિનંતી કરું છું. રામ અને રાવણનું નાટક ઉર્જનીની ધરતી પર ફરી ન રચાવો. સાધ્વી સરસ્વતીમાં આપ શા માટે જીવ ઘાલો છો ? અનેક ભ્રષ્ટ સરસ્વતીઓ અનેકગણાં રૂપ-રસ સાથે આપની પાસે મોજૂદ છે.' ‘રે મૂર્ખ શકદેવ ! સ્ત્રીસૌંદર્યમાં તું શું સમજે ? દરેક ફૂલ એકબીજાથી ભિન્ન છે. દરેકની પાસે પોતપોતાની આગવી સુવાસ હોય છે.” દર્પણસેન નિર્લજ્જ બન્યો. ‘દરે ક સુવાસને સુંઘવાની ચાહના રાખવી, હિતકર નથી, રાજન્ !' ‘એ શિખામણ તારે મને આપવાની જરૂર નથી.' રાજા દર્પણસેન પોતાના સ્વભાવ પર આવ્યો. ‘રાજ સેવકો ! ઝટ જાઓ, એ મનોહારિણી સેનાને મારી પાસે લઈ આવો.” ‘કળ અને બળ બંને વાપરીએ ને ?' સેવકોએ પૂછયું. ‘હા. સ્ત્રીને તો સામ, દામ, દંડ અને ભેદથી સમજાવવી ઘટે. સ્ત્રીચરિત્ર અજબ છે. સ્ત્રીનું રુદન હાસ્યમાં પલટાતાં વાર લાગતી નથી. ચંચળ મનની નારીને રડતીવિલાપ કરતી જોઈને ઢીલા ન થશો.' ‘પિયરથી પહેલી વાર સાસરે જતી સુંદરીનાં રુદન જોયાં છે અમે, પ્રભુ !' મંત્રી દુષ્ટદમને કહ્યું : “ એક વાર આપણને એમ થાય કે આ સ્ત્રીની રક્ષા કરીએ, એને એના ઘેર પાછી મૂકી આવીએ, અને સાસરેથી તેડવા આવનારને કારાગારમાં પૂરી દઈએ : પણ ખરેખર એમ કરી બેસીએ તો કેટલા હાસ્યાસ્પદ ઠરીએ ?' | ‘શાબાશ દુષ્ટદમન ! તને આજથી મહામંત્રી બનાવું છું.' રાજા દર્પાસેને કહ્યું : ‘માનવસ્વભાવના આવા વિશ્લેષણ વિના પ્રજાની સેવા અશક્ય છે.' મહારાજ ! હજી વિચારો. સર્પના દરમાં હાથ ન નાખો. એક સ્ત્રી અને તેય સાધ્વી સ્ત્રીના અપમાનને કોઈ ધર્મ સાંખી નહિ રહે. રાજ મોટું છે, પણ ધર્મની સત્તા સહુથી મોટી છે. એને સૈન્યની જરૂર નથી, શસ્ત્રની જરૂર નથી, એ સ્વયં શિક્ષા કરે છે.’ શકદેવે ફરી રાજાને વીનવ્યો. હું પણ હવે તને સાંખી શકીશ નહિ. જાણું છું કે તેં પ્રજાને આજ સુધી જાળવી છે, પણ એથી એ કે રાજવીનું અપમાન તું કરી શકતો નથી.’ | ‘રે પાપના ભેરુઓ ! રાજા કર્મ કરવામાં ભૂલ કરતો હોય તો આપણે એની ભૂલ સુધારવી, એ આપણો કર્મચારી તરીકેનો ધર્મ. રાજા આપણી ખબર રાખે, રાજાની ખબર આપણે રાખીએ. પરસ્પર આ ધર્મ એ કબીજાએ પાળવા ઘટે. વળી તમે તો જાણો છો કે સરસ્વતી એક સાધ્વી છે. ધર્મની એને છત્રછાયા છે. એ કદાચ ઇચ્છતી હોય તોપણ આપણાથી એને સ્પર્શ કરી ન શકાય.’ ‘તેથી શું થયું ?” રાજા દર્પણતેને વચ્ચે કહ્યું. એ અત્યાર સુધી ચૂપ હતો. અમલદારને અમલદાર સાથે અથડાવી રહ્યો હતો. કાંટાથી કાંટો કાઢવાની નીતિનો 206 D લોખંડી ખાખનાં ફૂલ પૃથ્વીનો પ્રભુ 207
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy