SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ અનંતદર્શન – સમસ્ત જગતના પ્રત્યેક જીવો અને પ્રત્યેક પદાર્થોનું સમય સમયનું ત્રિકાલિક દર્શન કરવું, તેને અનંતદર્શન કહે છે. શુદ્ધાત્મા અનંતદર્શનનો ધણી છે. અનંતવીર્ય - વીર્યનું ઉત્કૃષ્ટ પ્રગટપણું તે અનંતવીર્ય. અનંતજ્ઞાન - સમસ્ત જગતના પ્રત્યેક જીવો અને પ્રત્યેક પદાર્થનું, ત્રણે કાળનું સમય સમયનું જાણપણું ને અનંતજ્ઞાન કહેવાય છે. શુદ્ધ અવસ્થામાં આત્મા અનંતજ્ઞાનનો ધણી છે. અનંતાનુબંધી કષાય (ચોકડી) - જે કષાય જીવનો અનંત સંસાર વધારવા સમર્થ છે તે અનંતાનુબંધી કષાય છે. આ કષાયો જીવના સમ્યક્દર્શનને પ્રગટ થવા દેતા નથી. તે ચાર છે - ક્રોધ, માન, માયા અને લોભ. મૂળ ધર્મ અવિનાશી છે એમ ચિંતવવું તે અનિત્યભાવના. અનિવૃત્તિકરણ - કરણલબ્ધિ પ્રગટ થાય તેને અધઃકરણ અને અપૂર્વકરણ પછી અનિવૃત્તિકરણ આવે છે. તેમાં જીવની આત્મવિશુદ્ધિ સમયે સમયે અનંતગણી થાય છે. અને પ્રથમ સમયથી જ જીવને સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમણ અને અપૂર્વસ્થિતિબંધ સમકાળે પ્રવર્તે છે, જે આ કરણના ચરમ સમય સુધી રહે છે. અનુકંપા – સહુ જીવો કલ્યાણ પામી દુ:ખથી મુક્ત થાય એવી ભાવના જાગવી તે અનુકંપા. અનુકંપા, અનુકંપા પ્રેરિત - અનુકંપા એટલે દયા, કોમળતાવાળા ભાવ. દયાભાવથી પ્રેરાઈને કરેલો શાતા મળે એવો ભાવ. અનુકંપા, આસ્થાપ્રેરિત – ધર્મનું શ્રદ્ધાન એટલે આસ્થા. તેનાથી પ્રેરિત થઈ સર્વ જીવ મુક્તિને પામે એવો લોકકલ્યાણનો ભાવ ઉભવે તે આસ્થાપ્રેરિત અનુકંપા. અનુકંપાપ્રેરિત આસ્થા – આસ્થા, અનુકંપાપ્રેરિત જુઓ. અનુપ્રેક્ષા - શાસ્ત્ર સૂત્રાદિ, સ્વાધ્યાય તથા સત્સંગથી જાણેલું, સમજેલું વારંવાર ચિંતવવું, તેનું યોગ્ય રીતે મનન કરવું અને તેની યથાર્થતા તથા ઊંડાણ વિશેષતાએ ગ્રહણ કરવાં તે અનુપ્રેક્ષા. અનેકાંતવાદ (અનેકાંત દષ્ટિ) - અનેકાંતવાદ એટલે જે વસ્તુ જે અપેક્ષાએ જેમ છે તે અપેક્ષાએ તેમ સમજવી. માત્ર એક જ અપેક્ષાનો સ્વીકાર અનંતાનુબંધી ક્રોધ - ક્રોધ, અનંતાનુબંધી જુઓ અનંતાનુબંધી માન - માન, અનંતાનુબંધી જુઓ અનંતાનુબંધી માયા - માયા, અનંતાનુબંધી જુઓ અનંતાનુબંધી લોભ - લોભ, અનંતાનુબંધી જુઓ અનાચાર - પચ્ચખાણની હદનું ઉલ્લંઘન, આચારવ્યવહારનો ભંગ. ઉદા. પરસ્ત્રીગમન ઇત્યાદિ. અનાસક્ત - વિષય-કષાયની આસક્તિ રહિત. અનહદ ધ્વનિ - અંતરમાંથી ઊઠતો અવાજ. જે જીવને સત્યમાર્ગનું નિર્દેશન કરે છે. અનિત્યભાવના - શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ પરિવારાદિક સર્વ વિનાશી છે, જીવનો
SR No.034414
Book TitleKevali Prabhuno Sath Volume 01 to 05 Sandarbh Suchi
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2012
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy