SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ અઘાતી કર્મ - જે કર્મ આત્માના મૂળભૂત ગુણનો ઘાત નથી કરતાં, અને દેહથી ભોગવાય છે તે અઘાતી કર્મ છે. અઘાતી કર્મો ચાર છે - આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય. અચક્ષુદર્શન - આંખ સિવાયની ઇન્દ્રિયોથી એટલે કે ત્વચા, રસના, નાક, કાન કે મન દ્વારા વસ્તુનું દર્શન થવું તેને અચક્ષુદર્શન કહેવામાં આવે છે. અચકુદર્શનાવરણ - આંખ સિવાયની ઇન્દ્રિયોથી એટલે કે ત્વચા, રસના, નાક, કાન કે મન દ્વારા વસ્તુનું દર્શન થવું તેને અચક્ષુદર્શન થવું તેને અશક્ષદ્રન કહેવામાં આવે છે. આ પ્રકારના દર્શનને આવરણ કરે તે અચક્ષુદર્શનાવરણ ગણાય છે. અચેત - જીવ વિનાનું, જડ. અચેત પરિગ્રહ - અચેત પરિગ્રહ એટલે સોનું, રૂપું, વસ્ત્ર, ઘરનું રાચરચીલું, આભરણ આદિ અનેક પદાર્થોની ગણતરી તેમાં કરવામાં આવે છે. - અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. અતિક્રમ - લીધેલા વ્રત કે પ્રતિજ્ઞાને ભાંગવાની ઇચ્છા કરવી તે. અતિચાર - વ્રત કે નિયમનો ભંગ થાય એવા દોષ. અતિચારના સેવનથી વ્રત શિથિલ અને મલિન બને છે, તથા લાંબો સમય સેવવાથી વ્રતભંગ થવાનો ભય ઊભો થાય છે. ઉદા. સદાચાર રહિત સ્થિતિમાં જવું. અતિશય (તીર્થંકરપ્રભુના) - તીર્થંકર પ્રભુનો મહિમા સમજાય તેવી વિશેષ પ્રકારની શક્તિઓ તેમને પ્રગટે છે જે અતિશય કહેવાય છે. તેમાંના કેટલાક અતિશયો તેમને જન્મથી હોય છે, કેટલાક તે પછી પ્રગટ થાય છે. એવા ૩૪ અતિશયો છે - ૧. સમવસરણ, ૨. અશોકવૃક્ષ, ૩. સિંહાસન, ૪. ભામંડળ, ૫. માનસ્તંભ, ૬. ત્રણ છત્રો, ૭. સુવર્ણકમળ, ૮. ચામર, ૯. ધર્મચક્ર, ૧૦. ધર્મધજા, ૧૧. અચેત ફૂલોની વૃષ્ટિ, ૧૨. અચેત પાણીની વૃષ્ટિ, ૧૩. સુગંધ, ૧૪. સુખરૂપ ઋતુ, ૧૫. નિયમિત ઋતુ, ૧૬. ૐ ધ્વનિ, ૧૭. અનન્ય વાણી, ૧૮. વાળ ન વધવા, ૧૯. નખ ન વધવા, ૨૦. લોહી માંસની શ્વેતતા, ૨૧. દેવદુંદુભિ, ૨૨. ગર્ભકાળથી ત્રણ જ્ઞાન, ૨૩. વરસીદાન, ૨૪. સાત ચકપ્રદેશની પ્રાપ્તિ કરાવવી, ૨૫. પ્રભુના કલ્યાણક વખતે જીવ સમસ્તને વેદાતી એક સમયની શાંતિ, ૨૬. ગર્ભકલ્યાણક, ૨૭. જન્મકલ્યાણક, ૨૮. દીક્ષા કલ્યાણક, ૨૯. જ્ઞાન કલ્યાણક, અચૌર્ય વ્રત - સ્થળથી સૂક્ષ્મ પ્રકારની ચોરી ન કરવી તે અચૌર્ય વ્રત. અજીવ - ચેતનરહિત દ્રવ્ય અથવા જડ પુદ્ગલ પરમાણુને અજીવ કહે છે. અણગાર - ગૃહસ્થ જીવન છોડી ગૃહ રહિત સ્થિતિ એટલે કે મુનિ જીવન સ્વીકારનાર. અણગાર ધર્મ - મુનિની ચર્યા. અણુવ્રત - મુનિ જે પાંચ મહાવ્રતનું પાલન કરે છે તેનું નાનાં સ્વરૂપનું પાલન શ્રાવક કરે છે તેથી તે અણુવ્રત કહેવાય છે. પાંચ અણુવ્રત
SR No.034414
Book TitleKevali Prabhuno Sath Volume 01 to 05 Sandarbh Suchi
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2012
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy