SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ શુધ્ધ કરવાના લક્ષને સફળ કરવા માટે જ માગેલ છે તે અહીં સમજાય છે. જિનેશ્વરની આજ્ઞારૂપ કવચની સહાયથી તેઓ વિશેષ શુધ્ધ અને ઊંચા પ્રકારનાં પરમાણુઓ ગ્રહણ કરવા ઇચ્છે છે, જેની મદદ થકી તેઓ પૂર્ણ શુધ્ધ થવા થકીનો વિકાસ ‘અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો’ અનુભવી શકે. જે યોગ સંસાર પરિભ્રમણના આરંભકાળથી કર્મ બંધનનું એક કારણ છે; તે યોગને પ્રભુ આજ્ઞાએ પ્રવર્તાવી સંયમના સાધનરૂપ બનાવવાના ભાવ આ કડીની પહેલી બે પંક્તિમાં જોવા મળે છે. જીવમાં પ્રવર્તતા વિભાવને કારણે તે યોગ સાથે જોડાઈ, કર્મબંધનાં કોઈક અન્ય કારણને સક્રિય બનાવી આત્મપ્રદેશોને કંપાવે છે, આ કંપનને કારણે જીવ લેશ્યાનુસાર કર્મને ગ્રહણ કરે છે. આ કર્મબંધનથી બચવા માટે શ્રી રાજપ્રભુ જિન આજ્ઞાનુસાર વર્તવા એટલે કે શ્રી પ્રભુના ચરણમાં યોગની સોંપણી વિશેષ ઉત્કૃષ્ટતાથી કરવા ધારે છે. અને આ સોંપણી સ્વસ્વરૂપની યથાર્થ શુદ્ધિ મેળવવા માટે જ કરવી છે તે તેમનો નિર્ણય છે એ “સ્વરૂપ લક્ષે જિનઆજ્ઞા આધીન જો વચનથી સ્પષ્ટ થાય છે. જે યોગની પ્રક્રિયા થયા કરે છે તેને કર્મવૃદ્ધિમાંથી કર્મકટિ કરનાર બનાવવી છે તેની સ્પષ્ટતા આપણને “સંયમના હેતુથી યોગ પ્રવર્તના” એ પંક્તિથી જણાય છે. જ્યાં સુધી યોગનું કર્તાપણું આજ્ઞાધીન થઈ પ્રભુને સોંપવામાં આવતું નથી ત્યાં સુધી આત્મસંયમ પ્રવર્તતો નથી, અને આ સંયમપાલન વિના કર્મબંધનાં કારણોનો નાશ થઈ શકતો નથી. આ કારણે પોતાનું કર્મબંધનનું કર્તાપણું તથા કર્મ ભોગવવાનું પણ કર્તાપણું પૂર્ણતાએ ત્યાગવા જિનાજ્ઞાને આધીન બનવા ઇચ્છયું છે. પણ હકીકત એ છે કે ઇચ્છા થતાં જ કાર્યસિદ્ધિ થતી નથી, તે માટે સતત પુરુષાર્થની અનિવાર્યતા છે. આ પુરુષાર્થનું સાતત્ય કેવું જાળવવું છે તે “તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં બતાવી સમજાવ્યું છે કે યોગ પ્રવર્તનનો સ્વછંદ પ્રત્યેક ક્ષણે ઘટતો જાય અને તેની અંતિમ ક્ષણોમાં પૂર્ણ પણે સ્વસ્વરૂપમાં લીન થવું છે, જે સિદ્ધાવસ્થાનો અનુભવ છે તેની માગણી મૂકાયેલી છે. આમ આ કડીમાં સંયમની વર્ધમાનતા માટે જિનાજ્ઞાનુસાર યોગને પ્રવર્તાવી શ્રેણિ સુધી વિકાસ કરી, કેવળજ્ઞાન કેવળદર્શનના ભોક્તા બની એટલે કે કર્મબંધનાં પહેલાં ચાર કારણોનો ત્યાગ કરી,
SR No.034413
Book TitleKevali Prabhuno Sath Volume 05
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2011
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy